આખરે લગ્ન ના લાડવા માં એવુ શું હોય છે, જે ખાય એ લોકો થઈ જાય છે જાડા? આ રાઝ વાંચો

0

લગ્ન પછી લોકો ની જિંદગી તો શું લોકો ની કાયા જ બદલી જાય છે!

તમે લોકો એ ઘણી વખત લોકો ને એમ કહેતા સાંભળ્યા હશે કે લગ્ન પછી પત્ની ના હાથ નુ ખાવાનુ ખાઈ ને છોકરો જાડો થઈ જશે અથવા પછી સાસરે જઈ ને આ છોકરી જાડી થઈ જશે. એવુ જોઈ પણ શકાય છે કે લગ્ન પછી વધુ પડતા લોકો જાડા થઈ પણ જાય છે.
આખરે એવુ ક્યુ કારણ છે જેથી લોકો લગ્ન પછી જાડા થઈ જાય છે? ઘણી વખત તેના પર રિસર્ચ પણ કરવા માં આવ્યુ છે. અમે તમને થોડુ ડિટેઇલ માં જણાવશુ કે લગ્ન માં એવુ શું છે, જેમાં છુપાયેલુ છે જાડા થવાનુ રાઝ

1. સોશિયલ પ્રેસર ઓછુ થવુ

લગ્ન પહેલા દરેક છોકરી સ્લિમ દેખાવા માંગે છે. તે માટે તે ઘણા પ્રકાર ના ઉપાય પણ કરે છે, જેથી તેનુ વજન ના વધે. તેના માટે તેને ઘણી વખત ઘરવાળા અને સંબંધીઓ ટોકે પણ છે, પરંતુ લગ્ન પછી એ રીતનુ પ્રેસર ઓછુ થઈ જાય છે. છોકરો હોય કે છોકરી, પોતાના ફિટનેસ પર પહેલા જેટલુ ધ્યાન નથી આપી શકતા. ત્યારબાદ ધીરે-ધીરે તેનુ વજન વધતુ જાય છે.

2. એક-બીજા નો સાથ મળવો

લગ્ન પછી લોકો ને બધી વસ્તુ માં એક સાથ મળી જાય છે. ખાવા માં પણ લોકો ને પોતાની પસંદ થી વધુ તેના જીવનસાથી ની પસંદ નો ખ્યાલ રાખવો પડે છે. બીજા ના અનુસાર ખાવાનુ ખાવાની વજહ થી તમારી જીવનશૈલી માં બદલાવ આવવા લાગે છે. જેની અસર તમારા શરીર પર સ્પષ્ટ રીતે નજર આવે છે.

3. જવાબદારીઓ નો બોજ વધવો

લગ્ન થવાની સાથે જ જવાબદારીઓ પણ વધી જાય છે. લોકો જવાબદારીઓ માં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમની પાસે પહેલા ની જેમ પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ થઈ જાય છે. વ્યસ્તતા વાળી લાઇફસ્ટાઇલ થી પણ લોકો નો વજન વધવા લાગે છે.

4. હોર્મોન માં બદલાવ

લગ્ન પછી સૌથી વધુ જાડાપણુ છોકરીઓ માં જોવા મળે છે. બદલાયેલી લાઇફસ્ટાઇલ ને લીધે મહિલા ના શરીર માં ઘણી પ્રકાર ના હોર્મોનલ બદલાવ થાય છે. સેક્અલ લાઈફ પણ હોર્મોન બદલાવ નુ મોટુ કરણ છે. તેવા માં વધારે પડતી મહિલાઓ માં તેની અસર જોવા મળે છે અને તેનો વજન વધી જાય છે.

5.પ્રેગનન્સી

મહિલાઓ માં વજન વધવાનુ સૌથી મોટુ કારણ છે પ્રેગનન્સી. પ્રેગનન્સી પછી વધારે પડતી મહિલાઓ જાડી થઈ થાય છે. આ દરમ્યાન હોર્મોનલ બદલાવ અને ડાયટ ને લીધે પણ મેદસ્વીતા વધવા લાગે છે. ત્યારબાદ મહત્તમ મહિલાઓ તેનો વજન ઓછો કરવા ના પ્રયાસ નથી કરતી.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here