આખરે શા માટે શોપિંગ મોલના ટોપ ફ્લોર પર જ હોય છે મુવી થીએટર, વિચાર્યું છે તમે ક્યારેય? જાણો

આજના સમયમાં સિંગલ સ્ક્રીન સિનેમા હોલનું ચલણ નથી રહ્યું. મોટાભાગે શોપિંગ મોલ વગેરે જગ્યાઓ પર લોકો મુવી જોવા માટે જાતા હોય છે. મલ્ટીપ્લેકસમાં સિનેમા જોવું એક ખુબ જ ખાસ અને સારો અનુભવ સાબિત થાય છે, પણ શું તમે જાણો છો કે મુવી થીએટર આખરે મોલના ટોપ ફ્લોર પર જ શા માટે હોય છે. આવો તો અમે તમને જણાવીએ.શોપિંગ મોલ ખુબ જ ભીડભાડ વાળી જગ્યા હોય છે. તેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને આકર્ષિત કરીને સામાન વહેંચવાનો હોય છે. જેના ચાલતા સિનેમા જોવા માટે આવતા લોકો પણ ટોપ ફ્લોર પર જવાના સમયે અને દુકાનો અને શો-રૂમને જોતા જોતા અને ફરતા જતા હોય છે અને તેને લીધે વહેંચણીની સંભાવના પણ વધી જાતી હોય છે. આ એક પ્રકારની વ્યાપારિક રણનીતિ હોય છે જેનાથી મોલનો સામાનને વહેંચવામાં વધારો થાય છે. ટોપ ફ્લોર પર થીએટર હોવાનું આ એક મોટું કારણ છે.
સાથે જ ફિલ્મ થીએટર માટે એક મોટી જગ્યાની જરૂર પડતી હોય છે. જેને લીધે ટોપ ફ્લોર પર મોટી જગ્યા આસાનીથી મળી જાતી હોય છે જેને લીધે શોપિંગ મોલમાં ખરીદારી કરવા માટે આવતા લોકોને પણ કોઈ પરેશાની ન આવે. ફિલ્મપ્રેમી જ ટોપ ફ્લોર પર જતા હોય છે બીજા લોકોને ટોપ ફ્લોર પર જવાની જરૂર નથી રહેતી.
સિનેમાઘરોમાં એકસાથે મોટી સંખ્યામાં લોકો બેસીને ફિલ્મ જોતા હોય છે. આજ કારણ છે કે સુરક્ષાની સગવડ પણ જરૂરી થઇ જાય છે. હાદ્સાની સ્થિતિમાં ટોપ ફ્લોરથી લોકોને આસાની પૂર્વક આપાતકાલીન દ્વારથી બહાર  નીકાળી શકાય છે. જેના ચાલતા ટોપ ફ્લોર પર અગ્નિશામક વગેરેની વ્યવસ્થા પણ બેહતર ઉપલબ્ધ રહે છે.આ બધા કારણ છે કે મોટાભાગે મુવી થીએટર શોપિંગ મોલના ટોપ ફ્લોર પર જ જોવા મળે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!