આમળાં ના છે આ 5 બેમિસાલ ફાયદા, જાણીને તમે પણ શરૂ કરી દેશો તેને ખાવાનું….

0

આજે અમે આમળા ના ફાયદા વિશે જણાવીશું, જેને જાણ્યા પછી તમે હેરાન જ રહી જાશો. જો કે આમળા તો દરેક લોકોએ ખાધા જ હશે પણ તે વધુ ખાટા હોવાને લીધે મોટાભાગે લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા.
તમને જણાવી દઈએ કે આમળા ઘણા એવા ગુણોની ખાણ છે. આમળા ખાવાથી આપણી ઉંમર પણ લાંબી બને છે. શરીરમાં રોગને લડવાની ક્ષમતા વધી જાય છે. વાળમાં મજબૂતી આવી જાય છે. આવા ઘણા એવા ગુણો આમળા ખાવાથી આપણા શરીરમાં આવે છે. જાણો બીજા ક્યાં ક્યાં ફાયદા થાય છે..

1. શરદી જુકામથી બચાવે છે:જે લોકોને શરદી જુકામની ફરિયાદ રહે છે તેવા લોકોએ આમળાનું સેવન કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે આમળાના રસમાં વિટામિન સી પ્રચુર માત્રામાં મળી આવે છે, જે બોડીની ઇમ્યુનીટી ને મજબૂત બનાવામાં સહાયક છે. માટે આ ચમત્કારી જ્યૂસને નિયમિત રૂપથી પીવાથી તે તમને આમળા-જુકામથી બચાવે છે.

2. ગેસની રાહત અપાવે છે:આજકાલની દોડભાગ ભરેલી જિંગદીમાં લોકો સમયના અભાવમાં બહારનું જમી લેતા હોય છે. જેને લીધે ગેસની સમસ્યા થઇ જાય છે. ખાસ વાત એ છે કે તે એક સામાન્ય બીમારી બની ગઈ છે. જણાવી દઈએ કે જે લોકોને ગેસની સમસ્યા છે તેઓ આમળાનું સેવન કરો, ચોક્કસ ફાયદો મળશે. કેમ કે તેમાં ઘણા પ્રકારના પાવરફુલ એન્ટીઓક્સીડંટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી મળી આવે છે જે પેટ ના ટોક્સિક લેવલને ઓછું કરે છે.

3. સમય પહેલા વાળનું સફેદ થઈ જવું રોકે છે:આમળામાં ઉપસ્થિત એન્ટીઓક્સિડેન્ટ વાળના પીગ્મીટેંશન ને સમૃદ્ધ કરે છે. પાઉડર કે પેસ્ટ ના રૂપમાં આમળા ને માથા પર લગાવાથી માથાની ત્વચાને પોષણ મળે છે અને તે સમય પહેલા વાળને સફેદ કરતા પણ રોકે છે.

4. સ્કિનને ચમકાવે છે:આમળાના રસમાં એન્ટીઓક્સિડેન્ટ પ્રચુર માત્રામાં મળી આવે છે, જે વધતી ઉંમરની અસર તમારા ચહેરા પર નથી આવવા દેતા. માટે નિયમિત રૂપથી આમળાનું જ્યુસ પીતા રહેવાથી લાંબા સમય સુધી યુવાન જ દેખાઈ શકશો. તેના સેવનથી તમારી સ્કિન ચમકદાર બને છે. રોજ આમળાના રસમાં મધ મિલાવીને પીવાથી તમારો ચેહરો ચમકદાર બને છે અને ચેહરાની કરચલીઓ પણ દૂર થઇ જાય છે.

5. વજન ઓછું કરવું:જણાવી દઈએ કે આમળા ની મદદથી તમે ખુબ જ ઓછા સમયમાં તમારું વજન ઓછું કરી શકો છો. સાથે જ તમારી પાચન શક્તિ ને વધારવામાં મદદ કરે છે. જો તમારું પણ વજન જરૂર કરતા વધી ગયુ છે અને તેને ઓછું કરવા માગો છો તો તેના માટે તમે અમુક દિવસો સુધી સવારે ખાલી પેટ આમળાના જયુસ કે પછી આમળા ખાઈને તમારા વજનને ઓછું કરી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here