આપણા દેશની બહાર ફરવા જવું છે પણ બજેટ નડે છે? આ જગ્યાએ જાવ થશે ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ જેટલો ખર્ચ. કેવીરીતે જાણો

0

ભૂતાન એ વિશ્વનું સૌથી ખુશહાલ દેશ છે. અહિયાંની પ્રાકૃતિક સુંદરતા લોકોને ત્યાં જવા પર મજબુર કરી દે છે. આપણો પાડોશી દેશ હોવાથી આમ તો તમારે ત્યાં જવા માટે બૌ તૈયારી કરવાની જરૂરત નથી. ત્યાં જવા માટે તમારે નથી કોઈ વિઝાની જરૂરત કે નથી કોઈ ફ્લાઈટ ટીકીટ બુક કરવાની જરૂરત. જો તમે ઈચ્છો તો ફક્ત ૧૦ હજારમાં જ ભૂતાન ફરી શકો છો.

એવું જરૂરી નથી કે જયારે પણ તમે ફરવા જાવ ત્યારે બધા મિત્રોની સાથે જ જવાય, જયારે પણ આપણે ઈચ્છીએ એકલા પણ ફરવા જઈ શકીએ છીએ. ટ્રીપ બ્લોગર શિપ્રા તેમણે પણ આવું જ કઈક કર્યું છે. તેઓ જયારે પણ ક્યાંક ફરવા જવાનું વિચારે છે તો તેઓ એકલા જવું વધારે પસંદ કરે છે.

ખાસ વાતો :

ભારતીય પાસપોર્ટ ધારકને ભૂતાનમાં એન્ટ્રી લેવા માટે કોઈપણ વિઝા લેવાની જરૂરત નથી. પણ ભૂતાનમાં જઈને તમારે ટુરિસ્ટ પરમીટ લેવું જરૂરી છે. અહિયાં ટુરીસ્ટને પારો અને થીન્પું ફરવા જવા માટે ૭ દિવસની વેલીડીટી વાળું પરમીટ મળે છે. જો તમે થીન્પુંથી આગળ જવા માંગો છો તો તમારે થીન્પું સ્થિત ભૂતાન અપ્રવાસન કાર્યાલય તરફથી વિશેષ ક્ષેત્ર પરમીટ લેવી પડે છે.

કેવીરીતે જશો ભૂતાન

ભારતથી ભૂતાન જવા માટેના બે રસ્તા છે. – હવાઈ માર્ગ અને સડક માર્ગ

હવાઈ માર્ગ

જો તમે પ્લેનથી જવા માંગો છો તો તમારે પારો એરપોર્ટથી મફતમાં મળતું ટુરિસ્ટ પરમીટ લેવાનું રહેશે. પ્લેનમાં જવા માંગતા હોવ તો તમારે ૩ મહિના પહેલા ટીકીટ બુક કરાવી પડશે આમ કરવાથી ટીકીટ સસ્તામાં મળશે. આવાની અને જવાની ટીકીટ તમને ૪૦૦૦ ની આસપાસમાં મળી જશે.

સડક માર્ગ

સડક માર્ગે ભૂતાન જવા માટે ટુરિસ્ટે ભારત-ભૂતાન સીમા પર આવેલ ભુતાની શહેર ફુબશોલીંગથી ટુરિસ્ટ પરમીટ લેવું પડશે. આના માટે તમારી પાસે પાસપોર્ટ અથવા તો ચુંટણીકાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટો હોવા જરૂરી છે. જો તમે ભૂતાનમાં ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો એ જ સારું રહેશે આમાં તમારો વધુને વધુ ૨૦૦૦ રૂપિયા ખર્ચ થશે.

ક્યાં રોકશો?

ભૂતાનમાં એક રાત રોકવા માટે સારી હોટલ તમને ૫૦૦ થી ૭૦૦ રૂપિયામાં મળી જશે. આના સિવાય ત્યાં સસ્તી લોજ કે પછી હોસ્ટેલ પણ સરળતાથી મળી જાય છે.

શું ખાવું જોઈએ.

