15 વર્ષ માં 1 ફિલ્મ ફ્લોપ થઇ તો અંબાણી ના દ્વાર પર આવ્યા આમિર ખાન, દેશથી ગાયબ થયેલા ‘ઠગ્સ’ એ બદલ્યો પોતાનો પ્લાન…

0

આમિર ખાન એ હાલમાં જ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ના ફ્લોપ થવાની જવાબદારી ઉઠાવી હતી. તેના પછી આમિર અમુક સમય માટે પુર્તગાલ ચાલ્યા ગયા હતા. એવામાં આખરે આમિર ખાન દેશના સૌથી ધનવાન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના પ્રિ-વેડિંગ ના જશ્ન માટે ભારત પાછા ફર્યા છે. આમિર ખાન ના આ પગલાં ને તેની તમામ રણનીતિક ચાલોમાથી એક માનવામાં આવી રહ્યું છે.પહેલા આમિર ખાન ના નજીકના લોકોએ જણાવ્યું હતું કે તે આ સીઝનમાં થનારા ત્રણ લગ્નો દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક અને ઈશા-આનંદ ના લગ્નમાં શામિલ નહીં થાય. પણ આમિર ખાન ની ચાલ પણ સમય જેવી જ છે. આમિર ખાન ફરીથી મીડિયા ની સામે પત્ની કિરણ રાવ ની સાથે હાજર રહયા હતા.
આમિર ખાન હાલના દિવસો માં એટલું વધારે વિચારી રહ્યા છે કે તે ખુદ પણ સમજી નથી શકતા કે હવે શું કરવું જોઈએ? 15 વર્ષ માં તેની પહેલી ફિલ્મ ફ્લોપ સાબિત થઇ છે અને તેનો ઝટકો તેને એટલી હદ સુધી લાગ્યો છે કે અમારી ખાન પોતાની રણનીતિઓને ફરીથી સમજી રહ્યા છે. આમિર ને સમજમાં આવી ગયું કે તેના વિચારો જો જમાનાની સાથે બદલવામાં ન આવ્યા તો મામલો ક્યારેય પણ પેકઅપ સુધી પહોંચી શકશે નહીં. હવે તે બધા લોકોના સંપર્કમાં છે જેમણે સિનેમા નો બદલતો સમય સમજી લીધો છે. આમિરની સાથે આ સમસ્યા તેની પહેલા ફિલ્મ ‘મન’ ની નાકામિયાબી પછી આવી હતી, ત્યારે તેમણે ખુદ ને સંભાળ્યા હતા અને ‘ગુલામ’ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી.   હવે આમિર ની સામે દુવિધા એ છે કે તે ‘મહાભારત’ શરૂ કરવામાં લાંબો સમય લેશે, કે પછી ‘વિક્રમવેદ’ કરીને તરત પોતાના આલોચકો નું મોં બંધ કરી દેશે. જે પણ છે, બધું જ જલ્દી સામે આવવાનું છે. ઈશા અંબાણી ના આ પ્રિવેડિંગ પાર્ટી માં શાહરુખ ખાન, સલમાન, બચ્ચન પરિવાર અને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના દરેક જાણીતા સિતારાઓ એ હાજરી આપી હતી. નીતા અંબાણી પહેલા પોતાના બાળકો ની સાથે અને પછી મુકેશ અંબાણી ની સાથે ખુબ નાચી હતી.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here