એક અઠવાડિયું પણ નથી થયું સગાઈનું કે, શ્લોકા જોવા મળી બિઝનેસ ફંક્શનમાં, ચોંકી ગયા લોકો…..વાંચો અહેવાલ

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41 મી એન્યુઅલ જનરલ મિટિંગમાં કંપનીના દરેક અધિકારીઓ ની સાથે સાથે મુકેશ અંબાણીનું પૂરું પરિવાર પણ શામિલ થયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મુકેશ અંબાણી રિલાયન્સની એજીએમ માં કહ્યું આવનારું વર્ષ પણ કંપની માટે ટ્રાંસફોર્મેશનલ રહેશે. કંપનીના મુનાફા વિશે વાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે આગળના વર્ષ કંપનીનો મુનાફો 20.5 % કરતા વધી ગયો છે.મુકેશ અંબાણી પછી તેની દીકરી ઈશા અંબાણી અને આકાશ અંબાણીએ સ્ટેજને સંભાળ્યું અને મોબાઈલ ના નવા મોડલને લોન્ચ કર્યું. આ દરમિયાન દરેક લોકોના આકર્ષણનું કેન્દ્ર આકાશની થનારી ભાવિ દુલ્હન શ્લોકા મેહતા રહી હતી. શ્લોકા મેહતાની હજી તો માત્ર અમુક દિવસો પહેલા જ આકાશ સાથે સગાઈ થઈ હતી.
પરિવારના કાર્યક્રમો માનો આ પહેલો મૌકો રહ્યો છે જેમાં શ્લોકા મેહતા અંબાણી પરિવારની કોઈ વ્યાપારિક પ્રોગ્રામમાં શામિલ થઇ હતી. આકાશ સાથે લગ્ન કર્યા પછી શ્લોકા દેશની સૌથી અમીર વહુ બનવા જવાની છે. રિલાયન્સની એન્યુઅલ મિટિંગમાં શ્લોકાના શામિલ થયા પછી એ પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે શ્લોકા લગ્ન પછી પોતાના પરિવારનો બિઝનેસ વધારવામાં મદદ કરશે.જણાવી દઈએ કે શ્લોકા અને આકાશ ની સગાઈ 30 જૂન ના રોજ અંબાણી હાઉસ એન્ટેલિયામાં થઇ હતી. સગાઈમાં દેશના તમામ ઉદ્યોગપતિઓ અને બૉલીવુડ સિતારાઓ ઉપસ્થિત થયા હતા. આ ફંક્શનમાં શ્લોકા પિન્ક કલરના લહેંગા પહેરેલી નજરમાં આવી હતી.
જણાવી દઈએ કે શ્લોકા હીરા કારોબારી રસેલ મેહતાની દીકરી છે. સગાઈ પહેલા શ્લોકા અને આકાશે પોતાના પરિવાર સાથે ગોવામાં અમુક સમય વિતાવ્યો હતો. બંનેએ ગોવામાં પ્રી-એંગેજમેન્ટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ દમિયાંન આકાશે શ્લોકોને પ્રપોઝ પણ કર્યું હતું, અને બંનેએ એકબીજાને ડાયમંડ રિંગ પણ પહેરાવી હતી.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!