પુલવામા આતંકી હુમલામાં પર બોલીવુડના સેલિબ્રિટીનો ગુસ્સો ફાટી નીકળ્યો, મહાનાયક અમિતાભ એ એવું લખ્યું જે વાંચીને તમારી આંખો ભરાઈ આવશે

0

જમ્મુ-કાશ્મીર ના પુલવામા ના અવન્તીપુરા ના ગૌરીપુરા વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) ના કાફલા પર આતંકી હુમલો થયો છે, જેણે દેશને દુઃખ માં મૂકી દીધું છે. આ ઘટનાથી પૂરો દેશ ગુસ્સા માં આવી ગયો છે. ઘટના પર બૉલીવુડ એ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. જાણકારી ના આધારે લગભગ 2500 યુવાનોના કાફલા માંની એક બસ ને આતંકી એ 350 કિલો ની ભારે ગાડી થી ટક્કર મારી અને તેમાં સીઆરપીએફ ના 40 યુવાનો શહિદ થઇ ગયા છે. જૈશ-એ-મોહમ્મદ એ આ હુમલાની જવાબદારી લઇ લીધી છે અને તેના આતંકી આદિલ અહમદ ડાર એ સીઆરપીએફ કાફલા પર હુમલા ને અંજામ આપવા માટે 350 કિલો  IED (Improvised Explosive Device) નો ઉપીયોગ કર્યો હતો. આ હુમલા પછી દુનિયાના ના ઘણા દેશો એ ભારત સરકાર અને જનતા ના પ્રતિ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરે છે.

1.સલમાન ખાન:સલમાન ખાન એ ટ્વીટર પર આ ઘટના ની નિંદા કરતા લખ્યું કે દેશ પ્રેમ માટે પોતાનો જીવ આપી દેનારા સીઆરપીએફ યુવાનો ની શહીદી પર મારું હૃદય ખુબ રોઈ રહ્યું છે.જેમણે આપણા પરિવાર ની સુરક્ષા માટે પોતાનો જીવ આપી દીધો.

2. અક્ષય કુમાર:
રિપોર્ટ અનુસાર અભિનેતા અક્ષય કુમાર એ ઘટના પર લખ્યું કે પુલવામા માં સીઆરપીએફ યુવાનો પર આ આતંકી હુમલા પર વિશ્વાસ નથી થઇ રહ્યો,અમે તેને ક્યારેય ભૂલી નહિ શકીયે. ભગવાન આ શહીદો ની આત્માને શાંતિ પ્રદાન કરે અને ઘાયલો ના જલ્દી જ સ્વસ્થ થવાની કામના કરું છું.3. વિક્કી કૌશલ:ફિલ્મ ઉરી ના અભિનેતા વિક્કી કૌશલ એ આ આતંકી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું કે પુલવામાં આતંકી હુમલા ની જાણકારી મળ્યા પછી હું ખુબ જ દુઃખી છું, જે પણ બહાદુર યુવાન ના હુમલામાં શહિદ થયા છે મારું દિલ તેઓના પરિવર માટે રોઈ રહ્યું છે, ઘાયલ યુવાનો જલ્દી જ સ્વસ્થ્ય થઇ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું.
4. પ્રિયંકા ચોપરા:
આ સિવાય અભિનેત્રી પ્રિયંકા ચોપરા એ પણ કહ્યું કે,”પુલવામાં માં થયેલો આતંકી હુમલો હેરાન કરી દેનારો છે, નફરત નો કોઈ જવાબ નથી હોતો. ભગવાન, હુમલામાં શહીદ થયેલા યુવાનો અને તેના પરિવારના લોકોને મજબૂતી પ્રદાન કરે.

