એક બે નહીં પરંતુ આટલી બધી છોકરીઓ Reject કરી ચૂકી છે પોપટલાલને, જાણો કોણ કોણ છે?

‘તારક મહેતા..’ ટીવી સીરિયલ ચાહોકમાં ઘણી જ લોકપ્રિય છે. આ સીરિયલમાં પોપટલાલ હજી સુધી કુંવારા છે અને તે પોતાના માટે યોગ્ય છોકરીની શોધ કરતાં હોય છે. જોકે, સીરિયલમાં ઘણી છોકરીઓએ પોપટલાલ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. સીરિયલમાં પોપટલાલના લગ્ન એક જાતનું ટેન્શન બની ગયું છે. દરેકને પોપટલાલના લગ્ન ક્યારે થશે, તેની ચિંતા છે. આજે આપણે જોઈશું કે પોપટલાલ સાથે લગ્ન કરવાની ના અત્યાર સુધી કઈ છોકરીઓ પાડી ચૂકી છે.

1. કોયલે પાડી નાઃ

ગોકુલધામમાં રહેતા અંજલીભાભીની બહેન કોયલ, પોપટલાલને ઘણી જ ગઈ હતી. પોપટલાલે કોયલ સાથે સુખી લગ્નજીવનના સપના જોયા હતાં. જોકે, કોયલે પોપટલાલ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

2. બુલબુલઃઆમ તો પોપટલાલના લગ્ન બુલબુલ સાથે થઈ ગયા છે પરંતુ તે માત્ર દેખાડાના હતાં. પોપટલાલે માત્ર દેખાવા માટે બુલબુલ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, રિયલમાં બુલબુલ અન્ય કોઈ વ્યક્તિના પ્રેમમાં હતી અને તે પ્રેમી સાથે જ જતી રહે છે.

3. કેરીઃગોકુલધામમાં જેઠાલાલની લંડનની ફ્રેન્ડ કેરી ભારત આવે છે. પોપટલાલ આ કેરીને પણ પ્રેમ કરવા લાગે છે. જોકે, કેરીએ પણ પોપટલાલને રિજેક્ટ કરી નાખ્યાં હતાં.

4. સપનાઃ

સપના સાથે તો પોપટલાલની લગ્નની તારીખ તથા સ્થળ પણ નક્કી હતું. જોકે, સપના તો લૂંટેરી દુલ્હન હતી અને ફરીવાર પોપટલાલનું લગ્ન કરવાનું સપનું અધૂરું રહી ગયું હતું.

5. ઝિલમિલઃ
મિત્ર બનેલી ઝિલમિલ સાથે પણ પોપટલાલે લગ્નના સપના જોયા હતાં. જોકે, ઝિલમિલે પણ પોપટલાલ માત્ર મિત્ર હોવાનું કહીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

6. ગુલાબોઃ
જેઠાલાલની પત્ની હોવાનો દાવો કરનાર કાશ્મિરની ગુલાબો સાથે પણ પોપટલાલે લગ્નના સપના જોયા હતાં. ગુલાબોનો જેઠાલાલની પત્ની હોવાનો દાવો ખોટો સાબિત થયો હતો પરંતુ ગુલાબોએ પોપટલાલને બદલે અન્ય વકીલ સાથે લગ્ન કરવાનું પસંદ કર્યું હતું.

7. ક્યારે થશે લગ્નઃ રિયલ લાઈફમાં પોપટલાલ પરિણીતી છે અને ત્રણ સંતાનોના પિતા છે. હવે, શોમાં પોપટલાલ ક્યારે લગ્ન કરશે, તે તો આવનારો સમય જ નક્કી કરશે…

Source

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!