અભિનેત્રી જુહી ચાવલા ના એવા દિવસો આવ્યા કે વાંચીને તમે દુઃખી થઇ જશો…

0

સિતારાઓ ની દુનિયા પણ ખુબ મજેદાર હોય છે. જો કે તેઓની ગ્લેમર લાઈફ ની પાછળ પુરી દુનિયા દીવાની છે. પણ ઘણા સેલિબ્રિટીઝ એવા પણ છે, જેઓ કંઈક અલગ જ દુનિયાને પસંદ કરે છે. એવી જ એક એક્ટ્રેસ છે જુહી ચાવલા. 90 ના દશક ની આ ટોપ એક્ટ્રેસ અને પૂર્વ મિસ ઇન્ડિયા હાલના દિવસોમા ખેતી કરી રહી છે. 51 વર્ષ ની જુહી પોતાના પતિની રેસ્ટોરેન્ટ માટે આગળના 7 વર્ષો થી ઓર્ગેનિક ફળ-શાકભાજીઓ ઉગાડી રહી છે.એક વાર ચાખી લીધું તો નહિ ખાવ બીજું કંઈપણ:

સામાજિક મુદ્દાઓ પર પોતાની બેબાક રાય રાખનારી જુહી ચાવલા, સોશિયલ વર્ક માં ખુબ દિલચસ્પી રાખે છે. અમુક સમય પહેલા જ તેમને વુમન ઓફ ઇન્ડિયા ઓર્ગેનિક ફેસ્ટિવલ ના મુંબઈ સંસ્કરણ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવામાં આવી હતી. જુહી એ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે,”એક વાર જો તમને આ ઓર્ગેનિક ફળ-શાકભાજીઓ નો મીઠો સ્વાદ મળી જાય તો તમે બજારમાં રહેલા કેમિકલ માં ડૂબેલા પ્રોડક્ટ્સ ક્યારેય નહીં ખરીદો”.આવી રહી છે જુહી ની ફિલ્મ:

સિનેમા ની દુનિયામાં જુહી હાલના દિવસોમાં વિધુ વિનોદ ચોપરા ના પ્રોડક્શન હાઉસ ની ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ ની શુટિંગ કરી રહી છે. તેની પહેલા તેને 2016 માં ‘ચૉક એન્ડ ડસ્ટર’ માં જોવામાં આવી હતી.માંડવા માં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજીઓ:
જુહી ની પાસે બે ફાર્મ હાઉસ છે. એક માં તે ઓર્ગેનિક શાકભાજીઓ ઉગાડે છે, આ જગ્યા માંડવા માં આવેલી છે. તેને જુહી એ ખુદ ખરીદ્યું છે. તે કહે છે કે, ”મારી પાસે ઈન્વેસ્ટ કરવા માટે અમુક પૈસા હતા. કોઈકે મને સુજાવ આપ્યો કે જમીન માં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. મેં માંડવા માં 10 એકડ ની જમીન ખરીદી અને અહીં ઓર્ગેનિક શાકભાજીઓ ઉગાડી રહી છું, જે મારા પતિ ના રેસ્ટોરેન્ટ ના કિચન સુધી પહોંચે છે”.

વાડા માં કરે છે ફળોની ખેતી:
જુહી વાડા(મહારાષ્ટ્ર) સ્થિત પોતાના બીજા ફાર્મહાઉસ પર ઓર્ગેનિક ફળો ની ખેતી કરે છે. તે જણાવે છે કે તેના પિતા ખેતી કામ કરતા હતા અને તેમણે વાડા માં 20 એકડ ની જમીન ખરીદી હતી.પિતાના નિધના પછી શરૂ કરી ખેતી:
તે કહે છે કે,”મને ખેતી વિશે કંઈપણ જાણકારી ન હતી. જયારે મેં ખેતી યોગ્ય જમીનમાં ઈન્વેસ્ટ કર્યું હતું, ત્યારે એક એક્ટ્રેસ ના રૂપમાં હું ખુબ વ્યસ્ત હતી અને મારી પાસે ધ્યાન આપવા માટે સમય પણ ન હતો. પિતાના નિધન પછી મારું તેના પર ધ્યાન પડ્યું. હું આગળના 7 વર્ષથી અહીં ખેતી કરી રહી છું. મારી પાસે કેરીના 200 થી વધુ ઝાડ વાળા બગીચા છે જેમાં ચીકુ, પપૈયા અને દાડમ ના પણ અમુક ઝાડ છે”.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here