આરાધ્યા એ પોતાના કઝીન ભાઈને બાંધી રાખડી, સમગ્ર બચ્ચન પરિવારે કઈક આવી રીતે કરી ઉજવણી, જુઓ તસ્વીરો…

સદીના મહાનાયક અમિતાબ બચ્ચન ની પૌત્રી આરાધ્યા એ રવિવાર ના રોજ પોતાના કઝિન્સ ભાઈ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. મામી શ્રીમા રાય એ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ક્ષણ ની સુંદર તસ્વીરો પોસ્ટ કરી છે,જેમાં આરાધ્યા પોતાના નાના ભાઈ એટલે કે મામા ના છોકરા ને મીઠાઈ ખવાડવતી નજરમાં આવી રહી છે, અને ઐશ્વર્યા એ પૂજાની થાળી હાથમાં પકડી રાખી છે.
ઐશ્વર્યા ના ભાઈ આદિત્ય મર્ચેન્ટ નેવીમાં એન્જીનીયર છે.જયારે તેની ભાભી શ્રીમા સ્ટાઈલિશ ફેશન બ્લોગર છે. તેની પહેલા તે ઇન્વેસ્ટમેન્ટ માં બેન્કર અને મોડલ પણ રહી ચુકી છે. 2009 માં શ્રીમા મિસિસ ઇન્ડિયા ગ્લોબ નો ખિતાબ પણ પોતાના નામે કરી ચુકી છે. આદિત્ય અને શ્રીમા ના બે બાળકો છે.
શ્વેતા એ બાંધી અભિષેક ને રાખડી:અભિષેકે બહેન શ્વેતા બચ્ચન નંદા ની સાથે રક્ષાબંધન સેલિબ્રેટ કરી હતી. તેમણે આ ક્ષણ ની અમુક તસ્વીરો પોતાની ઈનસ્ટા સ્ટોરીમાં શેયર કરી હતી. જેમાં શ્વેતા અભિષેક ને તિલક લગાવીને, રાખડી બાંધી રહેલી અને મીઠાઈ ખવડાવતી નજરમાં આવી રહી છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!