આઝાદીના સમયે 10 ગ્રામ સોનાની કિંમત તમને હેરાન કરી દેશે, જાણો દિલચસ્પ જાણકારી….

0

આજના સમયમાં 10 ગ્રામ સોનુ ખરીદવા માટે એક સામાન્ય પરિવારને ઘણું બધું વિચારવું પડતું હોય છે કેમ કે તેની કિંમત ખુબ જ વધુ હોય છે. પણ લગ્ન કે કોઈ અન્ય ખાસ મૌકા પર તેને ખરીદવું જરૂરી હોય છે. પણ શું આઝાદીની સાથે-સાથે આપણને ગોલ્ડ ખરીદવાની પણ આઝાદી મળી છે? 15 ઓગસ્ટના રોજ પુરા દેશે પોતાનો 72 મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. લાલ કિલ્લા પર દરેક વખતની જેમ પ્રધાનમંત્રી એ ત્રિરંગો લહેરાવ્યો અને ભાષણ પણ આપ્યું અને પછી એક બેહતરીન પરેડ પણ થઇ હતી, જેની તૈયારીઓ ઘણા સમય પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. આજાદી ના 71 વર્ષ થઇ ગયા છે અને એટલા વર્ષો માં મોંઘવારી થી લઈને ડોલર ની કિંમત અને સોનાની કિંમત માં ઘણો ઉતાર-ચઢાવ આવ્યો છે. 15 ઓગસ્ટ 1947 આજાદી ના સમયે 10 ગ્રામ સોનાની કિંમત તમને હેરાન કરી દેશે, કેમ કે તેમાં ઘણો ફર્ક જોવા મળશે. તે સમયથી અત્યારના સમય સુધીમાં ઘણો ફર્ક આવી ચુક્યો છે અને ઘણી નવી ટેંકનીકો નો વિકાસ થયો છે. હવે જો તે સમયમાં ડોલરની કિંમત પૂછવામાં આવે તો કદાચ જ કોઈને ખબર હશે..

આઝાદી ના સમયે 10 ગ્રામ સોનાની કિંમત:આજે ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં 6 માં નંબર પર છે અને આજનું ભારત આઝાદી ના ભારત થી અનેક ગણું વધુ પ્રોગ્રેસ કરી ચૂક્યું છે. વર્ષ 1947 માં એક ડોલરની કિંમત એક રૂપિયા હતી પણ આજના સમયમાં એક ડોલરની કિંમત 70.07 રૂપિયા માં સ્તર પર આવી ગઈ છે. એટલે કે આટલા વર્ષોમાં ડોલરમાં એટલો ફર્ક આવી ગયો છે સાથે જ તેના સિવાય આઝાદીના સમયે સોનાની 10 ગ્રામ સોનાની કિંમત 88.62 રૂપિયા હતી પણ આજ 71 વર્ષો પછી 10 ગ્રામ સોનુ ખરીદવા માટે લગભગ 30,000 રૂપિયા ચૂકવવા પડે છે.

સાથે જ આજના સમયમાં લોકો ગોલ્ડ પર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને ગોલ્ડ ને એક પ્રોપર્ટી ના હેતુથી જોવામાં આવી રહ્યું છે.આટલા વર્ષો માં ઘણુંબધું બદલાઈ ગયું છે જેની સાથે જ મોંઘવારી પણ આકાશે જઈને પહોંચી છે. વર્ષ 1950 માં સોનાનો ભાવ 99 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો અને વર્ષ 1953 સુધી સ્થિર રહ્યું પણ પછી વર્ષ 1953 માં તેની કિંમત 73 રૂપિયા પ્રતિ ગ્રામ થઇ ગઈ હતી. પછી વર્ષ 1959 સુધી ફરી ઉછાળ આવ્યો અને 10 ગ્રામ સોનાનો ભાવ 102 રૂપિયા થઇ ગયો હતો.વર્ષ 2000 માં 10 ગ્રામ સોનાની કિંમત 4400 રૂપિયા થઇ ગઈ હતી જે તેના પછી નિયંત્રિત થઇ ગઈ અને વર્ષ 2013 આવતા આવતા 10 ગ્રામ સોનાની કિંમત 3300 રૂપિયા થઇ ગઈ હતી. આ પડાવ પર સોનાના સફરને ખુબ જ ઝડપી ઉછાળ માર્યો. વર્ષ 2013 માં કોંગ્રેસ સરકારમાં રૂપિયાની કિંમત પડી ગઈ જેના લીધે વિત્ત મંત્રી ના ભારતના લોકોને સોનાને ખરીદવા માટેની અપીલ કરી હતી આજ વચ્ચે સોના આયાત કરવા પર ટૈક્સ પણ 2 થી 10 રૂપિયા સુધી વધારવામાં આવી ગયા હતા. ભારતમાં સોના નું ખુબ જ મહત્વ થઇ ગયું છે કોઈ પણ તહેવાર હોય તો પણ ભારતીય મહિલાઓને સોનુ પહેરવું જ પડે છે. અને એવું પણ કહેવામાં આવે છે કે ગોલ્ડ વગર મહિલાઓ અધૂરી લાગે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here