આ માણસ રઘુરામ રાજન જે RBIના પૂર્વ ગવર્નર હતા તેને ભણાવી ચૂક્યો છે, છતાંય રહે છે ઝૂપંડીમાં ….વાંચો એનું કારણ….

0

મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લાથી લગભગ 15 કીલીમીટર દૂર કાડચ કીચડથી ભરેલા રસ્તાને પાર કરીને કૌચામાઉ ગામમાં સવારે 7 30 વાગે અમે બધા IIT ના પ્રોફેસર આલોક સાગર સક્સેનાની શોધમાં ત્યાં પહોચી ગયા.તેઓએ આર.બી.આઈના ભુતપૂર્વ ગવર્નર ને પણ ભણાવ્યા છે. એવા મહાન વ્યક્તિને જોઈને જ સૌ ચૌકી ગયા. વધેલી સફેદ દાઢી અને ગૂંચવાયેલા વાળ અને સવારે ઉઠતાં વેંત જ તૂટી ફૂટી સાયકલ લઈને ખેતી કરવા જતાં જોઈને. વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ વ્યક્તિ છે. જેઓએ IIT દિલ્હીથી ઇલેક્ટ્રિકલ બ્રાંચથી બીટેક અને એમટેક કર્યા પછી રાઇસ યુનિવર્સિટી હ્યુસ્ટન, અમેરિકાથી પીએચડી કર્યું છે.

૨૦ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો. આઇઆઇટી દિલ્હી માથી EC એન્જિનિયરિંગ કર્યા બાદ તેવો ૧૯૭૭માં યુએસ ગયા. જ્યાં તેમણે હ્યુસ્ટન યુનિવર્સિટીથી રિસર્ચની ડિગ્રી લીધી.

ત્યાં જઈને તેમણે ડેન્ટલ બ્રાંચમાં પોસ્ટ ડોક્ટરેટ તથા સમાજશાસ્ત્ર વિભાગ, ડેલહાઉસી યુનિવર્સિટીથી ફેલોશિપ પણ કરી.

૧૯૮૦ – ૮૧ની વચ્ચે આલોકે IIT દિલ્હીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓને ભણાવ્યા. પણ ત્યાં તેમનું મન ન લગતા તેમણે નોકરી છોડી દીધી.

૧૯૯૦માં તેઓ ભૌરા આવ્યા અને લોકોને ભાણવવામાં લાગી ગયા. તેઓ ક્યારેક સાયકલથી ૮૦ કિલોમીટર દૂર પણ નીકળી જતાં. .

આવો આપ્યો જવાબ :

આલોકે જણાવ્યું હતું કે ૩૦ વર્ષ પૂર્વ તેવો ઇટારસીના એક દોસ્ત રાજનારાયણની સાથે ભૌરા આવ્યા હતા. તેને અહી કોરકુ જનજાતિના લોકોને જોયા અને તેમની ગરીબી જોઇને એટલા દુઃખી થયા કે અહીંયા રહીને તેમના ભવિષ્ય માટે કામ કરવાનો નિર્ધાર કર્યો. અને પછી તેને પાછા જવા વિશે વિચાર્યું જ નહીં.

આલોકના મત મુજબ શિક્ષણ છે તો રોજગાર છે. અને આ આદિવાસીઓનો રોજગાર તો જંગલોમાં જ છે. માટે તેઓને વનસ્પતિઑ વિશે જાણકારી આપવી એ સૌથી સૌથી શ્રેષ્ઠ શિક્ષણ છે.

આ છે આલોક સાગરની પ્રોપર્ટી

ભૌરા ગામમાં આલોક સાગર એકદમ સાદું જીવન જીવી રહ્યા છે. આલોક ન પહેરવેશ પણ આદિવાસીઓના પહેરવેશ જેવો જ છે.

જો તેમની પ્રોપર્ટીની વાત કરવામાં આવે તો તેના નામ પર ફક્ત 3 કુર્તા અને 1 સાયકલ છે. અહી આદિવાસીઓની વચ્ચે રહીને પણ આલોકે ૫૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવી દીધેલ છે. તેમનું રોજનું કામ છે બીજને ભેગા કરવાના અને લોકો સુધી પહોંચાડવાના ..અસમાનતા અને ગેર બરાબરી જેવા શબ્દો મને બચપણથી જ સાંભળવા નથી ગમતા. દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ બેસ્ટ હોય છે.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!