આપણા દેશમાં આ શહેરમાં કાજુ મળે છે ડુંગળી અને બટેકા કરતા પણ સસ્તા, વાંચો ક્યાં આવેલું છે આ શહેર

0

કાજુ એક એવું ડ્રાયફ્રુટ છે જે લગભગ દરેક ને પસંદ આવે છે. કાજુને સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. કાજુનો ઉપયોગ મીઠાઈ અને પકવાન બનાવવા માટે કરવામાં આવતો હોય છે. બદામ અને પિસ્તાની જેમ આ કાજુની પણ કિમત દિવસે ને દિવસે વધતી જ રહી છે.

પણ કદાચ તમે નહિ જાણતા હોવ કે આપણા માર્કેટમાં અને દુકાનોમાં બહુ મોંઘા ભાવે વેચતા આ કાજુ આપણા ભારત દેશના એક શહેરમાં બહુ નજીવી કિમતે મળે છે. હા સાચી વાત તમે વિશ્વાસ નહિ કરો પણ આ શહેરના બજારમાં કાજુ ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયે કિલો નહિ પણ ૩૦ થી ૫૦ રૂપિયે કિલો મળે છે.

ભારત દેશના ઝારખંડ રાજ્યના જામતાડા જીલ્લામાં કાજુના ભાવ ડુંગળી અને બટેકા કરતા પણ સસ્તા છે. હવે તમે પણ વિચારતા હશો ને કે એવું શું કારણ છે કે અહિયાં ડ્રાયફ્રુટ આટલા સસ્તા મળે છે. તો તમને જણાવી દઈએ કે અહિયાં દર વર્ષે હજારો ટન કાજુની ખેતી થાય છે.

જામતાડા જીલ્લા કાર્યાલયથી લગભગ ૪ કિલોમીટર દુર ૪૯ એકરની જમીન પર ફક્ત ડ્રાયફ્રુટની જ ખેતી કરવામાં આવે છે. આ જગ્યાએ કામ કરતા લોકો કાજુને બહુ સસ્તા ભાવે વેચી દેતા હોય છે.

દેશમાં બીજી જગ્યાએ જ્યાં ડ્રાયફ્રુટના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે આજે ઘણા લોકો કાજુની ખેતી કરવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે બીજી બાજુ સરકાર આજે પણ આ ખેતીની મૂળભૂત જરૂરિયાત પૂરી કરી શકતી નથી.

જામતાડા ક્ષેત્રના લોકોનું કહેવું છે કે થોડા સમય પહેલા જામતાડાના એક્સ ડેપ્યુટી કમિશ્નર કૃપાનંદ ઝા અહિયાં આવ્યા હતા અને તેમણે ઓડીશાના કૃષિ વૈજ્ઞાનીકો પાસે આ જમીનનું નિરીક્ષણ કરાવ્યું હતું અને તેમાં જાણવા મળ્યું કે અહિયાં ડ્રાયફ્રુટની ખેતી સારી થશે અને તેમણે અહિયાં તેની ખેતી ચાલુ કરાવી.

તેમના આ પ્રયત્નોના કારણે જ અહિયાં કાજુની બહુ સારી ખેતી થવા લાગી પણ આ વિશાળ જગ્યાની દેખરેખ કરવા માટેની કોઈ સારી સુવિધા નથી માટે અહિયાં કાજુની ચોરી થવાના ઘણા બધા બનાવ બનતા રહે છે. બાકીની વધેલી કાજુની ખેતીને તેઓ બહુ ઓછા ભાવે વેચી દેતા હોય છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!