એક એવા કરોડપતિ વાળંદ કે જેની પાસે રોલ્સ રોયલ છે ! વાંચો આખી કહાની….

0

રમેશ બાબુ એક એવા વ્યક્તિ છે કે જેમણે રોલ્સ રોયલ ખરીદી. રમેશ બાબુ એક એવા વાળંદ છે કે જે કરોડપતિ છે. આપણે વાર્તાઓમાં વાંચ્યું છે કે હીરો શોધવા માટે સખત પરિશ્રમ અને ખંતની જરૂર હોય છે અને ધીમે ધીમે આ હીરો શોધનારો જ હીરો બની જાય છે. રમેશ બાબુ પણ આવા જ એક હીરા માંથી એક છે.પ્રસિદ્ધ વ્યવસાયી બન્યા રમેશ બાબુ

રમેશજી એ થોડા થોડા પૈસા એકઠા કરીને 1994 માં એક મારુતિ કાર ખરીદી હતી. 2004 થી રમેશજીએ કાર ભાડે આપવાનો બિઝનેસ શરું કર્યો. શરૂઆતમાં એમની પાસે 5 થી 6 કાર જ હતી અમે 2014 માં એમની પાસે 200 કાર થઈ ચૂકી હતી. આટલું જ નહીં રમેશ બાબુ પાસે 75 મોંઘી કાર પણ છે, જેમાં ઓડી, બી.એમ.ડબ્લ્યુ. મર્શિડીસ અને પોર્સ જેવી કાર છે અને રમેશ બાબુ પાસે દસ સીટર કાર પણ છે.

એક સફળ વ્યવસાયનું નિર્માણ :

રમેશ બાબુ જણાવે છે કે 1994 થી હું ગંભીર રૂપથી હું કાર ભાડે આપવાના બિઝનેસમાં સક્રિય થયો. મારી પહેલી કંપની જેમની પાસેથી મેં કાર ભાડે લીધી એ ઇન્ટેલ હતી. એ સમયે નંદિની અક્કા ત્યાંના કાર્યકર હતાં અને એમણે મારી મદદ કરી હતી. ત્યારબાદ મેં કારના સમૂહ માટે વધારે કાર લોન લેવાનું વિચાર્યું. 2004માં મારી પાસે ફક્ત 5થી 6 કાર જ હતી. ત્યારબાદ હું મારા નાઈના વ્યવસાયમાં પણ ધ્યાન આપવા લાગ્યો. મેં ક્યારેય નાઈ બિઝનેસમાં પૂરું ધ્યાન રાખ્યું નથી કારણ કે એ સમયે નાઈના બિઝનેસમાં પણ હરીફાઈ સખત હતી. એ સમયે મારી પાસે નાની નાની જ કાર હતી. ત્યારે મેં વિચારી લીધુ હતું કે મારે વિશાળ અને આરામદાયક કાર લેવી છે કારણ કે આવી કાર બહુ ઓછા લોકો પાસે હતી.

જોખમ ઉઠાવવું

રમેશ બાબુએ 2004 માં એક વિશાળ અને આરામદાયક કાર ખરીદી. જ્યારે રમેશ બાબુએ કાર ખરીદી ત્યારે બધા જ લોકો એમને ના પાડતા હતા અને કહેતા હતા કે તમે બહુ જ મોટું જોખમ લઈ રહ્યા છો, કારણ કે એ સમયે એમણે 14 લાખ રૂપિયાની કાર ખરીદી હતી અને એ સમયે 14 લાખ એ ખૂબ જ મોટી રકમ હતી.એ સમયે રમેશ બાબુને પણ પોતાની જાત પર ભરોસો નહોતો પણ એમણે નક્કી કરી લીધુ હતું અને એ પણ કહ્યું હતું કે હું અસફળ થઈશ તો કાર વેચી દઈશ. રમેશ બાબુએ રિસ્ક તો લઈ લીધુ હતું અને આ જોખમે જ એમના સફળતાના દ્વાર ખોલી દીધા. એમને આ જોખમનો ફાયદો ભવિષ્યમાં થયો કારણ કે એ સમયે કોઈ ભાડે કાર માટે કંપની નહોતી કે જે આરામદાયક અને મોંઘી કાર ભાડે આપે અને આનો સીધો જ ફાયદો રમેશ બાબુને થયો.ત્યારે કેટલીક કંપનીઓ પાસે કાર હતી પણ જૂની થઈ ચૂકી હતી. ત્યારે રમેશ બાબુ બેંગ્લોરના એવા પહેલા વ્યક્તિ હતા કે જેઓએ નવી અને મોંઘી કારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય.

એક નજરમાં જોઈએ રમેશ બાબુની કહાની

1989 : રમેશ બાબુના પિતાએ એક વાળ કાપવાની દુકાન ખોલી હતી અને એ રમેશને આ દુકાન આપીને દુનિયામાંથી ચાલ્યા ગયા અને રમેશની મમ્મી દરરોજ 5 રૂપિયામાં દુકાન ભાડે આપીને ઘર ચલાવતી હતી.

1994 : રમેશ બાબુએ શિક્ષણ પૂરું કરવાની જગ્યાએ પોતાના પપ્પાની દુકાને બેસવાનું નક્કી કર્યું હતું અને તેમની દુકાન સ્કૂલના બાજુમાં જ હતી અને પોતે દુકાનને ઇનર સ્પેસ નામ આપ્યું હતું અને ફેશનેબલ હેર કટ માટે એ જાણીતા બન્યા હતા. એમણે કાર પણ ખરીદી હતી.

1997 : એ સમયે રમેશ બાબુ મારુતિ કારને અલગ અલગ લોકોને ભાડે આપતાં હતા. અને આજ વાત એમના જીવન માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ.

1990ના અંતમાં : રમેશ બાબુ સફળતાથી પોતાનો ટેક્સી બિઝનેસ ચલાવતા હતા અને એમણે એમની કંપનીનું નામ રમેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ આપ્યું હતું.

2004 : એ સમૃદ્ધ ગાડીઓને ભાડે દેવા લાગ્યા અને પોતાના બિઝનેસને અલગ જ દિશામાં લઈ ગયા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!