આપણા દેશના એવા ૧૦ ઝરણાં જે પોતાની સુંદરતાના કારણે છે અદ્ભુત, કુદરતી સોંદર્ય છે ભરપુર… 10 જગ્યા વિશે વાંચો

0

આપણા દેશમાં કુદરતી સોંદર્ય ઈશ્વરે મન મુકીને બનાવ્યું છે આ સુંદરતાને માણવા માટે લોકો દેશ અને વિદેશમાંથી આપણા દેશની અનેક જગ્યાઓની મુલાકાત લેવા આવતા હોય છે. આવા તો અને સુંદર દ્રશ્યો આપણા દેશના દરેક રાજ્યમાં જોવા મળે છે. ખળખળ વહેતા ઝરણા જોવાનો પણ એક લ્હાવો હોય છે. તો આવો આજે તમને જણાવી દઈએ આપણા દેશના એવા કેટલાક સુંદર અને મનોહર ઝરણા.

૧. દૂધ સાગર, ગોવા
દૂધસાગર એ આપણા દેશનું એકમાત્ર એવું ઝરણું છે જે બે રાજ્યોની સીમા પર આવેલ છે. ગોવા કર્નાટક બોર્ડર પાસેથી મંડોવી નદી વહે છે અને આની ઉપર જ આ દૂધસાગર ઝરણું આવેલ છે. પણજીથી લગભગ ૬૦ કિલોમીટર દુર આવેલ છે. અહિયાં વરસાદની સીઝનમાં અનેક પ્રવાસીઓ આવતા હોય છે. દૂધસાગર ઝરણાંને મિલ્ક ઓફ સી ના નામથી પણ ઓળખવામાં આવે છે.

૨. અથિરાપ્પિલ્લી વોટર ફોલ, કેરલ
કેરળને આમ તો ભગવાનની ધરતી કહેવામાં આવે છે. કેરલ એ વરસાદની સિઝનમાં, તેના દરિયા કિનારા, કુદરતી સોંદર્ય અને ઝરણાઓના લીધે ફેમસ છે. અહિયાં ઘણાબધા શાનદાર અને સુંદર ઝરણાઓ આવેલ છે. તમે કોઈપણ ત્યાં જશો તો ત્યાની સુંદરતા એ તમારું મન મોહી લેશે. દરેક ઝરણાઓમાંથી આ એક ઝરણું એ બહુ સુંદર છે. અહિયાં ૮૦ ફૂટ ઉંચાઈથી પાણી પડે છે.

૩. ચિત્રકૂટ વોટરફોલ, છતીસગઢ
છતીસગઢમાં આવેલ ચિત્રકૂટ ઝરણું એ દેશનું સૌથી મોટું અને મનમોહક ઝરણું છે. આ ઝરણુંએ છત્તીસગઢમાં આવેલ નીયાગ્રાની ઇન્દ્રાવતી નદીમાં જગદલપુર પાસે પડે છે. આ સુંદર વોટરફોલ એ ૨૯ મીટર ઉંચાઈ પરથી પડે છે. ઝરણાની ધાર એ સીઝન પ્રમાણે બદલાતી રહે છે.

૪. કોર્તલ્લ્મ વોટર ફોલ, તમિલનાડુ
કોર્તલ્લ્મને દક્ષીણભારતનું સ્પા કહેવામાં આવે છે. આ તમિલનાડુના તીરુલેનવેલી જીલ્લાના શહેરના પશ્ચિમઉત્તર ઘાટ પર આવેલ છે. આ જગ્યા એ પોતાના ઝરણાઓના લીધે બહુ ફેમસ છે.

૫. ઘોંઘર વોટરફોલ, મધ્યપ્રદેશ
આ વોટર ફોલ મધ્ય પ્રદેશના જબલપુર જીલ્લામાં આવેલ છે. આ ઝરણું એ પવિત્ર નદી નર્મદાથી બનેલ છે. આ વિશ્વનો સૌથી પ્રસિદ્ધ અને સુંદર જગ્યાઓ માંથી એક છે આ એક જગ્યા એ વિદેશી લોકો માં પણ બહુ આકર્ષક છે.

૬. જોગ વોટરફોલ, કર્ણાટક
જોગ પ્રતાપ મહારાષ્ટ્ર અને કર્ણાટકની સીમા પર આવેલ શરાવતી નદી પર આવેલ છે. આ ઝરણાનું પાણી એ ૨૫૦ મીટર ઉંચાઈ પરથી પડે છે. આ દ્રશ્ય એ બહુ મનમોહક અને જોવા લાયક હોય છે. આ ઝરણાનું બીજું નામ જેરસપ્પા પણ છે. આ ઝરણાની ઉંચાઈ એ ૮૩૦ ફૂટ છે જે આપણા દેશનો સૌથી ઉંચો વોટરફોલ છે. આ જગ્યાને વિશ્વની સૌથી સુંદર કુદરતી જગ્યાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.

૭. ખંડધાર વોટરફોલ, ઓડીશાઓડીશા રાજ્યનું સૌથી સુંદર ઝરણું એ સુંદરગઢના ગાઢ જંગલોમાં આવેલ છે. ઘોડાની પૂંછડીના આકારનો આ ધોધ એ ૮૦૧ મીટરની કુલ ઉંચાઈ સાથે આપણા દેશના ૧૨માં નંબરનું ઝરણું છે.

૮.નોહકાલીકાઈ વોટરફોલચેરાપુંજીની નજીક નોહકાલીકાઈ વોટરફોલ એ આપણા દેશનો ઉંચો અને સુંદર ધોધ છે. આ ઝરણા પાસે આપ્વેલ એક ઉંચી જગ્યા પરથી છલાંગ લગાવવાવાળી યુવતીના નામ પરથી રાખવામાં આવેલ છે.

૯. તાલકોના વોટરફોલ, આંધ્રપ્રદેશઆ ઝરણું આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં શ્રીવેન્કટેશ્વર નેશનલ પાર્કમાં આવેલ છે. આ ઝરણું તિરુમાલા પર્વતશ્રેણીની નજીકમાં છે. આની ઉંચાઈ ૨૭૦ ફૂટ છે. તાલકોના ઝરણાનું પાણી એ તેની આસપાસ આવેલ ચંદન અને જડીબુટ્ટીના કારણે અમુક ચિકિત્સામાં કરવામાં આવે છે.

૧૦. થોસેધર વોટરફોલ, મહારાષ્ટ્રઆ ઝરણું એ આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આવેલ છે. આ સતારા શહેરના કોંકણ ક્ષેત્રની શરૂઆતમાં જ આવે છે. આ ઝરણાની ઉંચાઈ ૧૧૫૦ ફૂટ છે. આ સુંદર ઘાટી એ અહિયાનું આકર્ષણ છે. આ ઘાટીને કસ પઠાર અને કસ ઝીલના નામથી પણ ઓળખવામાં આવે છે.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here