ફેમસ ગાયિકા નેહા કક્ક્ડે હાલમા જ પોતાના માટે નવો આલીશાન આશીયાનો બનાવ્યો છે. એટલુંજ નહીં તેમણે ઘર બનાવતી વખતે આ એક વાતનું ધ્યાન જરૂર રાખ્યું છે. જાણો શું છે તેમના બંગલામાં…
નેહાએ આ ઘર ઋષિકેશ માં બનાવ્યું છે. અહીં ના હનુમંત પુરમ ગલી નંબર 3 માં બનાવેલું ભવ્ય અશિયાનાનું ગૃહ પ્રવેશ 8 ફેબ્રુઆરીના રોજ કર્યું છે. ઘરના ગૃહ પ્રવેશ વખતે નેહા અને તેના પરિવારે ગરીબ લોકોને ચાદર વહેંચી હતી. તેની સાથે નેહાએ એક નવી મર્સીડીસ ગાડી પણ ખરીદી હતી.
જણાવી દઈએ કે નેહા કક્કડના નવા આશીયાનામાં એક પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ પણ બનેલું છે. એટલું જ નહીં તેમના ઘરમાં લિફ્ટ પણ બનાવી છે. નેહા પોતાના બે માળ ના ઘરમાં ઉપરના માળે રહે છે અને ત્યાંજ પોતાનો બેડરૂમ પણ બનાવ્યો છે.
ઘરની ખાસ વાત એ છે કે નેહાના આંગણામાં એક મંદિર બનાવ્યું છે. મંદિરમાં તેમને ખાસ કરીને માં શેરવાલીની એક મૂર્તિ રાખી છે. આમ તો આ કોઈનાથી નથી છૂપ્યુ કે નેહા માં શેરવાલીની ભક્ત છે. તે પોતાના કેરિયર ની શરૂઆતથી જ આ માતા ના જાગરણમાં પણ ભજન ગાતી હતી. નેહા હંમેશા થી કહેતી આવી છે કે આજે હું જે પણ છું એ માતા-પિતાના અને માં શેરવાલીના આશીર્વાદથી જ છું.
આ ખાસ મોકા પર રાજ્યપાલ બેબી રાની મોર્ય પણ ઘરની શોભા વધારવા આવી હતી. તેમને નેહા કક્ક્ડને યુટ્યુબ માં સૌથી વધારે સર્ચ થતી વ્યક્તિ તરિકે જણાવી હતી. જાણકારી મુજબ તેના નવા ઘરમાં હજી અમુક કામ ચાલી રહ્યું છે, જેમાં માતાની નાની મૂર્તિને હટાવીને મોટી મૂર્તિ લગાવાનું કામ ચાલુ છે.
સ્કૂલ ની બહાર સમોસા વહેંચતા હતા નેહા કક્ક્ડ ના પાપા, આજે એક ગીત ની લે છે આટલી ફી…
29 વર્ષ ની ઉંમર માં નેહા કક્ક્ડ ના ગીતો પર આજે પુરી દુનિયા ઝૂમવા લાગે છે, પણ અહીં સુધી પહોંચવાની જે રાહ છે તે ખુબ જ મુશ્કિલ ભરી રહી છે.
ઋષિકેશ થી મુંબઈ સુધી ની સફર નક્કી કરનારી નેહા કક્ક્ડ નું જીવન સંઘર્ષ થી ભર્યું રહ્યું છે. નેહા 4 વર્ષ ની હતી, ત્યારથી જ ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી.
2006 માં પહેલી વાર ઇન્ડિયન આઇડલ ઓડિશન ના બીજા સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી.
નેહા કક્કડ ઉત્તરાખંડ ની રહેવાસી છે. જણાવી દઈએ કે ઋષિકેશ ની જે સ્કૂલ માં નેહા ની સ્કૂલિંગ થઇ છે તે સ્કૂલ ની બહાર તેના પિતા સમોસા વહેંચવાનું કામ કરતા હતા. નેહા એકદમ સામાન્ય પરિવાર માં મોટી થયેલી છે પણ તેના સપનાઓ સામાન્ય બિલકુલ પણ ના હતા. દેવી જાગરણ મા ગાઈ ને નેહા એ ખુદ ના અવાજ ને નીખાર્યું હતું. અહીંથી જ તેની બૈજિક ટ્રેનિંગ થઇ હતી.
નેહા એ ખુદ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે વાત ને લઈને તેને સ્કૂલ ના અન્ય બાળકો ચીઢવતા હતા, પણ નેહા એ ક્યારેય પણ પોતાનું મનોબળ ને પડવાં દીધું ન હતું.
પોતાના પિતાના આદર્શો અને પોતાની મહેનત ના બલ પર નેહા એ આજે આ મુકામ મેળવ્યો છે. આજે નેહા એક ગીત ના લાખો રૂપિયા લે છે.
જણાવી દઈએ કે હાલમાં જ નેહા એ મર્સીડીઝ બેન્ઝ ની શાનદાર SUV GLS350d ખરીદી છે. નેહા એ આ જાણકારી ખુદ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર ફોટો પોસ્ટ કરીને આપી છે. આ દરમિયાન નેહા એ લખ્યું કે,”છોટી સી લડકી કી બડી સી ગાડી”.
જણાવી દઈએ કે નેહા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. નેહા એ પોતાના એકાઉંટ પર પોતાની નવી ફોટો પોસ્ટ કરી છે, જેમાં તે પોતાના હાથમાં ફૂલો નો ગુલગસ્તો લઈને ઉભેલી છે. નેહા ની આ ગાડી ની કિંમત 82 લાખ રૂપિયા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
