એકટર સુનીલ શેટ્ટી કરવા માગતા હતા આ સુંદર એક્ટ્રેસ સાથે લગ્ન, પણ પૂરી ના થી શકી તેની પ્રેમ કહાની, આ હતું કારણ…

0

સુનીલ શેટ્ટી જો કે પોતાના જમાનાના એકદમ દમદાર એકટર માનવામાં આવતા હતા. સુનીલે પોતાના કેરિયરમાં કુલ 110 ફિલ્મો કરી હતી. તેણે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1992 માં ફિલ્મ ‘બલવાન’ દ્વારા કરી હતી, સુનીલ હંમેશાથી લોકના ફેવરીટ એક્ટર રહ્યા છે. પણ આજે અમે તમને એવી વાત કહેવા જઈ રહ્યા છીએ જેની જાણ સુનીલનાં ફેંસને પણ નહિ હોય. જાણકારી અનુસાર એક સમય હતો જયારે સુનીલ બોલીવુડની ફેમસ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ને ખુબ જ પ્રેમ કરતા હતા. જણાવી દઈએ કે ફિલ્મ ‘ભાઈ’ ની શુટિંગ દૌરાન સુનીલે સોનાલી સામે લગ્ન નો પ્રસ્તાવ પણ રાખ્યો હતો પણ સોનાલીએ ઇનકાર કરી નાખ્યો હતો.   તે સમયે સુનીલ પહેલાથી જ મેરીડ હતા છતાં પણ તેને સોનાલી સાથે પ્રેમ થઇ ગયો.તેઓએ બન્ને સાથે ઘણી એવી ફિલ્મોમાં કામ પણ કર્યું છે જેમ કે ‘ટક્કર’, ‘સપુત’, ‘કહર’, ‘ભાઈ’ અને લોકોને આ જોડીને ખુબ પસંદ પણ કરી હતી. અને તે સમયે આ જોડી પરફેક્ટ ગણાવામાં આવતી હતી.ઘણી એવી ફિલ્મોમાં એકસાથે કામ કરવાને લીધે આ બંને એક બીજાના ખુબ જ કરીબ આવી ગયા હતા. પણ સુનીલ મેરીડ હતા માટે તે આ લગ્ન ન કરી શક્યા અને બીજી બાજુ તે પોતાની પત્નીને છોડવા પણ માગતા ન હતા.
એક્ટર ગોવિંદાએ એક ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું હતું કે જો સુનીલ નાં લગ્ન ન થયા હોત તો તે ચોક્કસ સોનાલી સાથે લગ્ન કરી લેતે. સુનીલ અને ગોવિન્દા એક બીજાના ખુબ ક્લોઝ ફ્રેન્ડ છે. સુનીલ અને સોનાલીએ જે અલગ થવાનો નિર્ણય લીધો તે એકદમ યોગ્ય હતો અને બાદમાં સોનાલીએ પણ વર્ષ 2002 માં લગ્ન કરી લીધા હતા.

જણાવી દઈએ કે સુનીલે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા અને તેના લગ્ન તેની બાળપણની મિત્ર માના સાથે નક્કી થયા હતા. તેના થકી તેના બે બાળકો પણ છે આથીયા શેટ્ટી અને અહાન શેટ્ટી. સુનીલની દીકરી આથીયા શેટ્ટી બોલીવુડની એક જાણીતી એક્ટ્રેસ છે, હાલ સુનીલ પોતાના ફેમીલી સાથે ખુબ જ ખુશ છે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!