આંખ નું Caring કરવા માંગો છો? તો વાંચો આંખ ની દેખભાળ માં ઘરેલુ ઉપાયો

આંખ ની દેખભાળ કરવામાં ના આવે તો આંખ ની દ્રષ્ટિ ઉપર તેનો પ્રભાવ પડે છે. થોડાક સાધારણ પ્રયોગ કરવા થી આંખ નું સ્વાસ્થ્ય સારું બને છે. સર્વ પ્રથમ એ જાણવું જરૂરી છે કે આંખ થી જોવું અને તે ઇન્દ્રિય ની સક્રિયતા તેમજ પ્રાણ ઉર્જા જીવન ને કેટલું સુંદર બનાવે છે. પ્રાતઃ કાળ ઉઠયા પછી સૌ પહેલા આંખ ને બંધ રાખી પોતાના મોં માં પાણી ભરો અને થોડી વાર રાખી કાઢી નાખો.આવું 2 થી 3 વખત કરવું. રોજ સવારે ખુલ્લા વાતાવરણ માં આંખ ની પાંપણ નું થોડું વ્યાયામ કરવું લાભદાયક છે. અંગૂઠા ને સામે કરી આંખ ની બરાબર વચ્ચે રાખી, સ્થિર ઊભા રહી આંખ ની દ્રષ્ટિ અંગૂઠા પર રાખો. હવે પોતાના અંગૂઠા ને ડાબી બાજુ કરો, પછી જમણી બાજુ કરો, આમ કરતાં રહો, પરંતુ યાદ રાખો કે તમારી દ્રષ્ટિ અંગૂઠા પર જ સ્થિર રહેવી જોઈએ. તેમજ આંખ ને ચારે બાજુ પણ ફેરવો.

સવારે પેટ નું સોફ્ટ હોવું એ આંખ ના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. સ્નાન કરતી વખતે ગળા થી ઉપર ના ભાગ માં ગરમ પાણી નો ઉપયોગ કરવો નહિ. કેમ કે અધિક ગરમી થી આંખ ની રક્ષા કરવી જરૂરી છે. બહાર જતી વખતે આંખ ને ધૂપ, ધૂળ, અને માટી થી બચવા માટે ચશ્મા નો ઉપયોગ કરવો.

આંખ ને રોજ ગુલાબ જળ થી ધોવી જોઈએ. કારણ કે ગુલાબ જળ ની ઠંડક થી આંખ ને ઘણો ફાયદો થાય છે. આંખ પર ખૂબ જોર થી પાણી છાંટવું નહીં, હથેળી માં પાણી લઈ આંખ ને ધોવી, રાતે સારી નીંદર કરવી એ પણ આંખ ના સ્વાસ્થ્ય માટે જરૂરી છે, ત્રિફલા ન પાણી થી આંખ ને ધોવી એ પણ લાભદાયક છે.

આંખ કમજોર થવા ના કારણો

 • અત્યધિક તીખા, ખાટા-મીઠા પદાર્થો ખાવા થી.
 • વધારે પડતું તડકા માં રહેવું.
 • શરદી, તાવ સતત રહેતા હોય.
 • અનિયમિત રીતે સુવું.
 • ખૂબ જ દૂર ની વસ્તુ ને જોતું રહેવું.
 • ખૂબ તનાવ અને વિચારો માં ખોવાયેલું રહેવું.
 • શરીર માં મળ-મૂત્ર કે છીંક જેવા રોગો ને રોકવા.

આંખ ના સ્વાસ્થ્ય માટે ઉપયુક્ત ખોરાક

 • ગાજર ખાવા થી કે તેનો રસ પીવા થી આંખ ને વિટામિન એ પ્રચુર માત્રા માં મળે છે.
 • નવજાત શિશુ ને જો માતા નું દૂધ પીવડાવા માં આવે તો તેની આંખ ને સંબંધિત રોગ થવા ની સંભાવના ઓછી થઈ જાય છે.
 • આંબળા ના રસ નું દરરોજ સેવન કરવા થી આંખ ને અત્યંત લાભ થાય છે.
 • અમ્લકી નામ ની ઔષધિ નું સેવન વિશેષ લાભ આપે છે. વાસ્તવ માં આંબળા ચાક્ષુશ્ય ના નામ થી ઓળખાય છે, જેનો અર્થ થાય છે કે તે નેત્રો ને પુષ્ટિ પ્રદાન કરે છે.
 • લીલી શાકભાજી જેવી કે પાલક, કોથમીર, તાંજળિયા ની ભાજી નું સેવન પ્રચુર માત્રા માં કરવું જોઈએ.
 • ટમેટા, ગાજર, પપૈયું, કેરી,શિમલા મરચું, લીંબુ, સંતરા, આ બધા નું સેવન પણ લાભ આપે છે.
 • દૂધ, દહીં, ગાય કે બકરી ના દૂધ નું બનેલું ઘી પણ ખૂબ લાભ આપે છે,

થોડાક જરૂરી ઉપાયો

 • ગરમી ની ઋતુ  માં આંખ ને બે ત્રણ વખત ધોવી જોઈએ.
 • જો તમે સતત કોમ્પ્યુટર પર કામ કરતાં હો તો એક ધારુ સ્કીન પર ના જોવું. એટલે કે પોતાની આંખ ને ફેરવતી રહેવી જોઈએ. જેનાથી આંખ ની માંસપેશી  માં વધારા નો તનાવ દૂર થઈ જશે.
 • બસ માં બેઠા હો ત્યારે લેપટોપ નો ઉપયોગ કરવો નહીં કેમ  કે સતત હલતી સ્કીન જોવા થી આંખ અને મસ્તિષ્ક ની નસો માં તેનો દુષ્પ્રભાવ પડે છે.
 • કમ્પ્યુટર ની સ્કીન બરાબર આંખ ની સામે જ રાખવી, ઉપર કે નીચે રાખવી નહીં. ટીવી કે કમ્પ્યુટર ને એકધારું એક કલાક થી વધુ જોવું નહીં.
 • નિયમિત યોગાભ્યાસ કરવો એટલે કે રોજ 6 સૂર્ય નમસ્કાર ના આસનો ની સાથે ભુજંગાસન, ઉષ્ટ્રસન, ચક્રાસન, નો અભ્યાસ કરવો જોઈએ. જે સ્નાયુ મંડળ ને મજબૂત કરી આંખ ની ઇન્દ્રિય પર સારો પ્રભાવ નાખે છે.
 • ચંદ્રોદય વર્તી નામ ની ઔષધિ નો લેપ આંખ પર કરવા થી નેત્ર નું તેજ અને મોતિયા ના રોગ થી આંખ ને આરામ મળે છે.
 • આંખ માથી લાલીમા દૂર કરવા માટે ચંદન અને દૂધ નો લેપ ખૂબ સારો છે.
 • આંખ આગળ ના કુંડાળાં દૂર કરવા માટે બદામ રોગન, તલ નું તેલ, કે એરંડા ના તેલ થી હળવી માલિશ કરવા થી લાભ થાય છે.

Author: GujjuRocks Team
માધવી આશરા ‘ખત્રી’

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!