આપણા ગુજરાતના આ 8 સ્થળો એકવાર તો જોવા જ જોઈએ, બાકી ઝીંદગી નકામી….વાંચો શું ખાસ આવેલ છે આ જગ્યાએ

1

આપણે ગુજરાતી અને આપણને ફરવાનો બહુ શોખ છે એ વાત તો તમે પણ માનતા જ હશો. તહેવાર કોઈપણ હોય, વેકેશન કોઈપણ હોય, બહુ દુર નહિ તો નજીક પણ ક્યાંક ફરવા તો જવું જ પડે. ખાવા-પીવાનું, ફરવાનું અને જલ્સા કરવામાં આપણને કોઈ પાછળ ના પાડી શકે. આજે આપણા દેશમાં એવા ઘણા સ્થળ છે જ્યાં ફરવા આવેલ પ્રેવાસીઓમાં સૌથી વધુ લોકો ગુજરાતી જ હશે. એટલું જ નહિ અમુક જગ્યાએ તો આપણા ગુજરાતીઓ માટે સ્પેશીયલ ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ચાલો આ તો થઇ બહારની વાત પણ શું તમે આપણા ગુજરાતમાં જ આવેલ આ જગ્યાઓની મુલાકાત લીધી છે? જો નથી લીધી તો મારી વાત માનો તમારે જીવનમાં એકવાર આ જગ્યાએ જાવું જ જોઈએ. આવો જોઈએ કઈ છે આ જગ્યાઓ.

સોમનાથ

ગુજરાત ના સૌથી સુંદર અને ભવ્ય મંદિરો માનું એક છે. આ મંદિરની સુંદરતા અને ભવ્યતા પ્રાચીન ગુજરાતનો વૈભવ દર્શાવે છે. આ મંદિર વિશે એવું કહેવાય છે કે સૌપ્રથમ આ મંદિર સોમદેવ અર્થાત ચંદ્રમા એ બનાવ્યું હતું. તે સમયે આ મંદિરને સંપૂર્ણ સોનાથી બનાવવામાં આવ્યું હતું.ત્યાર બાદ ત્રેતા યુગમાં રાવણે જીનોદ્ધાર કરાવ્યો હતો. તેમજ તે મંદિર ને ચાંદી થી બનાવ્યું હતું.ત્યારબાદ દ્રાપર યુગમાં જ્યારે શ્રીકૃષ્ણ ગુજરાતમાં આવી વસ્યા હતા ત્યારે આ મંદિર નું પુનઃનિર્માણ કાષ્ઠથી કરાવ્યું હતું.ત્યાર પછી કાળ ક્રમે આ મંદિર નું પુનઃ નિર્માણ મહારાજા ભીમદેવે પથ્થરથી કરાવ્યું હતું.સોમનાથ મંદિરને મુગલ આક્રમણકારી મહમુદ ગઝનીએ ઘણીવાર લૂંટયું હતું અને ખંડિત પણ કર્યું હતું. તેમ છતાં શિવજીના12 જ્યોતિલિંગમા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથને દર વખતે ભક્તોએ સજાવ્યુ છે.

ભાલકા તીર્થ

સોમનાથ સ્થિત ભાલકા તીર્થ એ સ્થળ છે જ્યાં શ્રીકૃષ્ણને એક શિકારીએ હરણ સમજીને તિર માર્યું હતું.ભાલકા તીર્થ એ સ્થળ છે જ્યાં શ્રે કૃષ્ણ પૃથ્વીલોક છોડીને સ્વર્ગલોક ગયા હતા.તેમજ ભળજ તીર્થ ને હીરાના ,કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થળ પણ કહેવાય છે. ભાલકા તીર્થ મંદિર કૃષ્ણની સાથે સાથે વડ ના ઝાડને પણ સમર્પિત છે,જેની નીચે કૃષ્ણ બેઠા હતા.

દ્વારકાધીશમંદિર

દ્રારકાધીશ મંદિર ગુજરાત સ્થિત દ્વારકામાં આવેલું છે. આ શહેરને સ્વયં શ્રીકૃષ્ણ એ વસાવ્યું હતું. દ્વારકાધીશ મંદિરને જગતમંદિર ,ત્રિલોક મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.આ મંદિર હિન્દૂ ધર્મની પવિત્ર ચારધામ યાત્રાનું એક ધામ છે.આ મંદિર 2500 વર્ષ જૂનું છે તેમજ આ મંદિર વાસ્તુકલા અને શિલ્પકલાનું ઉત્તમ ઉદાહરણ છે.આ મંદિર પાંચમાળ બનાવવામાં આવ્યા છે.દ્વારકાધીશ મંદીરનો ધ્વજ જેની પર સૂર્ય અને ચંદ્રનું ચિન્હ બનાવવામાં આવ્યા છે જે દિવસમાં ત્રણવાર બદલવામાં આવે છે.