5. રણવીર સિંહ:ગલી બોય અભિનેતા રણવીર સિંહ એ ટ્વીટર પર દુઃખ વ્યક્ત કર્યું છે અને લખ્યું કે-”પુલવામાં માં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલો ધૃણાપૂર્ણ અને કાયરતા ભરેલો છે. આપણા બહાદુર જવાનો ના પરિવારના લોકો માટે મારી સંવેદનાઓ છે”.6. ઋષિ કપૂર:
આ દિવસોમાં ન્યુયોર્ક માં પોતાની બીમારી નો ઈલાજ કરાવી રહેલા અભિનેતા ઋષિ કપૂર એ પણ આ આતંકી હુમલા ની નિંદા કરી અને કાયરતાભર્યું જણાવ્યું હતું. તેમણે ટ્વીટ માં લખ્યું-”આ હુમલો કાયરતા ને દર્શાવે છે,અમે બહાદુર  જવાનોના પરિવાર ના લોકોની સાથે ઉભેલા છે”.7. અનુષ્કા શર્મા:
અનુષ્કા શર્મા લખે છે કે-”પુલવામાં માં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલા ની ખબર જાણતા જ ખુબ દુઃખ થયું છે, મારી સંવેદનાઓ અને પ્રેમ શહીદ પરિવાર માટે”.
8. અમિતાભ બચ્ચન:
બૉલીવુડ ના મહાનાયક અમિતાભજી એ દુઃખ પ્રગટ કરતા લખ્યું કે,”પુલવામા થી દુઃખ આપનારી ખબર આવી રહી છે, જયારે લોકો પ્રેમ નો દિવસ મનાવે છે ત્યારે નફરત પણ પોતાનો પરચો દેખાડે છે, મારા વિચાર અને પ્રાર્થના શહીદ પરિવાર ની સાથે છે”.9. જાવેદ અખ્તર:ફેમસ કવિ અને ગીતકાર જાવેદ અખ્તર એ ટ્વીટ કરતા લખ્યું કે,”સીઆરપીએફ થી મારો ખુબ જ ખાસ સંબંધ રહ્યો છે, મેં કલમ ને કાગળ પર રાખતા પહેલા તેઓનું ગીત લખ્યું છે, હું ઘણા સીઆરપીએફ ના અધિકારોને પણ મળી ચુક્યો છું અને બહાદુરો માટે તેઓ પાસેથી હંમેશા સમ્માન અને પ્રેમ શીખ્યું છે. હું શહીદો માટે દુઃખ વ્યક્ત કરું છું”.10. રિતેશ દેશમુખ:
અભિનેતા રિતેશ દેશમુખ પણ આ ઘટના થી દુઃખી થઈ ગયા છે. તેમણે લખ્યું કે,”આ કાયરતાપૂર્વક હુમલા માં શહિદ થયેલા અમારા જવાનો ના પરિવાર માટે મારી હાર્દિક સંવેદનાઓ, આતંકિઓએ એકવાર ફરીથી કાયરાતા ની સાબિતી આપી જે સહનશીલતા ની બહાર છે”.11. અનુપમ ખેર:અનુપમ ખેર એ કહ્યું કે,”આ કાયરતા ભરેલા હુમલા ને જાણ્યા પછી હું અંદર થી ખુબ જ દુઃખી અને ગુસ્સે પણ છું. જે પરિવારે પોતાનો ભાઈ, દીકરો, પતિ, પિતા ને ગુમાવ્યા છે તેઓ માટે મારી હાર્દિક સંવેદનાઓ અને આપણા ઘાયલ જવાનોના જલ્દી જ ઠીક થઇ જવાની કામના કરું છું’.12.પ્રીતિ ઝિન્ટા:
જમ્મુ કાશ્મીર ના પુલવામાં માં સીઆરપીએફ યુવાનો પર થયેલા હુમલા ની જાણકારી થી અમે પણ ખૂબ દુઃખી છીએ, અમે શહીદ થયેલા લોકો ના આત્મા ને શાંતિ તથા ઘાયલ થયેલા યુવાનો ના જલ્દી જ સ્વસ્થ થઇ જવાની કામના કરીયે છીએ.Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here