આખરે શા માટે વિધવા મહિલાને ને પહેરવા પડે છે માત્ર સફેદ વસ્ત્રો, જાણો મોટું રહસ્ય….

0

કોઈપણ સમસ્યા હોય સ્ત્રી નું વિધવા હોવું એક દયનિય દ્રષ્ટિ થી જોવામાં આવે છે, તેના પર લાંછન પણ લગાવામાં આવે છે અને તે એક મહિલા માટે ખુબજ દુઃખદ સ્થિતિ છે. આવી સ્ત્રીઓ માટે સમાજમાં ઘણા પ્રકારના નિયમો પણ બનાવામા આવેલા છે જેમ કે આવી મહિલાઓને સફેદ વસ્ત્રો પહેરવા. તમે મોટાભાગે ફિલ્મોમાં પણ જોયું હશે કે વિધવા પુરી જિંદગી સફેદ વસ્ત્રો જ પહેરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું તે શા માટે?
જો શાસ્ત્રો વિશે વાત કરવામાં આવે તો તેના અનુસાર વિધવા મહિલાઓના બીજી વાર લગ્ન નથી કરી શકાતા કેમ કે નારી માટે પતિ ને પરમેશ્વર માનવામાં આવે છે એવામાં પતિ નું નિધન થઇ જવા પર મહિલા ને પણ સંસાર ની દરેક મોહ માયા ને ત્યાગ કરીને સાદું જીવન વ્યતીત કરવું પડે છે.
સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે પતિના નિધન થયા પછી સ્ત્રીને પ્રભુના શરણમાં ચાલી જાવું જોઈએ, સફેદ વસ્ત્ર ધારણ કરવા પાછળનું એકે અન્ય તથ્ય છે કે રંગીન કપડા ભૌતિક સુવિધાઓની યાદ અપાવે છે જેનાથી એક વિધવા નારીએ દૂર રહેવું જોઈએ.વિધવા મહિલાએ સાત્વિક આહાર લેવો જોઈએ અને પ્રાયશ્ચિત વાળું જીવન જીવવું જોઈએ. આપણા દેશમાં આજે તરક્કી ની રાહ પર ચાલતા પણ ઘણી જગ્યાઓ એવી છે જ્યા પર વિધવા થઇ જાવા પર મહિલાઓ ની સાથે અમાનવીય કામ કરવામાં આવતા હોય છે.
ઘણી જગ્યાઓ પર મહિલાઓના વાળ કાપી નાખવામાં આંવે છે અને તેનું જીવન સમાજથી અલગ કરી નાખવામાં આવે છે. પણ શરમની વાત તો એ છે કે જ્યા નારી સમ્માન માટે એટલી વાતો કરવામાં આવે છે તેવા જ લોકો શાસ્ત્રો અને પરંપરા ના નામ પર નારીનું શોષણ કરે છે, પણ તેઓ એ નથી વિચારતા કે કોઈ પુરુષની પત્ની મરી જાય તો તેઓનું જીવન કેવું હોવું જોઈએ.
જ્યા આપણા સમાજમાં વિધવાઓ ને શ્વાશ પણ પૂછીને લેવો પડે છે, ત્યાં પુરુષોના ખુલ્લેઆમ બીજા લગ્ન પણ કરી દેવામાં આવે છે, શું તેના માટે આપણા શાસ્ત્રો પરવાનગી આપે છે? તમને શું લાગે છે કે મહિલાઓ માટે બનાવામાં આવેલા આ નિયમો યોગ્ય છે?

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here