આદુવાળી ચા નાં 14 ફાયદા વાંચો…આયુર્વેદિક ફાયદાઓ ભાગ્યે જ કોઈને ખબર હશે… દરેક વ્યક્તિ વાંચે

આદુમાં અઢળક ઔષધિય ગુણો સમાયેલા છે આ વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. એટલે તો આદુનો અનેક વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. આદુને રોગોનું મારણ માનવામાં આવે છે. આમ તો આદુની તાસીર ગરમ હોય છે જેથી ઠંડીમાં આદુવાળી ચા પીવાના ફાયદા જ ગજબના છે. હવે ઠંડીની શરૂઆત થઈ રહી છે. તો તમે મન મૂકીને આદુવાળી ચા પી શકો તે પહેલાં અમે તમને તેના અદભુત લાભ જણાવીશું.

આદુવાળી ચા પીવાના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે આદુમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આદુ પાચન શક્તિને મજબૂત બનાવે છે અને શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરે છે એટલુ જ નહી પણ શરીરના તમામ અંગોને આદુવાળી ચા પીવાથી કોઈને કોઈ ફાયદા મળે જ છે. જો તમે પણ ચા પીવાના શોખીન છો તો તેમાં આદુ નાંખીને ચા પીવાના શું ફાયદા છે તે જાણવુ જ જોઈએ.

આયુર્વેદિક ફાયદા- આયુર્વેદમાં કહેવામાં આવ્યુ છે કે આદુવાળી ચા પીવાથી શરીરમાંથી વાત,પિત્ત અને કફ જેવા દોષ દૂર થઈ જાય છે અને તેના કારણે પેદા થતાં અનેક રોગો સામે રક્ષણ મળે છે. જેથી હવેથી માત્ર આદુવાળી ચા પીઓ અને સ્વસ્થ રહો.

શરદી-ખાંસી થાય દૂર- જો તમને કાયમ શરદી રહેતી હોય અને અથવા તો ખાંસી રહેતી હોય, તેના કારણે તમે બેચેની અનુભવતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આદુવાળી ચા તમારી આ સમસ્યાને કાયમી દૂર કરી દેશે કારણ કે આદુવાળી ચા પાવીથી તમને ગરમી મળશે અને શરદી ખાસીમાં રાહત થશે.

ભુખ ઉઘડશે- ઘણા લોકોને કોઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે.જે લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવી જોઈએ.આદુ વાળી ચા પીવાથી ભુખ ઉઘડે છે.આદુ વાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે એન્ઝાઇમ રિલીઝ કરે છે. જેનાથી ભુખ વધી જાય છે.

પાચન બને મજબુત- જો તમારી પાચન ક્રિયા નબળી હોય તો ખાવાનુ યોગ્ય રીતે પચતું નથી. જેના કારણે કબજીયાતની સમસ્યા ઉભી થાય છે. આદુ એ પાચ્ય પદાર્થની ગણનામાં અગ્રેસર છે. શરીરમાં પ્રવેશતાની સાથે જ અન્ય વાયુ છુટો કરે છે. જેના કારણે તમારી ડાયેજેસ્ટ સિસ્ટમ યોગ્ય રીતે થતા કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

આળસ થાય દૂર- આદુ શરીરમાં ઉર્જા ભરવાનુ કામ કરે છે.આદુ વાળી ચા પીવાથી શરીરમાં આખો દિવસ ઉર્જા બની રહે છે. રોજ આદુ વાળી ચા પીઓ અને પછી જુઓ દિવસ ભર પહેલા કરતા પણ કેટલા વધારે એક્ટીવ રહો છો.તાજગી સભર શરીર માટે આદુને આયુર્વેદ પણ કરે છે સાલમ.

