ના આપો કોઈને આ તમારી 6 વસ્તુઓ નહીતર થશો હેરાન, જાણવા જેવું વાંચો

0

કોઈને મદદરૂપ થવી સારી વાત છે. ઘણા માણસો પોતાની ચીજ વસ્તુઓ બીજાને વાપરવા આપતા હોય છે. સારી બાબત છે કે આનાથી ભાઈ ચારો વધે. પણ તમને જાણીને એ નવાઈ લાગશે કે તમારે જો તંદુરસ્ત રહેવું હોય તો અમુક તમારી વ્યક્તિગત વસ્તુઓ કોઈને પણ આપવી જોઈએ નહિ. અને કદાચ જો આપવી જ પડે તો પછી એને કાયમ માટે આપી દો. એ પાછી લેવાની મુર્ખામી તમે ના કરતા. જોઈએ કઈ છે આ વસ્તુઓ..!!

• ચશ્માં અથવા ગોગલ્સ

ચશ્માં અથવા ગોગલ્સ દરેક વ્યક્તિએ પોતાના જ વાપરવા.દરેક વ્યક્તિને પોતાની એક અલગ તાસીર હોય છે. દરેકની ત્વચા અને આંખની આજુબાજુનો વિસ્તાર એક સરખો હોતો નથી. ઘણીવાર મિત્રો એક બીજાના ચશ્માં પહેરવાનો આગ્રહ રાખતા હોય છે જેને કારણે આંખ ના રોગો ના વાઈરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિના શરીરમાં ફેલાતા હોય છે.

• બુટ અથવા મોજડી !!!..

ઘણા લોકો પોતાના બુટ બીજાને પહેરવા માટે આપતા હોય છે. બુટ લાંબો સમય પહેરવાથી પગના તળિયે અને આજુબાજુના વિસ્તારોમાં પરસેવો વળવાથી એક જાતની ફૂગ પેદા થાય છે, એ બુટ બીજો પહેરે તો એ ફૂગ એના પગમાં લાગે છે. કોઈને વારંવાર બુટ આપવાથી એના ચામડીના રોગો બુટ કે મોજડી મારફતે આપણા માં આવતા હોય છે. સામાન્ય રીતે ઘરે મહેમાન આવે ત્યારે આવી સમસ્યા વધુ જોવા મળે છે.આના માટે ઘરે એક બે જોડ બુત કે મોજડી અલગ જ રાખવા જેથી કોઈ સમસ્યા ના સર્જાય.

• સ્કાર્ફ અને હાથ રૂમાલ !!!

મોઢે બાંધેલો સ્કાર્ફ અને ખિસ્સામાં રહેલો હાથ રૂમાલ પણ એક બીજા વાપરતા હોય છે આના કારણે પણ સંક્રમણ ના રોગો ફેલાઈ શકે છે.. ખાસ કરીને ગામડામાં જમણવાર વખતે લોકો બીજા ના હાથ રૂમાલ થી પોતાના હાથ અને મોઢા લુછે છે.. ઘણા લોકો તો જમવા બેસતા પહેલા હાથ રૂમાલ થી થાળી અને વાટકો લૂછે અને પછી એ જ હાથ રૂમાલ થી જમ્યા પછી મો અને હાથ લૂછે છે આનો શો મતલબ?? થાળીમાં રહેલ બેક્ટેરિયા થાળીમાં થી સાફ કરીને મોઢે જ લગાડવા ના ને!!! બહેનો પણ પોતાનો સ્કાર્ફ પોતે મોઢા પર ઓઢે અને પછી એ જ સ્કાર્ફ થી પોતાના નાના બાળકોના નાક લૂછે અને વળી એ જ સ્કાર્ફ બીજી બહેનોને મોઢે બાંધવા આપે.. આવા કારણોસર જ કદાચ આપણે માંદા પડવા માટે મહેનત નથી કરવી પડતી.

• ઈયર ફોન!!

ઈયર ફોન પણ સહુએ પોતાના જ વાપરવા જોઈએ.. આપણા ઈયર ફોન બીજાના કાનમાં જવાથી એમાં ચેપી બેક્ટેરિયા તમારા કાનમાં ઘુસી શકે છે..સમયાન્તરે પોતાના ઈયર ફોન પણ ગરમ પાણી અને ડેટોલ થી સાફ કરવા જોઈએ.

• ટુથ બ્રશ અને ઉલિયું….

શહેરમાં તો દરેક વ્યક્તિને પોતાનું ટુથ બ્રશ અને ઉલિયું હોય છે ગામડામાં પણ હજુ બે ત્રણ બ્રશમાં આખું ઘર સવારમાં દાતાણ કરી લેતું હોય છે. કોઈના ઘરે મહેમાન થાવ તો ટુથ બ્રશ ઘરનું જ લઇ જવું જોઈએ અથવા દરેક ઘરમાં બે ત્રણ ટુથ બ્રશ વધારાના હોવા જોઈએ જે મહેમાનો માટે કામ આવે.

• લીપ્સ્ટીક અને મોઢું શણગારવાનો સામાન ….

હાઈ સોસાયટીમાં સ્ત્રીઓ જયારે પાર્ટીઓમાં જતી હોય છે ત્યારે પોતાની સાથે પર્સમાં આ બધી મેકઅપની વસ્તુઓ લઇ જતી હોય છે..અને એક બીજાને લીપસ્ટીક કે અન્ય વસ્તુ ઓ ઓફર કરતી હોય છે.. આવું બની શકે ત્યાં સુધી ટાળવું જોઈએ. લીપ્સ્ટીક દ્વારા પણ જીવાણું અને રોગ ફેલાઈ શકે છે..

મેં એવા પણ માણસો જોયા છે કે એ શેવિંગ કરવા જાય ત્યારે પોતાનો રૂમાલ લઈને જાય છે.. આ સારી બાબત છે..ઘણા હેરકટિંગ સલુન પર એવા એવા રૂમાલ થી તમારું મોઢું સાફ કરવામાં આવે છે કે તમને રીતસરના ઉબકા થઇ જાય.. આપણા સ્વાસ્થ્ય માટે આપણે કેટલીક પાયાની બાબતો ધ્યાનમાં રાખીએ તો શરીર અને પૈસા વેડફાતા બચે!!!

સંકલન અને આલેખન :- મુકેશ સોજીત્રા

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here