રુક્મિણી મંદિર

રુક્મિણી મંદિર દ્વારકામાં આવેલું છે.દેવી રુક્મિણી શ્રીકૃષ્ણના પ્રથમ પત્ની છે.બીજા પ્રસિદ્ધ મંદિરોની તુલનામાં આ મંદિર ઘણુંજ નાનું છે.તેમછતાં આ મંદિર તેના અનન્ય સૌદર્યને કારણે ભક્તજનો અને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે.આ મંદિર ભારતના પસંદીદા મંદિરો માંથી એક છે.જ્યાં શ્રીકૃષ્ણની સાથે રુક્મિનીજી વિરાજે છે નહીંતર દરેક મંદિરમાં શ્રીકૃષ્ણ સાથે રાધાજી વિરાજમાન હોય છે.

નાગેશ્વર જ્યોર્તિલિંગ

ભગવાન શિવના 12 જ્યોતિર્લીંગમાનું એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. દ્વારકાના સૌરાષ્ટ્રમાં નાગેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ જ્યોતિર્લિંગની સાચી ઊંડાઈનો તાગ હજી સુધી મેળવી શકાયો નથી.આ મંદિર વિશે એવું કહેવાય છેકે શિવજી એ પોતાના ભક્તોને દાનવોના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અહીં પ્રકટ થયા હતા અને પછી તે અહીંયા શિવલિંગરૂપે સ્થાપિત થયાં

અક્ષરધામ મંદિર

અક્ષરધામ મંદિરએ ગુજરાતના સૌથીમોટા મંદિર માનુ એક છે જે ગાંધીનગરમાં આવેલું છે. આ મંદિરની દેખરેખ સ્વામિનારાયણ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે.આ મંદિર 1992માં બનાવવામાં આવ્યું છે.અક્ષરધામ મંદિરમાં ધાર્મિક, આધ્યાત્મિક, ભણતર, કલા, સંશોધન વગેરેનું મુખ્ય સ્થળ ત્યાં આવેલું છે.અક્ષરધામ ની મૂર્તિઓ અને નકશી કામ મનમોહક છે.અક્ષરધામ માં બાળકો માટે બગીચા, પાણીના ફુવારા, સહજાનંદ વન, ઝરણાં,અને ઔષધિના બાગ જેવી ઘણી જગ્યાઓ છે, અહીંયા ફરવાની ખૂબ મજા આવે છે.

બાલા હનુમાન મંદિર

આ મંદિર ગુજરાતના જામનગરમાં આવેલું છે. ઇસ.1964માં મંદિરમાં રામનામની ધૂન ના કારણે તેને ગીનીસવર્લ્ડબૂક માં સ્થાન મળ્યું છે. બાલા હનુમાન મંદિરમાં ‘શ્રીરામ જય રામ જય જય રામ’ નો જાપ સતત ચાલતો રહે છે. આ મંદિરની સ્થાપના ઇસ1963-1964 ની વચ્ચે પ્રેમ ભિક્ષુજી દ્વારા કરાવવામાં આવી હતી અને તેના નિર્માણના એકજ વર્ષમાં ‘શ્રીરામ જય રામ જય જય રામ ‘નો રેકોર્ડ સ્થાપિત કરી દીધો હતો.

મોઢેરાનું સૂર્ય મંદિર

સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ 11મી સદી માં કરવામાં આવ્યું હતું.આ મંદિર મોઢેરાની એક પહાડ પર આવેલું છે. અમદાવાદ થી મોઢેરા લગભગ 106 કિલોમીટર જેટલું દૂર છે.આ મંદિરની રચના એવીરીતે કરવામાં આવી છે કે તેમાં સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી સૂર્યની કિરણો મંદિરમાં પ્રવેશ કરતા રહે. મોઢેરાના સૂર્યમંદિર ના ગર્ભગૃહમાં પૌરાણિક કથાઓનું વર્ણન કરતા દિવારો પર નકશીકામ કરવામાં આવ્યું છે. અન્ય પ્રસિદ્ધ સૂર્યમંદિરની જેમ આ મંદિરને પણ ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં સૂર્યકુંડ, સાંબ મંડપ અને ગુડા મંડપનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here