બૉલીવુડ ની આ ફેમસ 6 અભિનેત્રીઓ એ કર્યા છે એક કરતા વધુવાર લગ્ન, નંબર -4 એ તો તોડી નાખ્યો રેકૉર્ડ…

1

લગ્ન કોઈપણના જીવનમાં એક મહત્વપૂર્ણ સ્થાન રાખે છે. આ દિવસ ને લઈને લોકોના મનમાં ઘણી એવી ઈચ્છાઓ હોય છે. એવામાં દરેક કોઈ એ જ કોશિશ કરવા માગે છે કે તેઓની આ ક્ષણ હંમેશા ને માટે યાદગાર બની જાય. લગ્ન સાત જન્મ નું બંધન હોય છે અને તેઓએ આ સંબંધ સાત જન્મો સુધી નિભાવવું પડતું હોય છે.

એવામાં બૉલીવુડ એક એવી જગ્યા છે જ્યાં હાલના દિવસોમાં છૂટાછેડા ની ખબરો આવતી રહે છે. પણ હેરાન કરી દેનારી વાત એ છે કે છુટા થઇ ગયા છતાં પણ તેઓ એકબીજાના મિત્રો હોય છે અને એકબીજા ને મળતા રહે છે. એવામાં આજે અમે તમને બૉલીવુડ ની તે અભિનેત્રીઓ વિશે જણાવિશું જેઓ પોતાના જીવનમાં એક કરતા વધુ વાર લગ્ન કરી ચુકી છે.

1. કિરણ ખેર:પોતાના જમાનાની ફેમસ અદાકારા કિરણ ખેર એ બે લગ્ન કર્યા છે. કિરણ ખેર ના પહેલા લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા પણ અમુક સમય પછી બંને અલગ થઇ ગયા. તેના પછી કિરણ ખેર એ બીજા લગ્ન અનુપમ ખેર ની સાથે કર્યા હતા અને આજે તેઓ ખુશહાલ જીવન વિતાવી રહ્યા છે.

2. સુનિધિ ચૌહાન:સુનિધિ બૉલીવુડ ની એક ફેમસ સિંગર છે. તમને જણાવી દઈએ કે સુનિધિ એ પણ બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન તેમણે માત્ર 18 વર્ષ ની ઉંમર માં કોરિયોગ્રાફર બોબી ખાન સાથે કર્યા હતા. પણ તેઓનું આ રિલેશન લાંબા સમય સુધી ચાલ્યું ન હતું અને અલગ થયા પછી તેમણે વર્ષ 2012 માં હિતેશ સોલંકી સાથે બીજા લગ્ન કર્યા હતા.

3. નીલમ કોઠારી:90 ના દશક ની ફેમસ એક્ટ્રેસ નીલમ કોઠારી એ પણ બે લગ્ન કર્યા છે. પહેલા પતિ સાથે અલગ થયા પછી તે એક્ટર સમીર સોની સાથે રિલેશન માં આવી હતી અને અમુક સમય સુધી ડેટ કર્યા પછી બંને એ એકબીજા સાથે લગ્ન કરી લીધા.

4. નીલિમા અજીમ:બૉલીવુડ એક્ટ્રેસ નીલિમા અજીમ એ એક નહિ પણ ત્રણ વાર લગ્ન કરેલા છે. પહેલા લગ્ન તેમણે નિર્માતા/એક્ટર પંકજ કપૂર સાથે કર્યા હતા. જણાવી દઈએ કે શાહિદ કપૂર પંકજ કપૂર ના જ દીકરા છે. પંકજ સાથે અલગ થઇ ગયા પછી તેમણે રાજેશ ખટ્ટર સાથે બીજા લગ્ન કર્યા જેના દીકરા ધડક ના અભિનેતા ઈશાન ખટ્ટર છે. પણ આ રિલેશન પણ લાબું ચાલ્યું ન હતું તેના પછી તેમણે પોતાના બાળપણ ના મિત્ર ઉસ્તાદ રજા અલી ખાન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા.

5. બિંદિયા ગોસ્વામી:એક સમયે બિંદિયા ગોસ્વામી અને વિનોદ મેહરા એક બીજાને ખુબ પ્રેમ કરતા હતા. બંને એ એકબીજા સાથે લગ્ન પણ કર્યા પણ તેઓનું આ રિલેશન કઈ ખાસ લાબું ચાલી શક્યું ન હતું. વિનોદ થી અલગ થઈને તેમણે બૉલીવુડ ડાયરેકટર જેપી દત્તા સાથે બીજા લગ્ન કર્યા હતા.

6. યોગિતા બાલી:યોગિતા બાલી પોતાના સમય ની એક ફેમ અભિનેત્રી હતી. યોગિતા ના પહેલા લગ્ન કિશોર કુમાર સાથે થયા હતા પણ તે તેની ત્રીજી પત્ની હતી. અંગત કારણો ને લીધે તેઓનું આ રિલેશન કઈ ખાસ ચાલી શક્યું ન હતું જેના પછી યોગિતા એ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે વર્ષ 1976 માં બીજા લગ્ન કર્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here