આરાધ્યા નથી જાણતી કે પુરી દુનિયામાં ફેમસ છે બચ્ચન પરિવાર, અભિષેકે જણાવ્યું કે ઐશ શીખવે છે આવી વાતો….

0

અભિષેક બચ્ચન હાલના દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. અભિષેક 2 વર્ષ પછી બૉલીવુડ માં કમબેક કરવા જઈ રહ્યા છે. અભિષેકે પોતાની ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂના દરમિયાન અભિષેકે બૉલીવુડમાં પોતાના કમબેક ને લઈને વાત કરી હતી.
અભિષેકે જણાવ્યું કે આજે કોમ્પિટિશન ખુબ જ વધી ગઈ છે પણ તેને કોઈ જ વાતની બીક નથી. સાથે જ અભિષેકે પોતાની દીકરી આરાધ્યા ના વિશે પણ વાત કરી હતી. અભિષેકે જણાવ્યું કે આરાધ્યા એ નથી જાણતી કે તેના દાદા-દાદી અને પેરેન્ટ્સ શું કામ કરે છે.
અભિષેક જણાવે છે કે,”આરાધ્યા ને અત્યાર સુધી એ વાતનો અહેસાસ નથી થયો કે તે એક ફેમસ પરિવારથી છે”. અભિષેકે આ વાતનો શ્રેય પોતાની પત્ની ઐશ ને આપ્યો છે. તેમણે કહ્યું કે ઐશ્વર્યા એ જ આરાધ્યાની પરવરીશ સામાન્ય લોકો ની જેમ કરી છે.તેઓએ કહ્યું, ”આરાધ્યા એકદમ પ્યારી બાળકી છે અને મને નથી લાગતું કે તેને આ બધી વાતોની સમજણ છે. તેને એ ખબર છે કે અમે બધા એક્ટર્સ છે જે ફિલ્મો ને ટીવી પર કામ કરે છે. તેને એ પણ જાણ છે કે તેની દાદી માં સંસદ ભવન જાય છે પણ તે એ નથી સમજતી કે અમે બધા ખુબ જ ફેમસ છીએ.‘અમે તેને આવી ચીજો થી દૂર રાખવાની કોશિશ કરીયે છીએ. તેની માં તેને આ બધું શીખવે છે. પોતાના કામને લઈને અભિષેકે કહ્યું, ”જયારે મેં કામ કરવાનું બંધ કર્યું હતું તો મને જાણ હતી કે હું શું કરી રહ્યો છું. પછી જયારે મેં કામની શરૂઆત કરી ત્યારે મને જાણ હતી કે આ યોગ્ય નિર્ણય છે’.‘ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયા પછી અલગ-અલગ રિપ્લાઈ મળ્યા છે. પણ મને એ જાણ હતી કે મારે શું જોઈએ છે. મને ભરોસો હતો કે હું આ ફિલ્મ કરી શકીશ. હવે મને ખુશી છે કે હું આ ફિલ્મનો હિસ્સો બની શક્યો છું”.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!