એક ચોકલેટનો ઘરેલુ ઉપાય તમને બનાવી શકે છે શાનદાર, બેદાગ અને નિખરી ત્વચા…..

0

તમે અત્યાર સુધી એજ સાંભળ્યું કે વાંચ્યું હશે કે ચોકલેટ ખાવાથી શું નુકસાન થાય છે પણ આજે અમે તમને જણાવીશું કે ચોકલેટ ખાવાથી તમને કેટલો ફાયદો પણ થઇ શકે છે. બાળપણમાં બધાની જેમ તમે પણ મમ્મી-પપ્પા પાસેથી વધુ ચોકલેટ ખાવા કે માગવા પર ગુસ્સો કરતા જોયા હશે પણ આ ફાયદો જાણીને તમે પણ તમારા મમ્મી-પપ્પા ને ચોકલેટ ગિફ્ટ કરવા વિશે જરૂર વિચારશો. ચોકલેટનો આ ઘરેલુ ઉપાય જે ત્વચા ને બનાવી દેશે મખમલ:

રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે ચોકલેટની અંદર ઉપસ્થિત એન્ટી-ઓક્સીડેન્ટ ત્વચા માટે ખુબ જ ફાયદેમંદ હોય છે. તે વધતી ઉંમરના પ્રભાવને ઓછું કરવામાં ખુબ જ જરૂરી છે.ચોકલેટમાં ઉપસ્થિત એન્ટી-ઈનફ્લેમેટરી ડ્રાઈ અને સંવેદનશીલ ત્વચાને નિખારવામાં મદદ કરે છે. જો તમે ડાર્ક ચોકલેટ પસંદ કરો છો તો તમને જણાવી દઈએ કે ચોકલેટના ઘરેલુ ઉપાય થી તમારી ત્વચા માં ખુબ જ રોનક આવી જાશે.
ચોકલેટમાં ઉપસ્થિત ફ્લેવેનોલ ત્વચાને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સુરક્ષિત રાખે છે, કરચલીઓને દૂર કરે છે અને ત્વચાની નમી પ્રદાન કરે છે.સાથે જ ચોકલેટ ના ઘરેલુ ઉપાય રક્તચાપને નિયંત્રિત કરવામાં પણ ખાસ ભૂમિકા ભજવે છે. આજકાલ ચોકલેટ ફેશિયલ ખુબ જ ચર્ચામાં છે, તેનાથી પણ તમારી ત્વચાનો રંગ સાફ થઇ જાશે અને કરચલીઓના પ્રભાવને ઓછું કરવામાં આવે છે.
તમે ઈચ્છો તો ઘરમાં પણ ચોકો પાઉડર ની મદદથી ફેસ પૈક બનાવી શકો છો. તેના માટે તમે 1/3 કપ કોકો પાઉડરમાં 2 થી 3 મોટી ચમચી મધ અને અમુક ટીપા લીંબુ નો રસ મિલાવો અને પછી ચોકલેટના ઘરેલુ ઉપાયમાં ચોકલેટ ફેશ પૈક ને ચેહરા પર લગાવીને 15-20 મિનિટ સુધી છોડી દો અને પછી ચેહરો ધોઈ લો. તેનાથી ત્વચા મુલાયમ બની જાશે, રંગ સાફ થઇ જાશે.
જો કે કોઈપણ ચીજનો જરૂર કરતા વધુ ઉપીયોગ હાનિકારક સાબિત થાય છે માટે ચૉકલેટ થી થનારા ફાયદાનો અર્થ એ નથી કે તમે માત્ર ને માત્ર ચોકલેટનો જ ઉપીયોગ કરવાનું શરૂ કરી દો. માટે તેનો સમજણની સાથે ઉપીયોગ કરો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!