આવી છોકરી સાથે લગ્ન થતાં જ ખૂલી જાય છે છોકરાનું નસીબ …..! ખાસ લેખ વાંચો

દરેક છોકરાની એક જ ઈચ્છા હોય છે કે એને ગુણીલ, શુશીલ ને સંસ્કારી છોકરી પત્ની તરીકે મળે અને લગ્ન થતાં જ નસીબ ખૂલી જાય એવી ભાગ્યશાળી પણ હોય. તો આ ભાગ્ય તમે જોઈ શકો છો. હવે એની આંગળળીઓમાં પણ. સમુદ્રશાસ્ત્ર અનુસાર, વ્યક્તિની આંગળીની બનાવટ પરથી જ એનું ભાગ્ય અને સ્વભાવ નક્કી થતું હોય છે.જે છોકરીઓની હથેળીમાં આંગળીઓ ગોળ અને લાંબી હોય છે એ છોકરીઓ એના પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. આવી છોકરીઓ પર મા લક્ષ્મી ખૂબ પ્રસન્ન હોય છે. ને જેની સાથે લગ્ન થાય એનું ભાગ્ય તો ખૂલી જ જાય છે સાથે સાથે સમાજમાં માન સન્માન પણ એટલું જ મળતું હોય છે.જે છોકરીઓની આંગળીઓ ગોળ અને લાંબી હોય છે. એ છોકરીઓનું નસીબ ખૂબ જ સારું અને પ્રગતિશીલ હોય છે. એના લગ્ન થતાં જ પતિને ખૂબ સુખ સમૃદ્ધિ મળે છે. એ ઉપરાંત વિલાસપૂર્ણ જીવન અને સફળતા ખૂબ મળે છે.

જે છોકરીઓની આંગળીઓ આગળથી પાતળી ને બધી બાજુ બરાબર હોય છે એ છોકરીઓ ખૂબ જ સંસ્કારી અને ગુણિયલ હોય છે.જમવાનું બનાવવાથી લઈને બધા જ કામમાં ખૂબ હોંશિયાર હોય છે. એમને શાંતિપૂર્ણ વાતાવરણ ખૂબ ગમે છે. એટ્લે ઘરમાં પણ એવું જ વાતાવરણ બનાવી રાખે છે.

જે છોકરીઓની આંગળીઓ ઝૂકેલી હોય છે. એવી છોકરીઓ ખૂબ ખર્ચાળ હોય છે. અને સાથે સાથે ખૂબ જ શોખીન પણ હોય છે. આવી છોકરીઓ સાથે લગ્ન કરનાર છોકરો ખૂબ સુખી થાય છે. પરંતુ એનું વ્યક્તિગત જીવન થોડું મુશકેલીઓ વાળું જરૂર રહે છે.

સીધી , લાંબી અને ચીકાશ ધરાવતી આંગળીઓ વાળી છોકરીઓ ખૂબ જ નસીબદાર હોય છે. આને મા લક્ષ્મીનું સ્વરૂપ જ માનવામાં આવે છે. જે ઘરમાં જશે એ ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ થશે. સાથે સાથે પતિની આયુમાં પણ વધારો કરે છે ને સમાજમાં મન સન્માન પણ અપાવી શકે છે. આવી સ્ત્રીઓ પોતાના પરિવારને સાથે લઈને સમાજમાં આગળ વધતી હોય છે.

જે જે છોકરીઓની આંગળીઓ આગળથી પાતળી ને બધી બાજુ બરાબર હોય છે એ છોકરીઓનું લગ્ન જીવન ખૂબ સુખમય પસાર થતું હોય છે. આવી સ્ત્રીઓને એમના પતિ સાથે ખૂબ જ મનમેળ રહે છે ને સમાજમાં આદર્શ દંપતી તરીકે પણ ઓળખાય છે.
જે છોકરીઓની આંગળીઓ હથેળીનાં પ્રમાણમાં ખૂબ નાની હોય છે એ ખૂબ જ ખર્ચાળ હોય છે. પણ લગ્નજીવનમાં ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી સ્ત્રીઓને પતિ સાથેનો વ્યવહાર ખૂબ જ સરસ હોય છે. પરંતુ જીવનમાં આગળ આવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે.જે છોકરીઓની હથેલી ભેગી કરતાં વચ્ચે જગ્યા રહે છે. એવી છોકરીઓ ખૂબ નસીબદાર હોય છે. પરંતુ લગ્ન જીવન મધ્યમ રહેતું હોય છે. પરિવાર સાથે સંબંધો મધુર રહે છે. ક્યારેક જીવનમાં એક ખૂબ ખુશી મળી જાય છે તો ક્યારેક તરસવું પણ પડે છે.

જે છોકરીઓની આંગલીઓમાં ત્રણ ઢોળાવ હોય છે એનું જીવન બધી બાજુથી ખૂબ સુખમય બની રહેતું હોય છે આવી છોકરીઓને કિસમતનો ખૂબ સાથ મળતો હોવાથી ઓછી મહેનતે વધારે સફળતા મેળવી લેતી હોય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!