આ છે બૉલીવુડ ની શુશીલ અને સંસ્કારી 5 અભિનેત્રીઓ, જેમણે આજ સુધી ફિલ્મોમાં નથી કર્યા KISSING સીન્સ….

0

આજના સમયમાં બૉલીવુડ ફિલ્મોમાં કિસિંગ સીન કે ઈંટીમેન સીન થવા એક સામાન્ય બાબત બની ગઈ છે પણ જો 80 ને 90 ના દશક ની વાત કરીયે તો તે સમયે આવા કોઈપણ પ્રકારના અશ્લીલ દ્રશ્યો જોવા મળતા ન હતા, છતાં પણ પહેલાની ફિલ્મો સુપર હિટ સાબિત થતી હતી. એવામાં જો પહેલાની ફિલ્મોમાં કિસિંગ સીન ને દેખાડવાનું હોય તો અચાનક જ તેઓની વચ્ચે ફૂલ આવી જાતું હતું. પણ જેમ જેમ જમાનો બદલાતો ગયો તેમ તેમ તેઓની વચ્ચે થી આ ફૂલ હટતું ગયું છે એટલે કે હવે કિસિંગ સીન ખુલ્લેઆમ દેખાડવામાં આવે છે. પણ એવામાં આજે અમે તમને અમુક એવી સુંદર અને સફળ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે આજ સુધી એક પણ કિસિંગ સીન્સ કર્યા નથી.

1. શિલ્પા શેટ્ટી:
બૉલીવુડ ની ફેમસ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ બૉલીવુડ ની ઘણી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આટલી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ શિલ્પાએ એ એક પણ ફિલ્મમાં કિસિંગ સિમ કર્યા નથી તે હંમેશા આવા સીન્સ થી દૂર જ રહી છે.

2. સોનાક્ષી સિંહા:બૉલીવુડ ના એક જમાનાના અભિનેતા શત્રુઘ્ન સિન્હા ની દીકરી સોનાક્ષી સિંહા એ ઘણી એવી સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, અને હાલ તે બૉલીવુડ ની એક સફળ અભિનેત્રી બની ગઈ છે. તે હંમેશા થી બૉલીવુડ માં કિસિંગ સીન ને લઈને દૂર જ રહી છે અને કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલા કિસિંગ સીન ન કરવાની શરત રાખે છે.

3. તમન્ના ભાટિયા:સાઉથ અને બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સુંદર અભિનેત્રી તમન્ના ભાટિયા ને પણ ફિલ્મોમાં કિસિંગ સીન આપવા પસંદ નથી.તે એકદમ બેસ્ટ અદાકારા છે. તેમણે આજસુધી એકપણ ફિલ્મોમાં કિસિંગ સીન નથી આપ્યા અને ન તો ક્યારેય આપશે.

4. અસીન:અસીન એ આમિર ખાન ની સાથે ફિલ્મ ગજની દ્વારા બૉલીવુડ માં એન્ટ્રી લીધી હતી. સાથે જ તે સાઉથ ઇન્ડસ્ટ્રી ની પણ ખુબ જ ફેમસ અભિનેત્રી છે. અસિને પોતાની પહેલી ફિલ્મ ગજની માં ખુબ જ સુંદર અભિનય કર્યો હતો, પણ તે હંમેશા કિસિંગ સીન કરવાથી બચે છે. તેણે આજ સુધી એક પણ ફિલ્મોમાં કિસિંગ સીન કર્યા નથી.

5. હંસિકા મોટવાની:સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની ફેમસ અને સુંદર અભિનેત્રી હંસિકા મોટવાની નું નામ પણ આ જ લિસ્ટ માં આવે છે. તેમણે સાઉથ ની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે તેના સિવાય તેમણે બોલીવુડની પણ ઘણી એવી ફિલ્મોમાં સારો એવો અભિનય કર્યો છે, પણ તેમણે કિસિંગ સીન આજ સુધી એક પણ ફિલ્મોમાં કર્યા નથી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here