એસિડ અટૈક થી જીવંત લક્ષ્મી ને આપ્યું હતું સાથ નિભાવાનુ વચન તે પણ છોડીને ચાલ્યો ગયો, હવે એકલી જ કરી રહી છે 3 વર્ષની દીકરી ની સંભાળ…

0

એસિડ અટૈક સર્વાઈવર અને એક્ટિવિસ્ટ લક્ષ્મી અગ્રવાલ ની મદદ માટે અભિનેતા અક્ષય કુમાર આગળ આવ્યા છે. લક્ષ્મી એ એક ઇન્ટરવ્યૂ માં જોબલૅસ થવાની વાત કરતા કહ્યું કે અહીં દયા તો મળે છે પણ પૈસા નથી મળતા. લક્ષ્મી અત્યારે ઠોકરો ખાવા માટે મજબુર બની ગઈ છે. તેની પાસે ન તો કોઈ નોકરી છે કે ન તો પોતાની દીકરી નું ભરણ પોષણ કરવા માટેના પૈસા. દિલ્લી ના લક્ષ્મી નગર માં ભાળા પર બે બેડરૂમ વાળું ઘર છે જેનું ભાળું ચૂકવવું પણ હવે તેની આર્થિક સ્થિતિ ની બહાર છે. જેની સાથે તે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી તેણે પણ લક્ષ્મી અને તેની દીકરી ના ખર્ચા ઉઠાવા માટેનો ઇન્કાર કરી દીધો. અમુક વર્ષ પહેલા લિવ ઈન માંથી અલગ થઇ ગયેલા લક્ષ્મી ના પાર્ટનર આલોક દીક્ષિત નું કહેવું છે કે તે હવે લક્ષ્મી અને દીકરી પિહુ ને પૈસા ની કોઈ જ મદદ કરી નહિ શકે.અભિનેતા અક્ષય કુમારને જયારે આ બાબત ની જાણ થઇ તો તેણે તરત જ તેના બેન્ક એકાઉન્ટ માં 5 લાખ રૂપિયા ટ્રાંસફર કરી દીધા.

અક્ષયે લક્ષ્મી ની મદદ ને લઈને કહ્યું કે, ”મેં ખુબ જ નાની એવી જ મદદ કરી છે. તેની પાછળ મારો હેતુ એ છે કે લક્ષ્મી જોબ શોધી શકે અને પોતાની દીકરી ની પરવરીશ કોઈપણ જાતની ચિંતા વગર કરી શકે”. ”હું કહેવા માગું છું કે લોકો એ સમજે કે જયારે વ્યક્તિ ને જીવવા માટે બેઝિક વસ્તુ ની જરૂર રહે છે ત્યારે મેડલ, એવોર્ડ્સ કે પછી સર્ટિફિકેટ કામ નથી આવતા. આવા સમયમાં આપણે તેઓને મદદ માટે સપોર્ટ કરવો જોઈએ.

સોશિયલ મીડિયા પર લક્ષ્મી ને મળી મદદ:

લક્ષ્મી કહે છે કે,”હું દરેકનો ધન્યવાદ પાઠવું છું અને તે વ્યક્ત નથી કરી શકતી કે અત્યારે મને કેવો અનુભ થઇ રહ્યો છે. મારા ઇન્ટરવ્યૂ સામે આવ્યા ના અમુક કલાકો પણ નથી થયા કે મને 200 જેટલા કોલ્સ આવી ગયા છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ લોકોએ મદદ માટે પોતાનો હાથ આગળ વધાર્યો છે”.

”માત્ર અક્ષય કુમાર જી જ નહીં પણ મને એક વ્યક્તિ એ 10,00 ની પણ મદદ કરી છે. આ સિવાય કાશ્મીર થી એક વ્યક્તિ એ 15,000 અને એક પત્રકારે 16,000 રૂપિયા મારા એકાઉન્ટ માં ટ્રાંસફર કર્યા છે. આ સિવાય મને ઘણી એવી જોબ ની ઓફર્સ પણ આવવા લાગી છે”.

જણાવી દઈએ કે, આ તે જ લક્ષ્મી છે જેને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા ની પત્ની મિશેક ઓબામા થી 2014 માં International Women of Courage Award મળ્યો હતો.  તેની સાથે જ લક્ષ્મી એ 2016 માં લંડન ફેશન વીક માં હિસ્સો પણ લીધો હતો, અને ઘણા ટીવી અને વેબ શો માં પણ કામ કર્યું છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here