અભિનેતા, ખલનાયક, કોમેડિયન અને લેખક કાદરખાનની 1 ઈચ્છા રહી ગઈ હતી અધૂરી ને બૉલીવુડનો બદલાતો માહોલ જોઈને તેમને ઉતરી ગયો ઈન્ડસ્ટ્રીઝનો મોહ….જાણો આ પીઢ અભિનેતા સાથે જોડાયેલી તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો….

0

અભિનેતા, ખલનાયક, કોમેડિયન અને લેખક કાદર ખાને પોતાની 81 વર્ષની આયુએ આ દુનિયાને અલવીદા કહી ચાલ્યા ગયા.તેમનો જન્મ 11 ડિસેમ્બર, 1937 ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. 43 વર્ષીય ફિલ્મ કારકિર્દીમાં, તેમણે લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તેમના છેલ્લા જન્મ દિવસ પર લોકોને ઓળખી શકતા હતા પણ કશું બોલી શકવા માટે અસર્મ્થ હતા. ઉંમર વધતાં તેમના સ્વાસ્થ્યમાં પણ ગિરાવટ આવી હતી. તેઓ ઘણા સમયથી બીમાર જ હતા.

કાદર ખાનના જીવનની વાત કરીએ તો તેમનું જીવન બાળપણમાં ઘણું ગરીબીમાં જ વીત્યું હતું. એકવાર તેમની માતાએ તેમને કહ્યું કે જો તમે ગરીબીને દૂર કરવા માંગતા હોવ તો અભ્યાસમાં ધ્યાન આપો. તેમને તેમની માતાની વાત સાચી લાગી ને તે માત્ર ને માત્ર ભણવામાં જ ધ્યાન આપતા હતા. અભ્યાસ સાથે, લેખન માટે પણ તેમનો રસ વધતો ગયો. તેમણે ઇસ્માઇલ યુસુફ કૉલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું તેઓ એમ.એચ. સબુ સિદ્દિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર હતા
કૉલેજના વાર્ષિક ફંક્શનમાં તેમને દિલીપ કુમારે જોયા અને તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યા. તેઓ એ 1972માં આવેલી ફિલ્મ ‘ જવાની- દિવાની’ માં ડાઈલોગ લખીને તેમણે બૉલીવુડમાં કદમ મૂકયા. ફિલ્મોમાં સંવાદો લખતી વખતે તેમને સંવાદો સાથે એક્ટિંગ કરવાની તક મળી. તેમણે 1973 માં ફિલ્મ ‘દા ‘ સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી.

એક ઘટના પછી બદલાયું કિરદાર :
શરૂઆતમાં, કાદર ખાને ફિલ્મોમાં વિલનની ભૂમિકા નિભાવી. તેમની ગણતરી બોલિવુડના ફેમસ વિલનમાં થતી હતી. પરંતુ એક ઘટના પછી તેમણે બોલિવુડમાં કોમેડિયનની ભૂમિકા નિભાવવા લાગ્યા. એકદિવસ તેમનો દીકરો સ્કૂલેથી લડાઈ કરીને ઘરે આવ્યો. ત્યારે બધા જ છોકરા તેને ખીજવતા હતા કે તેના પપ્પા વિલન છે. ખરાબ વ્યક્તિ છે. આ સાંભળીને તે આશ્ચર્યમાં મૂકાઈ ગયા ને પછી તેઓ સારો રોલ કરવા લાગ્યા.

અધૂરી રહી ગઈ એક ઈચ્છા :
કાદરખાનની એક ઈચ્છા હજી સુધી પૂરી થઈ નથી. તેમણે એક ઇન્ટરવ્યુમાં જમાવ્યું હતું કે, તે અભિતાભ, જયા પ્રદા અને અમરીશ પૂરીને લઈને ફિલ્મ ‘ જાહિલ’ બનાવવા માંગતા હતા. પરંતુ આવું થયું નહી. ‘કૂલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન, બીગ બી નો અકસ્માત થયો . તેઓને મહિનાઓ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે અમિતાભ સારા થયા ત્યારે તે અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયા. પછી અમિતાભ રાજકારણમાં ગયા. અને આખરે ફિલ્મ જ બંધ થઈ ગઈ.

ફિલ્મ ઉદ્યોગનો મોહ છૂટી ગયો –

કાદર ખાનના પુત્ર સરફરાઝ એક મુલાકાતમાં જણાવે છે કે, તેમને ફિલ્મ જગતનો બધો જ મોહ ઉતરી ગયો. આખું વાતાવરણ બદલાઈ ગયું. દોસ્તી, યારી બધુ જ પૂરું થઈ ગયું. હવે લોકો કામ થી કામ જ રાખે છે. તેમના ઘણા ચાહકોએ તેમને કામ માટે કહ્યું. પરંતુ તે તેમની વાત પર અટલ રહ્યા ને જણાવતા કે તેમને હવે ફિલ્મોમાં કામ કરવું નથી.

આ ફિલ્મોમાં કર્યું હતું કામ :
કાદર ખાને પોતાની ફિલ્મ કારકિર્દી 1972માં આવેલી ફિલ્મ ‘ દાગ’ જોઈને કરી હતી. આ ઉપરાંત તેમણે અદાલત ‘(1976),’ પરવરીશ ‘(1977), “દો ઓર દો પાંચ (1980),’ યારાના ‘(1981),” ખૂન કા કર્જ “(1991),” દિલ હી તો હૈ ( 1992), ‘કુલી નં. 1 (1995), “તેરા જાદુ ચલ ગયા ” (2000), “કિલ દિલ ‘(2014). આ ઉપરાંત તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here