એક એવો પરિવાર, 100 ખતરનાક જાનવરો કરે છે તેમની રખવાલી…દંગ રહી જશો ફોટોસ જોઈને – અહીં ક્લિક કરી જુવો

0

ઘરમાં અચાનક કોઈ જીવ ઘુસી જાય તો લોકોનાં શ્વાસ જાણે કે થંભી જતા હોય છે. સાથે જ તેઓ તેમને ઘરમાંથી દુર કરવા માટેના પણ પ્રયાસો કરતા હોય છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી આસપાસ ખતરનાક જાનવરો ઘૂમતા હોય તો તમે કઈ રીતે રહી શકશો?

સાંપ, ગરોળી, મગર, હરણ, ઉલ્લુ જેવા જાનવરોને તમે ઘણી વાર ઝૂ મા જોયાં હશે. આજે અમે તમને એક એવાજ ઘર વિશેની જાણ કરવા જઈ રહ્યા છીએ જ્યાં ઘરના દરેક લોકો આવાજ જાનવરોની સાથે પોતાનું જીવન વિતાવે છે. અને એ પણ કોઈપણ જાતના ભય વગર આરામથી.

મહારાષ્ટ્રનાં હેમલકાસા ગામમાં પ્રકાશ આમ્ટે અને તેમની પત્ની મંદાકિની રહે છે. આ બન્ને વ્યવસાયથી એક ડોક્ટર છે. તેમણે પોતાના ઘરમાં એનિમલ સેન્ચ્યુરી ખોલી રાખી છે. જેમાં 100 પ્રકારના ખતરનાક જીવ રહે છે.

જાનવરોને ઘર પર રાખવાનાં શૌખ વિશે ડોક્ટર પ્રકાશ આમ્ટેનું કહેવું છે કે એક વાર તેમણે ગામના માણસોને ભૂખ લાગવા પર એક વાંદરા ને મારતા જોયા છે. તે સમયે તેમણે લોકોને રોક્યા અને ખાવાનું આપવામાં આવ્યું. ત્યારથીજ તેમણે જાનવરોને પકડવાનું શરુ કરી દીધું હતું અને ગામના લોકોને આ બાબતની જાણકારી આપવાનું પણ શરુ કરી દીધું હતું.

તમને જણાવી દઈએ કે આ એનિમલ સેન્ચ્યુરીમાં 1970 માં શરુ થઈ હતી. સાથેજ આ જાનવરોનાં વિશે પ્રકાશનું કહેવું છે કે તેમના બાળકોને આ જાનવરોથી બિલકુલ પણ ડર નથી લાગતો અને કોઈ પણ જાતના ભય વગરજ તેઓ તેમની સાથે આરામથી રહે છે.

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.