60 કલાક પાકિસ્તાનની કેદમાં રહયા બાદ પણ અભિનંદનનો જોશ છે હાઈ, જલ્દી જ કોકપીટમાં પરત ફરવા આતુર

0

પાકિસ્તાનના લડાકુ વિમાન F-16ને તોડી પાડીને પછી 60 કલાક સુધી પાકિસ્તાની સૈન્યની કેદમાં રહયા બાદ ભારત પરત ફરેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનન જોશ અને જુસ્સો હજુ પણ પહેલાં જેમાં જ કાયમ છે. પાકિસ્તાનની કેદમાં પણ પોતાના સાહસનો પરિચય આપ્યો અને પોતાના મિગ-21થી દુશ્મન સેનાના લડાકુ વિમાનને તોડી પાડીને અભિનંદન દેશના હીરો બની ચુક્યા છે. હવે તેઓ ફરીથી લડાકુ વિમાન ઉડાવવા માંગે છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, વિંગ કમાન્ડર અભિનંદને પોતાના વરિષ્ઠ અધિકારીઓને કહ્યું છે કે તે જલ્દી જ કોકપીટમાં પરત ફરવા માંગે છે.

પાકિસ્તાની સૈન્યની કેદમાં રહેલા અભિનંદનને પાકિસ્તાન સરકારે 60 કલાક બાદ અટારી-વાઘા બોર્ડર પર ભારતને સોંપ્યો હતો અને ત્યાંથી સીધા જ તેમને દિલ્હીમાં આર્મીના રિસર્ચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની તપાસ કરવામાં આવી હતી અને તેમનું MRI સ્કેન પણ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા તપાસ કરવામાં આવી હતી કે પાકિસ્તાનની કેદમાં રહેવા દરમ્યાન તેમના શરીરમાં કોઈ પ્રકારની જાસૂસી ચિપ કે અન્ય બગ તો નથી લગાવવામાં આવ્યું. આ સિવાય તેમના શરીરની સંપૂર્ણ તપાસ પણ કરવામાં આવશે કે પાકિસ્તાને તેમના શરીર સાથે અન્ય કોઈ પણ પ્રકારના ચેડા તો નથી કર્યા ને.આ તપાસમાં સામે આવ્યું કે તેમને પાંસળીના નીચેના ભાગમાં ઇજા થઇ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઇજા તેમને વિમાનથી નીચે ઉતારતા સમયે થઇ હશે. પછી પાકિસ્તાનીઓએ તેમની સાથે મારપીટ પણ કરી હતી. નિયમો અનુસાર, દુશ્મન દેશની કેદમાંથી આવેલા દરેક સૈનિકની ડીબ્રિફિંગ એટલે કે કેદમાં રહયા દરમ્યાનની જાણકારી માટે પૂછતાછ અને બગ સ્કેનિંગ કરવામાં આવે છે.

બે દિવસથી વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને દિલ્હીમાં આર્મીના રિસર્ચ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને અહીં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હોસ્પિટલમાં ડોક્ટરોની એક ટિમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખ્યે બેઠી છે. દરમ્યાન અભિનંદને વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ઈલાજ કરી રહેલા ડોક્ટરોને કહ્યું કે તે જલ્દી જ ફરીથી વિમાન ઉડાવવાનું શરુ કરવા માંગે છે. વરિષ્ઠ અધિકારીએ પણ કહ્યું છે કે તેમની કોશિશ રહેશે કે તેઓ જલ્દીથી જલ્દી કોકપીટમાં પરત ફરે.

27 ફેબ્રુઆરીએ તેઓ ઘુસી આવેલા પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનને ખદેડતા પાકિસ્તાનના એક F-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું, અને આમ કરનાર તેઓ વાયુસેનાના પહેલા પાયલોટ બની ગયા હતા. આ દરમ્યાન તેમનું વિમાન મિગ-21 પણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેઓએ વિમાનને છોડીને પેરાશૂટથી ઉતરવું પડ્યું હતું. તેઓ પેરાશૂટ દ્વારા પાકિસ્તાનમાં જઈ પડયા હતા, જ્યા તેમને પાકિસ્તાની સેનાએ કેદ કરી લીધા હતા. તેઓ 1 માર્ચના રોજ ભારત પરત ફર્યા હતા અને અહીં તેમનું એક હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here