16 મે થી 13 જુન 2018 અધિક માસ, અધિકમાસમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જુઓ ઉપાય…

0

અધિકમાસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ આનુ નામ આપ્યું છે પુરુષોતમ માસ..

આ મહિનામાં પૂજા અને ભક્તિ કરવાથી યમદૂતો ભાગી જાય છે. તેથી આ માસનો ખૂબ જ મહીમા છે.

આ માસ માં પુજન અચૅન કરવાથી વ્યક્તિને બધા જ પાપ નાશ થાય છે.

અધિક માસમાં આ વસ્તુ ન કરવી જોઈએ…

અધિકમાસમાં ઉપનયન સંસ્કાર, લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન સંસ્કાર, વાસ્તુ શાંતિ, ગ્રહશાંતિ, દેવ પ્રતિષ્ઠા, ઉપ નિર્માણ જેવી વસ્તુ અધિકમાસમાં ન કરવી.

જો તમે નવા નવા વસ્ત્રો અને અલંકાર પહેરવા ઈચ્છતા હોય તો આ મહિનામાં શુભ નથી.

આ મહિનામાં નામકરણ સંસ્કાર પણ શુભ નથી.

જો તમે કોઈ વ્રતનો પ્રારંભ કરવા ઈચ્છા હોય તો આ માસનો ન કરવું જોઈએ.

તમે કોઈ પ્રથમ યાત્રાએ જવા માગતા હોય, દીક્ષા લેવા માગતા હતા આ માસમાં ન કરવુ.

અધિકમાસમાં તમારે શું કરવું જોઈએ..

અધિકમાસમાં તમે તે તીથૅસ્થાન પર જઈ શકો છો તેમજ નિષ્કામ ભાવના રાખ્યા વગર હવન ,પૂજન, અન્નદાન કરવું જોઈએ.

રોગનિવારણ માટે ગ્રહોની શાંતિ, જપ, અનુષ્ઠાન, રુદ્ર પૂજન, અભિષેક કરી શકો છો.

પુત્ર જન્મે ત્યારે વિધિ, મરણ પામેલી વ્યક્તિનું શ્રાદ્ધ, ગર્ભાધાન, શ્રીમંત સંસ્કાર કરી શકો છો.

ગીતા પાઠ, ભાગવતનું અઘયન અને કોઈ પણ નિષ્કામ ભાવના વગર રાખેલ કાર્યનું ફળ તમને નિશ્ચિત મળશે.

ભગવાન શ્રીકૃષ્ણનો મહિનો હોવાથી શ્રીકૃષ્ણનુ નામ જપતા રહો.

જો તમારા જીવન માં બહુ જ બધી બાઘાવો આવેલ રહેલી હોય તો આ મંત્રનો જાપ કરો.

અને આ મંત્રનો જાપ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા તમારા ઉપર બની રહેશે.

“गोवर्धनधरं वन्दे गोपालं गोपरूपिणम्।
गोकुलोत्सवमीशानं गोविन्दं गोपिकाप्रियम्।।”

લેખક: નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.
————

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!