અઢી વર્ષના બાળકને ખોળામાં લઈને પત્નીએ આપી પોતાના શાહિદ પતિને વિદાઈ, છવાઈ ગયો સન્નાટો….

0

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતા લડતા શહિદ થયેલા મેજર કૌસ્તુભ રાણે ની પત્ની કનીકાએ જયારે ત્રિરંગાને પોતાના દિલ સાથે લગાવ્યો તો હજારો લોકોની આંખો ભરાઈ આવી હતી. અઢી વર્ષના દીકરા અગસ્ત્ય એ પણ તેના ખોળામાં બેસીને શહિદ પિતા ને છેલ્લી વિદાઈ આપી હતી.  પત્નીને ગર્વ પણ ભાંગી પડી માં:
મેજર અને કનિકા ના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા અને તેનો અઢી વર્ષનો છોકરો અગસ્ત્ય છે. નાના અગસ્ત્ય ને સમજમાં નોતું આવી રહ્યું કે આખરે શું થઇ રહ્યું છે.

ત્રિરંગા માટે પ્રેમ:ગાર્ડ ઓફ ઓનર પછી જેવા જ મેજર રાણેની પત્ની કનિકા રાણે ને ત્રિરંગો આપવામાં આવ્યો, તેમણે તેને દિલ સાથે લગાડી દીધો. જેવું જ મેજરની ચિતાને અગ્નિ આપવામાં આવી, માતા જ્યોતિ રાણે ની આંખો વહેવા લાગી. 7 ઓગસ્ટના રોજ જયારે જ્યોતિ પોતાના ગામ જઈ રહી હતી, રસ્તામાં તેને તેના દીકરાના શહીદ થવાની ખબર મળી હતી. જ્યોતિ રિટાયર્ડ સ્કૂલ ટીચર છે.

મળ્યું હતું સેના સમ્માન:તેના પરિવારમાં માતા-પિતા, એક બહેન, પત્ની કનિકા અને અઢી વર્ષ નો દીકરો છે. 26 જાન્યુઆરી મેજર રાણે ને સેના સમ્માન થી સમ્માનિત કરવામાં આવ્યા હતા અને તેને આજ વર્ષે મેજર બનાવામાં આવ્યા હતા.
ફિદા દેશ પર, અલવિદા દેશ માટે:xમીરા રોડ પર હજારો લોકોની ઉપસ્થિતિ માં કૌસ્તુભ ને છેલ્લી વિદાઈ આપવામાં આવી. આગળની 7 તારીખે આતંકીયો સાથે થયેલા હમલામા પોતાના સાથીઓ ની સાથે કૌસ્તુભ પણ શહીદ થઇ ગયા હતા.
દુઃખની આ ઘડીમાં મેજર કૌસ્તુભ ના પિતા પ્રકાશ રાણે એ કહ્યું, ”મારો દીકરો દેશને કામ આવ્યો છે. તે બહાદુરી દેખાડીને શાહિદ થયો છે. તેના સાથી જણાવે છે કે કૌસ્તુભ બાળપણથી જ સેનાએ માં જાવા માગતો હતો અને પોતાના દેશ પ્રતિ તેને બાળપણ થી જ લગાવ હતો.
તુમ્હારે હવાલે વતન સાથિયો:ઉત્તર કાશ્મીરના ગુરેજ સેક્ટર માં આતંકીયો થી લડતા શહીદ થયેલા મેજર કૌસ્તુભ ની સાથે ત્રણ સિપાઈ મનદીપ સિંહ રાવત, હમીર સિંહ અને વિક્રમ જીત પણ શહિદ થયા હતા. રાજકીય સમ્માન ની સાથે આ જવાનોને વિદાઈ આપવામાં આવી હતી.
જવાનોએ એમાંના બે આતંકીઓને મારી પાડ્યા હતા. તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઈની મીરા રોડ પર સ્થાનીય લોકોએ પીળા ફૂલ પાથર્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here