ખાવાનું : ભૂતાનનું પોતાનું અલગ પ્રકારનું ભોજન સ્વાદિષ્ટ અને બીજી વાનગીઓ માટે ફેમસ છે. અહિયાં તમને ભરપેટ જમવાનું ૮૦ થી ૧૦૦ રૂપિયાની આસપાસ મળી જશે. તમે ઈચ્છો તો અહીયાના સ્ટ્રીટ ફૂડની પણ મજા માણી શકો છો. ત્યાં રાત્રે મોડેકથી સૂજા અને થુપ્પા ખાવાની પણ મજા આવે છે. અહિયાં એકવારના રાતના જમવા માટે તમારે ૧૫૦ રૂપિયા જ ખર્ચ કરવાના રહેશે.

પીણું : જો તમે વાઈન પીવાના શોખીન છો તો Takin Wine, Zum Zin Peach Wine અને અહીયાની લોકલ Arah Wine ટેસ્ટ કરી શકો છો. અનલીમીટેડ વાઈન અને વિસ્કી માટે તમારે અહિયાં ફક્ત ૨૦૦ થી ૩૦૦ રૂપિયા જ ખર્ચ કરવા પડશે.

ક્યાં ક્યાં ફરવા જશો?

પારો

પારો ભૂતાનનું ત્રીજું સૌથી મોટું શહેર છે. પણ ફરવા જવા માટેનું આ પહેલા નંબરનું શહેર છે, જે નદીના કિનારે આવેલ છે. ભૂતાનનું એકમાત્ર એરપોર્ટ પારોમાં આવેલ છે, જો તમે આ સ્થળને પૂરી રીતે જોવા માંગો છો તો તમારે અહિયાં ત્રણ દિવસ રોકાવું પડશે.

દોચુલા પાસ

થીન્પુંથી પુનાખા જવાના રસ્તા પર ૨૫ કિલોમીટર દુર દોચુલા આવેલ છે. સમુદ્રદલથી આ જગ્યા ૩૦૨૦ મીટરની ઉંચાઈ પર આવેલ છે અહિયાં બૌદ્ધ મંદિરની સાથે સાથે ૧૦૮ સ્તુપોનો સમૂહ પણ જોવા લાયક છે.

હા વૈલી

હા વૈલી પારોથી ૬૭ કિલોમીટર દુર આવેલું છે. હા વૈલી એ કુદરતના પ્રાકૃતિક દ્રશ્યોથી ભરપુર જગ્યા છે. અહિયાં તમે પહોચશો તો તમારું સ્વાગત કરવા માટે ઠંડી હવા ચાલતી જ હશે. અહીના પહાડો પર રાખેલી રંગ બે રંગી નાની નાની ધજાઓ એ પહાડોની સુંદરતામાં વધારો કરે છે.

પુનાખા જોંગ

પુનાખા જોંગ ભૂતાનનું સૌથી મોટું અને પ્રસિધ્ધ બોદ્ધ મંદિર છે. આ મંદિર એ નદી પર પારંપરિક શૈલીમાં બનેલું સુંદર અને મનોરમ્ય છે.

તકશાંગ લહખાંગ

ટાઈગર નેસ્ટના નામથી મશહુર બૌદ્ધ મઠોનું સમૂહ પારો ઘાટીની તળેટીથી લગભગ ૯૦૦ મીટર ઉંચાઈ પર એક દુર્ગમ પહાડી પરના છેલ્લા શિખર પર આવેલ છે. આ જગ્યાને ભૂતાનનું રાષ્ટ્રીય સ્મારક પણ કહેવામાં આવે છે.

આના સિવાય પણ ભૂતાનમાં ફરવાલાયક અને જોવાલાયક ચાલેલા પાસ, દન્ગ્સે લહખાંગ, રિનપંગ જોંગ, લહખાંગ નાન્નોરી જેવી શાનદાર જગ્યાઓ આવેલી છે. આ બધી જગ્યાઓ તમે ત્રણથી ચાર દિવસમાં આરામથી ફરી શકશો.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here