આપણા જવાનો પાસે થી 1 પણ રૂપિયો લેતા નથી આ ડોક્ટર, કલીનીક ની બહાર લખ્યું છે: સૈનિક ભાઈઓ ને ફી આપવાની જરૂર નથી, તમે બોર્ડર પર ફી ચૂકવી દીધી છે

0

જેવું જ તમે તેના ચેમ્બર માં ઘૂસશો કે તમને એક પાટિયું જોવા મળશે. જેના પર લખેલું છે કે-સૈનિક ભાઈઓ ને ફી આપવાની જરૂર નથી તમે અમારી ફી બોર્ડર પર જ ચુકાવી ચુક્યા છો. જો કે આ વાંચી ને ઉત્સુકતા જાગે છે અને પછી કારણ જાણ્યા પછી સમ્માન. આ છે ઇન્દોર શહેર ના કાન, નાક, ગળા ના વિશેષજ્ઞ ડોક્ટર ‘નવનીત જૈન’. સૈનિકોના ત્યાગ અને બલિદાનને સમ્માન આપવા માટે આજથી ચાર વર્ષ પહેલા તેમણે આ પહેલ કરી હતી. તેમાં તે સૈનિકો અને તેના પરિજનોનો ઈલાજ ફ્રી માં કરે છે. સાથે જ કોઈ ઓપરેશન ના પણ એકપણ પૈસા નથી લેતા.બસ તેઓએ પોતાની સાથે સૈનિક હોવાની આઈડી લાવવાની જરૂર રહે છે. ડોક્ટર જૈન એ જણાવ્યું કે, ”બાળપણ થી જયારે સાંભળતા હતા કે સૈનિક બોર્ડર પર દેશભક્તિ ના ભાવ થી અડગ રહે છે તો મનમાં તેના માટે એક અલગ જ સમ્માન ની ભાવના જાગી ઉઠતી હતી.મોટા થવા પર મેં આર્મી જોઈન કરવાનું મન બનાવ્યું, પણ માતા-પિતા ના આગ્રહ ને લીધે તે સંભવ ના થઇ શક્યું. ડોક્ટર તો બની ગયો, પણ મનમાં હંમેશા એક ભાવના રહી ગઈ કે બોર્ડર પર જઈને કે જ ન કરી શક્યો”.

કલીનીક ની બહાર લખ્યું છે: સૈનિક ભાઈઓ ને ફી આપવાની જરૂર નથી, તમે બોર્ડર પર ફી ચૂકવી દીધી છે

દરેક દિવસ ગરીબો ને વહેંચે છે ચપ્પલ:

આ સિવાય ડૉ. જૈન ની કારમાં હંમેશા 25 થી 30 અલગ-અલગ સાઈઝની નવી ચપ્પલો રહે છે અને જે પણ રસ્તામાં કે ક્લિનિક પણ ચપ્પલ પહેર્યા વગર આવે છે તેઓને તે જાતે ઉતરીને ચપ્પલ પહેરાવે છે. 10 વર્ષો થી ડૉ. જૈન આવું કરતા આવ્યા છે.

ગોળીઓ ની અવાજ બને છે પરેશાની:

ડૉ.જૈન ના અનુસાર 4 થી 5 સૈનિક કે તેના ક્લિનિક રોજના આવે છે. જ્યાં સુધી ફૌજીઓની વાત છે તો તેને સૌથી વધુ સમસ્યા બંદૂક ની ગોળીઓ ના અવાજ થી થાય છે અને કાનના પળદા ફાટી જવાની ફરિયાદ રહે છે. ડૉ.જૈન કહે છે કે મેં ઘણીવાર મિલિટ્રી અને બીએએફ હોસ્પિટલમાં જઈને નિ:શુલ્ક સેવાઓ આપવાની પણ પહેલ કરી, કેમ કે ત્યાં કોઈ ઇએનટી સ્પેશિયાલિસ્ટ નથી પણ તેના સખત નિયમો, અનુશાસન અને સુરક્ષા વ્યવસ્થા ને લીધે આ મૌકો મળી ન શક્યો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!