અડદ પાક રેસિપી ❤️ શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે, આજે જ ઘરે બનાવો સ્વાસ્થ્યવર્ધક અડદિયા પાક…

0

હેલો મિત્રો,
શિયાળા ની ફૂલગુલાબી ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો એક એવી રુતુ છે કે એમાં બધાં જ પ્રકાર નાં શાકભાજી મળે છે. અને વસાણા પણ આજ સિઝન માં બનાવાય છે. તો આજે આપણે એક એવો જ વસાણું બનાવાના છે. જેનું નામ છે ” અડદ પાક ❤️ ”

અડદ પાક એ પ્રખ્યાત શિયાળા સ્પેશિયલ ગુજરાતી વસાણું છે. જે તમને ઠંડી થી તો બચાવે જ છે અને સાથે સાથે શરીર માં ગરમી નું પ્રદાન પણ કરે છે.અડદ દાળ, ગુંદર, દેશી ઘી અને મિકસ ડ્રાય ફ્રુટસ થી બનતું આ વસાણું ખુબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે બનાવીએ શિયાળા સ્પેશિયલ વસાણું ” અડદ પાક ❤️ ”

બનાવવા માટેની સામગ્રી :-

  • 2 કપ સફેદ અડદ ની દાળ નો લોટ
  • 1 કપ દૂધ
  • 1 કપ ઘી
  • 250 ગ્રામ ખોયા ( માવા )
  • 1 કપ ગુંદર ( ઘી માં શેકેલું )
  • 1 કપ સમારેલાં મિકસ ડ્રાય ફ્રૂટસ ( આમાં મેં કાજુ, બદામ, દ્રાક્ષ અને પિસ્તા લીધાં છે.)
  • દોઢ ચમચી ઈલાયચી પાવડર
  • દોઢ ચમચી લવિંગ પાવડર
  • 3 ચમચી સૂંઠ પાવડર
  • 1 ચમચી ગંઠોડા પાવડર

સુગર સીરપ બનાવવા માટે :-

    • દોઢ કપ ખાંડ
  • એક કપ પાણી

ગાર્નિશીંગ માટે :-
કાજુ બદામ ની કતરણ

પુર્વ તૈયારી :-
૧.સૌ પ્રથમ એક પેન લો અને તેમાં ઘી નાંખો અને એક કપ ગુંદર નાખો અને તેને થોડું શેકાવા દો.
ગુંદર ઘી માં શેકાય જાય એટલે તેને ઠંડુ કરીને ખાંડી દો.અને આ શેકેલા ગુંદર નો પાવડર બનાવી લો અને સાઇડ માં રાખો.

૨.પછી એક મોટી થાળી લો. અને તેમાં અડદ ની દાળ નો લોટ, દુધ અને ઘી મિકસ કરી લો. અને તેને ધાબો આપો. એટલે કે એને મિકસ કરીને થપ થપાવી લો. અને 10 મિનિટ સુધી એમ જ રહેવા માટે મુકી દો. ( ફોટો માં દર્શાવ્યા મુજબ )

બનાવવા માટે ની રીત :-
૧.સૌ પ્રથમ એક ઊંડી કઢાઈ લો અને તેમાં ઘી નાંખો અને પછી તૈયાર કરેલા લોટ નું મિશ્રણ નાંખો. અને ગેસ ને મીડિયમ આંચ પર રાખીને બ્રાઉન કલર આવે ત્યાં સુધી કુક થવા દો.

૨.આ બાજુ એક સોસ પેન લો અને તેમાં ખાંડ અને પાણી મુકો અને તેની ચાસણી બનાવો. એક તાર ની ચાસણી બનાવવાની છે. અને સાઇડ પર રાખો.

૩.હવે અડદ નાં લોટ નું મિશ્રણ બ્રાઉન કલર નું થઇ જાય એટલે તેમાં શેકેલો અને ખાંડેલો ગુંદર અને ખોયા મિકસ કરો અને ફરીથી 5-7 મિનિટ સુધી કુક થવા દો. હવે ગેસ બંધ કરી દો અને તેમાં મિકસ ડ્રાય ફ્રૂટસ અને બધાં તેજાના નાંખી ને એક વાર સારી રીતે મિક્સ કરી લો.અને મિશ્રણ ને ઠંડું થવા મુકી દો.

4.જ્યારે મિશ્રણ હુંફાળુ હોય ત્યારે તેમાં ખાંડ ની એક તાર ની ચાસણી નાંખી ને બધું સારી રીતે મિક્સ કરી લો.

5.પછી એક મોટી થાળી લો અને તેને ઘી થી ગ્રીસ કરી લો. પછી મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માં ટ્રાન્સફર કરો અને સારી રીતે પ્રેસ કરી દો અને તેની ઉપર કાજુ બદામ ની કતરણ સજાવી દો. અને થોડું પ્રેસ પણ કરી લો. જેથી તે વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય. અને ઠંડું થવા સાઇડ પર મુકી દો.

6.સેટ થઇ ગયા પછી તમે તમારા મન પસંદ શેપ માં કટ કરી લો અને ડબ્બા માં ભરી લો.

તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ વસાણું ” અડદ પાક ❤️ ”
આ અડદ પાક ને તમે સવાર નાં નાસ્તા માં મસાલા ચા કાંતો કૉફી સાથે ખાઈ શકો છો.તમે ઘરે અચુક થી ટ્રાય કરજો અને કેહજો કે આ અડદ પાક તમને કેવો લાગ્યો!! લેખિકા :- કીર્તિ જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here