આખરે કોણ છે આ વૃદ્ધ ડોસી, જેને મળવા માટે મોટા મોટા સ્ટાર પણ જમીન પર બેસે છે,જાણો હકીકત….

0

‘मैं खुद को खोजते हुए दुनिया भर में भटकता रहा. और इस औरत के खुद को यहीं खोज लिया.’

શેખર કપૂરે અમુક દિવસો પહેલા એક વૃદ્ધાની તસ્વીર ટ્વીટર પર શેયર કરીને ઉપર મુજબનું વાક્ય લખ્યું હતું. એક રીતે એવું લાગે છે કે આખરે કોણ છે આ મહિલા અને તેની પાસે વળી આ મોટા મોટા સ્ટાર શા માટે જાય છે. શું તે કોઈ સિદ્ધ મહિલા છે, કોઈ જ્યોતિષી કે કોઈ ગુડ લક લાવનારી મહિલા? વાસ્તવમાં તમે જેવું વિચારી રહ્યા છો તેવું કઈ જ નથી કેમ કે તે એક ચા વાળી છે. જેની નાની એવી ઝૂંપડી જોઈને એવું લાગે છે કે તેની પાસે એટલા પૈસા પણ નહિ હોય જેટલા કોઈ ફેમસ ચા વાળા પાસે હોય.શેખર કપૂરે ટ્વીટ માં લખ્યું કે આ મહિલા 100 વર્ષ ની છે, અને ન જાણે ક્યારથી લોકોને ચા પીવડાવી રહી છે. તે એક જમાનામાં નહેરુ ને પણ ચા પીવડાવી ચુકી છે.
આ વૃદ્ધ મહિલાનું નામ ‘ઈરદી બાઈ’ છે જે રૈકાવર ખજુરાહો ના પશ્ચિમી મંદિર ની પાસે એસબીઆઈ બેન્ક ની સામે ઝૂંપડી માં રહે છે. ઘણા વર્ષો પહેલા તેના પતિ ની મૃત્યુ થઇ ચુકી હતી. જેના પછી તેની પાસે કમાણી કરવાનો બીજો કોઈ રસ્તો ન હતો. તો તેણે ત્યાં જ ચા ની દુકાન ખોલી નાખી. શેખર કપૂર અને જૈકી શ્રોફ અનુસાર આજે પણ તેના હાથમાં જાદુ છે. તેના હાથ ની ચા નો સ્વાદ જ કઈક અનેરો છે.
કહેવાય છે કે મુંબઈ સંઘર્ષો નું શહેર છે, અહીં જેટલા સપનાઓ સાચા થાય છે, તેનાથી સો ગણા સપનાઓ મરતા પણ હોય છે. આશ્ચર્ય ની વાત એ છે કે સાલો-સાલ ઇન્ડસ્ટ્રી માં મેહનત કરીને સ્ટાર બનનારા આ સ્ટાર્સ એક સાદગી થી ભેરલી 100 વર્ષ ની વૃદ્ધ મહિલાની પાસે જઈને મનની રાહત મેળવે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!