”આવા” 6 પ્રકારના શારીરિક સંબંધ બનાવનાર વ્યક્તિ બને છે નપુંસક – વાંચો શાસ્ત્રોમાં શું કહેલું છે

હિન્દુ ધર્મમાં એકથી વધીને એક ધર્મ ગ્રંથ છે. એક એવો ધર્મગ્રંથ છે ગરુડ પુરાણ, જેમાં વ્યક્તિના મૃત્યુથી સંબંધિત જાણકારીઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગરુડ પુરાણનો પાઠ વ્યક્તિના મોત બાદ વાંચવામાં આવે છે. આ ધર્મગ્રંથમા આ વાતની જાણકારી અપાઈ છે કે, વ્યક્તિની આત્મા આ લોકથી પરલોક કેવી રીતે પહોંચે છે. આ ઉપરાંત આ ધર્મગ્રંથમાં એ તમામ બાબતોનો ઉલ્લેખ મળે છે, કે, જીવનમાં કેવી રીતે કર્મ કરવાથી મૃત્યુ બાદ આત્માને પ્રાપ્ત કરી શકાય છે. આત્મા સ્વર્ગમા જશે કે નરકમા, કે પછી તેને નવો જન્મ પ્રાપ્ત થશે. આ તમામ બાબતોના લેખાજોખા આ ગ્રથમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યા છે.

કદાય તમે એ જાણીને ચોંકી જશો કે, જન્મ-મરણના રહસ્યો બતાવનાર ગ્રંથ સ્ત્રી-પુરુષના સંબંધો સાથે જોડાયેલ રહસ્ય પણ બતાવે છે. પુરુષ હોય કે સ્ત્રી, બંને યૌન સંબંધોને લઈને કેવી રુચિ દાખવે છે, કેવા કેવા કર્મ કરે છે, તેના અનુસાર આવતા જન્મમાં તેમને શું હાંસિલ કરી શકાય. ગરુડ પુરાણની આ વાતોને આપણે વિસ્તારથી જાણીએ.

1. નરકમાં પણ યાતના:
જે સ્ત્રી પોતાના પતિને છોડીને કોઈ બીજા પુરુષ સાથે સંબંધ સ્થાપિત કરે છે, તે પાપની ભાગીદાર બને છે. મર્યા બાદ એવી આત્માને યમલોકની યાતના પણ સહેવી પડે છે. એટલુ જ નહિ ત્યાં ગરોળી, સાપ કે ચામાચિડીયુંના રૂપમાં પણ જન્મ લેવો પડે છે.

2. બળાત્કારી પુરુષ:
જો કોઈ પુરુષ કોઈ કન્યાનું શારીરિક શોષણ કરે છે, તો મૃત્યુ બાદ તેની આત્મા નરકમાં ભયાનક દંડ ભોગવે છે. જો તે આત્મા બીજો જન્મ અજગરનો લઈને આવે છે.

3. સ્ત્રીનું અપમાન:
કોઈ પણ સ્ત્રીના દામન પર કીચડ ઉછાળાર વ્યક્તિ ગરુડ પુરાણના અનુસાર, આવતા જન્મમાં નપુંસક બને છે.

4. મિત્રની પત્ની સાથે સંબંધ:
પોતાના મિત્રને દગો કરીને તેની પત્ની સાથે સંબંધ બનાવનારને ગરુડ પુરાણમાં મહાપાપી ગણવામાં આવ્યો છે. આવી વ્યક્તિની આત્મા મર્યા બદા પણ ગધેડાના રૂપમાં જન્મ લે છે.

5. ગુરુની પત્ની સાથે સંબંધ:
જે વ્યક્તિએ પોતાના ગુરુ પાસેથી શિક્ષા લીધી અને બાદમાં તેની પત્ની સાથે સંબંધ બનાવ્યો, તો મૃત્યુ બાદ તેને નરકમાં જગ્યા મળે છે. આવી વ્યક્તિને દંડના રૂપમાં કઠોર દંડ મળે છે. આવી ચરિત્રવાળા વ્યક્તિનો આવતો જન્મ ગરોળીના રૂપમાં થાય છે.

6. મહિલાનું અપહરણ કરનારા:
કોઈ પણ મહિલાનું તેની મરજી વિરુદ્ધ અપહરણ કે હરણ કરનારને ગરુડ પુરાણમા મહાપાપી કહેવામાં આવ્યો છે. આવા પુરુષની આત્મા મર્યા બાદ પરલોકમાં કષ્ટ ભોગવે છે. આવા આદમીને બ્રહ્મરાક્ષસના રૂપમાં જન્મ મળે છે. બ્રહ્મરાક્ષસ એક અદ્રશ્ય જીવ છે, જે કોઈને પણ દેખાતો નથી.

સૌજન્ય: સંદેશ

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!