આખરે પાકિસ્તાને ભારતીય પાઇલટને મુક્ત કરવો જ પડ્યો! વાંચો શું કહે છે જીનિવા સમજૂતીના નિયમો

0

આખરે ભારત માટે એક આનંદદાયક સમાચાર આવ્યાં છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને આજે પાર્લામેન્ટમાં જાહેર કર્યું કે, ૨૭ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન દ્વારા યુધ્ધકેદી બનાવવામાં આવેલ ભારતીય પાઇલટ અભિનંદન વર્ધમાનને કાલે, ૧લી માર્ચના રોજ બિનશરતી રીતે મુક્ત કરવામાં આવશે.

૨૭ ફેબ્રુઆરીના રોજ તણાવભરી પરિસ્થિતી વચ્ચે પાકિસ્તાની ફાઇટર પ્લેન F-16 દ્વારા ભારતીય સીમામાં ઘુસવાની કોશિશ કરવામાં આવેલી પરંતુ જવાબી કાર્યવાહીમાં ભારતીય મિગ-21 વિમાનો દ્વારા એમની કોશિશ નિષ્ફળ બનાવવામાં આવી હતી. આ બનાવ વખતે ભારતીય મિગ વિમાન તૂટ્યું અને વિમાન હંકારી રહેલ ફાઇટર પાયલટ અભિનંદન વર્ધમાન પેરાશૂટ વડે પાકિસ્તાનમાં જઈ પડ્યા.

મળેલી માહિતી મુજબ, સ્થાનિક રહેવાસીઓએ અભિનંદન વર્ધમાન સાથે દુરાચરણ કર્યું હોવાનું કહેવાય છે. અભિનંદનનો લોહીથી ખરડાયેલા મોંને દર્શાવતા ફોટો પણ વાઇરલ થયેલા, જેમાં તેમને સેનાને સોંપવા માટે લઈ જવામાં આવી રહ્યા હોવાનું કહેવાતું હતું. બાદમાં, પાકિસ્તાની છાવણીમાં તેમને રાખવામાં આવેલ. ભારત તરફથી પાઇલટને મુક્ત કરવા માટે દબાણ બનાવવામાં આવ્યું હતું.

આખરે આજે પાકિસ્તાનની પાર્લામેન્ટમાં ઇમરાન ખાને બંને દેશો વચ્ચે સબંધ સારા રહે એ રાહ પર અભિનંદન વર્ધમાનને કાલે બિનશરતી રીતે મુક્ત કરવાની જાહેરાત કરી છે. સ્વાભાવિક રીતે ભારતમાં ખુશીનો માહોલ છવાયો છે.

૧૯૯૯ના કારગિલ યુધ્ધ વખતનો એક બનાવ પણ કંઈક આ પ્રકારનો જ હતો. એ વખતે નચિકેતા શાસ્ત્રી નામક એક પાઇલોટ પાકિસ્તાનના કબજામાં જઈ પડેલ. અટલ બિહારી બાજપેયીની સરકારે દબાણ બનાવતા જીનિવા સમજૂતી પ્રમાણે પાકિસ્તાને તેમને આઠ દિવસમાં મુક્ત કરેલ. અલબત્ત, શરીરશક્તિની પરાકાષ્ઠાએ ત્રાસ આપીને!

શું છે જીનિવા સમજૂતિના નિયમો? –

બીજાં વિશ્વયુધ્ધને અંતે ૧૯૪૯માં સ્વિટ્ઝરલેન્ડના જીનિવા ખાતે વિશ્વના પ્રમુખ દેશો વચ્ચે યુધ્ધકેદીઓ સબંધિ ચર્ચાના પરિણામ સ્વરૂપ જીનિવા સમજૂતિ રૂપે અમુક નિયમો ઘડાયા હતા. જેમાં પકડાયેલા દુશ્મન દેશના યુધ્ધ કેદીનું શું કરવું એ વિશે સ્પષ્ટતા કરેલી છે. આ સમજૂતિ કરાર મુજબ,

– પકડાયેલા યુધ્ધ કેદીને ડરાવી-ધમકાવી કે અન્ય પ્રકારે ત્રાસ આપીને તેને અપમાનિત કરી શકાય નહી.

– એવું કોઈ પણ વર્તન/કામ તેની સાથે ના કરવું જેથી કરીને સામાન્ય લોકોને તેને વિશે જાણવાની ઉત્સુકતા જાગે.

– યુધ્ધ પૂર્ણ થતાં સુધીમાં યુધ્ધકેદીને જે-તે દેશને પાછો સોંપી દેવો પડે છે.

– પકડાયેલા યુધ્ધકેદીએ દુશ્મન દેશના અધિકારીઓ સમક્ષ પોતાનું નામ, લશ્કરમાં તેમનો હોદ્દો અને નંબર આપવો આવશ્યક છે.

ઘણા દેશો આ સમજૂતિ પ્રમાણે ચાલે છે. જેથી કરીને યુધ્ધના કપરા સંજોગમાં પણ માનવીય મૂલ્યોનું હનન ના થાય.

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here