એક પૈસો પણ ખર્ચ કર્યા વગર ભારત ભ્રમણ કરીને પરત ફર્યો આ યુવક, જાણો ફોર્મ્યુલા….તમે પણ એક વાર જરૂર ટ્રાય કરો..વાંચો ખાસ માહિતી

0

ફિલ્મ ‘યે જવાની હે દીવાની’ જોયા બાદ ટ્રીપ પર નીકળવાની ચાહત જાગી જાતી હોય છે, પણ એકલા ક્યારેય નહિ. અધિકતર સમય યાત્રાઓની ચાહત વિશે વિચાર્યા છતાં પણ ખર્ચ વિશે જાણીને ટ્રીપ કેન્સલ કરી દેતા હોઈએ છીએ. એવામાં આજુ-બાજુમાં નાની એવી ટ્રીપ મારીને મનને મનાવી લેતા હોઈએ છીએ. સાથે જ ગોઆ, કુલ્લુ, મનાલી, રાનીખેત વગેરે જગ્યાઓની ફિલ્મોમાં જોઇને લાલચી નિગાહો તો રાખીએ છીએ પણ બાદમાં ભૂલી જઈએ છીએ.

તેનાથી ઉલ્ટું આ યુવાએ યાત્રા પર નીકળવાની ઠાન લીધી, તે પણ એક પણ પૈસો ખર્ચ કર્યા વગર જ. જો કે આ એવો નિર્ણય હતો, જેમાં કોઈ પણ ખતરો નકારી નથી શકાતો. પણ એવામાં તે 9 મહિના બાદ 11 રાજ્યોમાં ભ્રમણ કરીને ફર્યો, લોકો આશ્ચર્યમાં હતા.

23 વર્ષીય વિમલ ગીતાનંદનની યાત્રા ખુબ જ દિલચસ્પ છે:


ગૌર કરવા જેવી વાત એ છે કે આ સાહસી યાત્રા પહેલા ઓફીસનાં સિવાય ક્યારેય બહાર એકલા ગયા ન હતા. તે પોતાની સાથે એક ટેન્ટ, સ્લીપિંગ બૈગ, 3 જોડી કપડા અને એક લેપટોપ, એક ફોન અને એક પાવર બેંક લઈને જુલાઈ 2016ના આંધ્ર પ્રદેશના અનંતપૂરથી ભારત ભ્રમણ પર નીકળી પડ્યો હતો.

પોતાની રોમાંચક ટ્રીપ વિશે વિમલે કહ્યું કે:

‘મને લોકો પર પૂરો ભરોસો છે અને માટે મેં તેને ચેલેન્જની જેમ લીધું કે પૈસા ખર્ચ કર્યા વગર યાત્રા પૂરી કરવી છે. એ તો ખબર છે કે ટીકીટ વગર યાત્રા કરવી એક ગલત વાત છે, પણ મેં આ યાત્રાનાં સમયે આવું કર્યું. મોટરસાઈકલ, કાર, બસ, ટ્રકની મદદથી 11 રાજ્યોની પોતાની યાત્રા પૂરી કરી. અજનબીઓએ આ યાત્રાના સમયે ખુબ મદદ પણ કરી હતી’.

જણાવી દઈએ કે વિમલે 11 રાજ્યો-તેલંગાના, આંધ્ર પ્રદેશ, કર્નાટક, કેરલ, તમિલનાડુ, ગોવા, મહારાષ્ટ્ર, અસમ, મેઘાલય, નાગાલૈંડ અને પશ્ચિમ બંગાળની યાત્રા કરી. ઈન્જીનિયરીંગ ડ્રોપ-આઉટ વિમલના અનુસાર, યાત્રાના ક્રમમાં તે એકલા થવા પર રોયા પણ હતા અને રહસ્ય-રોમાંચનો અનુભવ પણ કર્યો હતો. વિમલ પહેલા અનંતપુરથી બેન્ગુલુરું અને પુરા દક્ષિણ ભારતની યાત્રા કરી હતી. તેના બાદ મહારાષ્ટ્ર થઈને અસમ,મેઘાલય,નાગાલેન્ડ સુધીની યાત્રા કરી.

વિમલને માનવતા પર પૂરો ભરોસો છે અને તેણે આ યાત્રાને સાબિત પણ કર્યો કે આજે પણ લોકો એકબીજાની મદદ કરી રહ્યા છે. વિમલનું પરિવાર અનંતપૂરથી બેન્ગ્લુરું શિફ્ટ થઇ રહ્યું હતું, માટે એમને આ યાત્રાની વચ્ચે જ આરામ દેવો પડ્યો.

વિમલની પાસે પોતાની આ યાત્રાની એક પૂરી કહાની છે, જે તે હવે કહી રહ્યો છે. એક મુસ્લિમ ડ્રાઈવરે રોજા પર તેમના માટે ખાવાનો ઇંતજામ કર્યો તો કેરલના મુન્નારમાં એક પરિવારની પાસે સુવા માટે માત્ર એક ખાટ જ હતી, જે તેમણે વિમલને આપી. હવે જ્યારે વિમલ પરત આવ્યો, તો તે લોકોનું ઘર બોલાવી રહ્યું છે, જેઓએ યાત્રાનાં સમયે તેમની સહાયતા કરી હતી.

પોતાની આ યાત્રાથી પરત આવીને મળેલા અનુભવોના બાદ વિમલે વૈશ્યાવૃતિ માટે એક સામાજિક સંગઠન શરુ કરવા માંગતા હતા. તેમનો ખ્યાલ કોલકતાનાં સોનાગાછીમાં વેશ્યાવૃતિ વર્કરોની અવસ્થા જોયા બાદ તેમના જેહનમાં આવ્યું હતું. સાચે જ માં વિમલનું આ કદમ ખુબજ સાહસિક હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!