“આપણું આરોગ્ય આપણા હાથમાં” – તમારા હાથના નખ જ આપી દે છે બીમારીના લક્ષણની ચેતવણી, માત્ર તમારે સમજવાની જરૂર છે…

0

હાથ એ આપણા શરીરનું એક મહત્વનું અંગ છે.હાથ ઉપરથી ગુજરાતીમાં ઘણી કહેવતો પણ છે. જેમકે “હાથના કર્યા હૈયે વાગ્યા,” “હાથે ઈ સાથે”, “અપના હાથ જગન્નાથ”!! હાથ જોઇને માણસનું ભવિષ્ય ભાખતા ઘણા જ્યોતિષીઓ પણ હોય છે. ટૂંકમાં હાથ જોઇને ઘણા આપણા હાથ સાફ કરી જતા હોય છે. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે હાથ આંગળીઓ અને હથેળી જોઇને માણસનું આરોગ્ય પણ નક્કી થઇ જાય છે કે આ માણસની તંદુરસ્તી કેવા પ્રકારની હશે!! તો જોઈએ આજે એની કેટલીક લાક્ષણીકતાઓ!!

• જો તમારી આંગળીનો રંગ ધીમે ધીમે ફિક્કો પડતો જતો હોય તો તમારા લોહીના પરિભ્રમણમાં કંઇક ખામી છે એમ સમજવું.

• જો આંગળીઓ અવારનવાર સોજી જતી હોય તો તમારા ભોજનમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાની શક્યતા છે.આવું થાય તો મીઠું ઓછું ખાવું.

• ઘણીવાર આંગળીઓ વધારે પડતી કડક થઇ જાય છે ખાસ કરીને શિયાળામાં આ વસ્તુ વધારે જોવા મળે છે. અને દુઃખાવો પણ અસહ્ય થતો હોય છે. આ લક્ષણ સંધિવાનું ગણાવી શકાય.આવા કિસ્સામાં યોગ્ય ડોકટરની સારવાર લેવી.

• જો દિવસ દરમ્યાન નખનો રંગ બદલાય એ તંદુરસ્તી માટે સારી નિશાની નથી. આયુર્વેદ પ્રમાણે તંદુરસ્ત નખ એ આરોગ્યની પ્રથમ નિશાની છે.

• જો નખ વધારે પીળા પડી ગયેલા તો ડાયાબીટીશની શરૂઆતની નિશાની હોઈ શકે.

• ઘણીવાર શરીરમાં ઓક્સિજનની અછતને લીધે પણ નખનો રંગ પીળો થઇ જતો હોય છે.

• જો તમારા નખમાં લાલ રંગના ટપકા જોવા મળે તો તમારું લોહીનું બ્લડ પ્રેશર ખુબ ઊંચું હોય છે. આ હાઈ બીપી ને કાબુમાં લાવવા માટે યોગ્ય ડોકટર પાસેથી યોગ્ય દવાઓ લેવી.

• ઘણા લોકોની હથેળી વારંવાર અતિ લાલચોળ થઇ જાય છે. આવા લોકોને લીવરની તકલીફ હોઈ શકે છે.

• ઘણીવાર હાથ વધારે પડતા ધ્રુજવા લાગે છે. આવું થાય ત્યારે ડોકટરની સલાહ લેવી જોઈએ. આ ધ્રુજારીને અવગણવાથી ઘણી વખત મગજ માં નુકશાન થઇ શકે છે.• વારંવાર હથેળીમાં સખત પરસેવો થતો હોય તો ઓવેર એક્ટીવ થાયરોઇડનું નિદાન કરાવવું જરૂરી બની જાય છે.


• ઘણા ના હાથ એક સુકા રુક્ષ અને બરછટ હોય છે. શરીરમાં યોગ્ય માત્રામાં પાણી ન હોવાથી આવું થાય છે. આવું થતું હોય એ લોકોએ પાણી વધારે પીવું.

સંકલન અને આલેખન :- મુકેશ સોજીત્રા

સોર્સ :- ઈન્ટરનેટ

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here