જ્યારે સાચા થયા હતા પોતાના જ બોલેલા શબ્દો અને અંતરિક્ષમાં જ વિલીન થઇ ગઈ કલ્પના ચાવલા, આજે વાંચીએ એમના જીવનનો કિસ્સો

0

દેશની પહેલી મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાએ ન ફક્ત અંતરિક્ષના વિશ્વમાં સફળતા મેળવી પણ બધા જ વિદ્યાર્થીઓને સપનું જોતા શીખવી ગઈ. ભલે 1 ફેબ્રુઆરી 2003ના રોજ કોલંબિયા સ્પેસ શટલના દુર્ઘટનાગ્રસ્ત થવાની સાથે જ કલ્પનાની દુનિયામાંથી વિદા થઇ ગઈ, પણ તે આજે પણ વિશ્વ માટે એક મિસાલ છે. તેના એ શબ્દો સત્ય થઇ ગયા જે તે બોલી હતી, ‘હું અંતરિક્ષ માટે બની છું.’હરિયાણાના કારનાળમાં જન્મેલી કલ્પનાએ ચંડીગઢના વિદ્યાર્થીઓ માટે એક સંદેશ મોકલ્યો હતો. સંદેશમાં તેને કહ્યું હતું, “સપનાઓને સફળતામાં બદલી શકાય છે. તેની માટે જરૂરી છે તમારી પાસે દૂરદ્રષ્ટિ, સાહસ અને સતત પ્રયાસ કરવાની લગન. તમને બધાને જીવનમાં ઊંચી ઊંડાણ ભરવા માટે શુભકામનાઓ.”કલ્પના પોતાના કોલેજના દિવસોમાં કરાટે શીખી હતી. તે બેડમિન્ટન પણ રમ્યું અને દોડમાં પણ ભાગ લીધો. પોતાના સપનાઓને સાચા કરવા માટે તે વર્ષ 1982માં અમેરિકા ગઈ અને યુનિવર્સીટી ઓફ ટેક્સાસથી એરોસ્પેસ એન્જીનીયરીંગમાં માસ્ટર્સ ડિગ્રી લીધી. તેમની પાસે સીપ્લેન, મલ્ટી એન્જીન એરોપ્લેન અને ગ્લાઈડર માટે કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ હતું. એ ગ્લાઈડર અને એરોપ્લેન માટે સર્ટિફાઈડ ફલાઇટ ઇન્સ્ટ્રક્ટર પણ હતી.કલ્પનાને માર્ચ 1995માં નાસાના અંતરિક્ષ યાત્રીની કોર ટીમમાં સામેલ કરવામાં આવી અને તેમને 1997માં પોતાની પહેલી અંતરિક્ષ ઊંડાણ માટે પસંદ કરવામાં આવ્યા. 1997માં પોતાની પહેલી યાત્રા દરમ્યાન કલ્પનાએ અંતરિક્ષમાં 372 કલાક વિતાવ્યા હતા. જ્યારે કલ્પનાની બીજી અંતરિક્ષ યાત્રા 16 જાન્યુઆરી 2003ના રોજ શરુ થઇ હતી. કલ્પના ચાવલા હંમેશા યુવાનોને સપનાને સાકાર કરવાની વાત પર જોર આપતી રહેતી હતી.તેમને કહ્યું હતું, “જો તમારી પાસે કોઈ સપનું હોય તો તેને સાકાર કરવાનો પ્રયાસ કરો. આ વાતથી જરાક પણ ફરક નથી પડતો કે તમે એક સ્ત્રી છો. ભારતથી છો કે કશે બીજેથી. જ્યારે તારા અને આકાશગંગાઓ જોવો તો એવું લાગે છે કે અમારું અસ્તિત્વ કોઈ વિશેષ ભૂમિને કારણે નહિ પરંતુ સૌર મંડળના કારણે છે.” કલ્પના ચાવલાએ એક સંબોધનમાં કહ્યું હતું કે હું હંમેશાથી જ અંતરિક્ષ યાત્રી બનવા માંગતી હતી. મને લાગે છે કે હું અંતરિક્ષ માટે જ બની છે. કલ્પનાની આ વાત સાચી જ સાબિત થઇ અને બધા માટે મિસાલ બની કલ્પના ચાવલા પોતાની અંતરિક્ષ યાત્રા દરમ્યાન અંતરિક્ષમાં જ હંમેશા માટે વિલીન થઇ ગઈ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here