શરીરની પ્રાણાલીને રાખે મદમસ્ત- ઠંડીની મોસમાં શરીર ઠુઠવાઈ ન જાય તે માટે આપણા વડવાઓ આદુથી ભરપુર વસાણા ખાતા અને ખવડાવતા. આજે પણ ગુજરાતમાં શિયાળામાં શરીરને ગરમી બક્ષતા વસાણા ખાવાની પરંપરા છે.આદુનો ઉપયોગ ન માત્ર શરદી-ખાંસી દૂર કરે છે પણ શકીકની સંચાર પ્રાણાલીને પણ અંદરથી ગરમ બનાવે છે.

વધતી ઉંમરને રોકે છે- આદુમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં હોય છે જે એન્ટી એંજીગ રોકે છે અને તમારી ત્વચા પર થતી કરચલીઓ પણ દૂર કરે છે.મોટાભાગના લોકોને આ સમસ્યા હોય છે કે ઉંમર વધવાની સાથે ચામડી લચી પડે છે.જો તમે પણ આવી સમસ્યાથી પીડાતા હો તો તમારે આદુ યુક્ત ચા પીવાનુ શરૂ કરવુ જોઈએ.આદુમાં ચહેરા પરની કરચલીઓ સાથે એન્ટી એજીંગની સમસ્યાને દૂર કરવાની ગજબની તાકાત રહેલી છે,પણ તેનો ફાયદો ત્યારે જ અનુભવી શકશો જ્યારે તેનો ઉપયોગ કરશો.

ઉબકામાંથી રાહત અપાવે – મુસાફરી કરતાં પહેલાં એક કપ આદુવાળી ચા પીવાથી મોશન સિકનેસ દ્વારા થનારી ઉલટીની સમસ્યા થતી નથી. સાથે જ ઉબકા આવતા હોય તો એક કપ ચા વડે તેનાથી રાહત મેળવી શકાય છે.

પેટને રાખશે ફિટ – આદુવાળી ચા પાચનની પ્રક્રિયાને સારી બનાવવાની સાથે ફૂડના અબ્સોર્પ્શનને વધારે છે અને વધુ ખાધા પછી બ્લોટિંગની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

તણાવમાંથી રાહત અપાવે – આદુવાળી ચામાં શાંત કરવાનો ગુણ જોવા મળે છે, જેથી તમારો તણાવ ઓછો થશે. આમ આદુના સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટીઝના કારણે તણાવમાંથી મુક્તિ મળે છે.

બળતરાને ઓછી કરશે – આદુમાં બળતરાને ઓછી કરવાનો ગુણ જોવા મળે છે, જેનાથી તે મસલ્સ અને સાંધાની સમસ્યાઓમાં થતી બળતરામાં રાહત આપે છે. આ ઉપરાંત આદુવાળી ચા પીવાથી સાંધાની બળતરામાં રાહત મળે છે.

શ્વાસ સંબંધી સમસ્યામાંથી છુટકારો – ઠંડીના સમયમાં નાક બંધ થતાં આદુવાળી ચા ઘણી અસરકારક હોય છે. વાતાવરણની એલર્જીથી થનારી શ્વાસ સંબંધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો.

બ્લડ સર્કુલેશનને સારું બનાવે –  આદુવાળી ચામાં જોવા મળતા વિટામિન, મિનરલ્સ અને અમીનો એસિડ બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવામાં મદદ કરે છે, જેનાથી કાર્ડિયોવેસ્કુલર સમસ્યાની સંભાવના ઓછી થઇ જાય છે. સાથે જ આદુ અર્ટરી પર ફેટને જમા થતા અટકાવે છે. આનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો થતો નથી.

માસિક ધર્મની પરેશાનીમાંથી આરામ અપાવે –  જે મહિલાઓ માસિક ધર્મના સમયે દુખાવો થતો હોય ત્યારે આ દુખાવામાંથી છુટકારો મેળવવા માટે મધની સાથે આદુવાળી ચાનું સેવન કરો.

સૌજન્ય: દિવ્ય ભાસ્કર

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!