આખરે શા માટે મૃત્યુના સમયે મોં માં રાખવામાં આવે છે તુલસી અને ગંગાજળ, હકીકત છે એકદમ રોચક…..

મૃત્યુ જીવનનું પરમ સત્ય છે. સંસારમાં આવનારા દરેક વ્યક્તિને એક ના એક દિવસ પોતાનો દેહ છોડીને જવું જ પડતું હોય છે. આ દુનિયામાં કોઈ ને અમરત્વ પ્રાપ્ત નથી. વ્યક્તિના મૃત્યુ પછી ધર્મના આધાર પર તેનું ક્રિયા કરમ કરવામાં આવે છે જેથી તેની આત્મા ને શાંતિ મળી શકે. હિન્દૂ ધર્મમાં મૃત્યુ પછી શવના મોં માં તુલસી અને ગંગાજળ નાખવામાં આવે છે. જયારે ઇસ્લામ ધર્મમાં મૃત વ્યક્તિના મોં માં ”આબે-જમજમ” રાખવામાં આવે છે. શું તમે ક્યારેય જાણવાની કોશિશ કરે છે કે આખરે આવું તે શા માટે કરવામાં આવે છે? આખરે તેની પાછળનું કારણ શું છે? આજે અમે તમને આજ બાબત વિશેની પુરી જાણકારી આપીશું.

1. ગંગાજળ:સૌથી પહેલા વાત કરીયે ગંગાજળ વિશે. જેવું કે આપણે બધા જાણીએ છીએ કે હિન્દૂઓ માં ગંગા ને પવિત્ર નદી માનવામાં આવે છે. પુરાણોના અનુસાર, ગંગા નદી ભગવાન વિષ્ણુના ચરણ થી નીકળે છે અને શિવની જટામાં તેનો વાસ છે.

મૃત્યુ ના સમયે મોં માં ગંગા જળ રાખવાથી આત્માને શરીર ત્યાગ કરવામાં વધુ કષ્ટ નથી થતો. તેની સાથે બીજી એક માન્યતા છે કે મોં માં ગંગાજળ રાખવાથી યમદૂત પરેશાન કરતા નથી.

તેનાથી આત્માનો આગળનો સફર આસાન થઇ જાય છે. આ બધાની સાથે-સાથે મોં માં ગંગાજળ રાખવાથી બીજી એક માન્યતા એ છે કે તેનાથી શરીરને છોડીને પરલોક જઈ રહેલો વ્યક્તિ તરસ્યો ન રહી જાય.

2. તુલસીના પાન:ગંગાજળની સાથે-સાથે મૃત્યુના સમયે મોં માં તુલસી પણ રાખવામાં આવે છે. માન્યતાનુસાર, તુલસી હંમેશા શ્રી વિષ્ણુ ના મસ્તક પર સજે છે. તુલસી ધારણ કરવાથી યમરાજ આત્મા ને કષ્ટ નથી પહોંચાડતા. મરણ પછી પરલોકમાં આત્માને કઠિન દંડનો સામનો નથી કરવો પડતો. માટે મોં માં તુલસીના પાન રાખવામાં આવે છે.

3. જમજમનું પાણી:હવે વાત કરીયે જમજમના પાણીની તો મક્કા માં સ્થિત એક પવિત્ર કુંવા થી જમજમનું પાણી આવે છે. આ પાણીનું ઇસ્લામ ધર્મમાં એટલું જ મહત્વ છે જેટલું કે ગંગાજળ નું હિન્દૂ ધર્મમાં. જે રીતે ગંગાજળ ક્યારેય ખરાબ નથી થાતું તેવી જ રીતે જમજમ નું પાણી ક્યારયે દુષિત નથી થાતું. જેને લીધે જ મરણના સમયે વ્યક્તિના મોં માં જમજમ નું પાણી અર્પિત કરવામાં આવે છે.   Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!