એક 1 બદલી શકે છે તમારું ભાગ્ય, આ રીતથી જાણો તમારો લકી નંબર….

0

દરેક કોઈ પોતાની પસંદના એક અંકને પોતાનો લકી નંબર માનતા હોય છે તમે પણ એક નંબર જરૂર પસંદ કર્યો હશે. તમને જણાવી દઈએ કે મોટાભાગે આ નંબર 1 થી 9 સુધીના હોય છે. આ નંબરો ને લકી માનવાની પાછળ લોકોના અલગ-અલગ મત હોય છે. જેમ કે કોઈ પોતાના જન્મદિવસની તારીખને શુભ માને છે તો કોઈ પોતાની નોકરી લાગનારા દિવસની તારીખના અંકો ને  શુભ માનતા હોય છે, તો કોઈ અન્ય કારણોને પોતાનો શુભ અંક માનતા હોય છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સભ્યતા માં અંક જ્યોતિષ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. જ્યોતિષ ના અનુસાર તમારું મૂલાંક કે શુભ અંક તમારા વિશેના ઘણા રાઝ ને ખોલે છે. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે તમે તમારો લકી નંબર કેવી રીતે જાણી શકશો.
જાણો તમારો લકી નંબર:

તમારો મૂલાંક જાણવા માટે તમારી જન્મ તારીખના અંકો ને જોડી દો. જેમ કે તમારો જન્મ 24 તારીખે છે તો 2+4=6. તેવી રીતે તમારું મૂલાંક 6 થયું.જો તમારી જન્મ તારીખ માં એક જ અંક છે તો તે જ અંક તમારો મૂલાંક થશે. જેમ કે 1, 9, 5 જન્મ તારીખ વાળાનું મૂલાંક ક્રમશ:1,9 અને 5 થશે.તમને જાણીને હેરાની લાગશે કે તમારું મૂલાંક(લકી નંબર) તમારા વ્યક્તિત્વને પણ દર્શાવે છે સાથે જ તેનો તમારા જીવનમાં થનારા અનેક ઘટનાક્રમો પર પણ તેનો ઘણો પ્રભાવ પડે છે.1 થી લઈને 9 સુધી દરેક અંકનો સ્વામી ગ્રહ હોય છે. રાશિઓના હિસાબથી પણ આ અંક ખુબ જ મહત્વ દર્શાવે છે, જો તમારો લકી નંબર અને રાશિના સ્વામી ગ્રહ એક જ છે તો તમે ખુબ જ ભાગ્યશાળી હોવ છો.2. પ્રાચીન કાળથી જ બાળકોની જન્મ તિથિના આધાર પર જ તેની રાશિ નક્કી કરીને તેનું નામકરણ કરવામાં આવતું હતું જેનાથી બાળકોની ઉપર પ્રતિકૂળ પ્રભાવ ન પડે. તો તમે પણ તમારો લકી નંબર કાઢી લો અને જાણી લો કે તમારા માટે કેટલો ખાસ છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here