આખરે કેટલી છે વિરાટ કોહલીની કમાણી અને બેંક બૈલેન્સ, જાણીને ચોંકી જાશો….

0

વિશ્વના ટોપ ઇન્ટરનેશનલ બલ્લેબાજ અને ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીની બ્રાન્ડ વૈલ્યુ દરેક લોકો જાણે જ છે. તે દુનિયાના તે ખિલાડીઓમાંના એક છે જે સૌથી નાની ઉંમરમાં વધુ કમાણી કરે છે. મોટાભાગે તમને એ જાણવાની જિજ્ઞાસા હશે કે 10 વર્ષ થી ટિમ ઇન્ડિયા માટે રમી રહેલા વિરાટની કમાણી કેટલી હશે. તમારા મગજમાં તેની સંપત્તિ ને લઈને સવાલ જરૂર આવતો હશે.આજે અમે તમને આ બધા જ સવાલોના જવાબ આપીશું.એક રિપોર્ટ અનુસાર, વિરાટની મૈચ ફી થી લઈને એન્ડોર્સમેન્સ થી થનારી વર્ષની કમાણી 121 કરોડ રૂપિયા છે અને તેની કુલ સંપત્તિ 390 કરોડ રૂપિયા છે. વિરાટ આઈપીએલ માં દરેક સીઝન રમવાની 14 કરોડ રૂપિયા ફી લે છે. વિરાટ કોહલી આઇપીએલના ઇતિહાસ ના સૌથી મોંઘા ખેલાડી છે.
વિરાટ ને વન ડે રમવાના 30 લાખ, ટેસ્ટ મૈચ ના 50 લાખ અને ટી-20 ઇન્ટરનેશનલ ના 20 લાખ રૂપિયા મળે છે. વિરાટની પ્રોપર્ટીઝની વાત કરીયે તો વિરાટની પાસે 42 કરોડની પ્રોપર્ટી છે, જેમાં બે ઘર શામિલ છે, તેનું એક ઘર દિલ્લી અને બીજું મુંબઈ બાંદ્રા માં આવેલું છે.વર્ષ 2012 માં જ તેમણે 9 કરોડ રૂપિયાનો બાંદ્રા માં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. આ ઘરના ઇન્ટિયેરને બનાવવામાં વિરાટે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. વિરાટની પાસે મર્સીડીઝ, ઓડી અને બીએમડબલ્યુ થી લઈને કુલ 6 કાર્સ છે જેની કિંમત 9 કરોડ રૂપિયા છે. 6 કાર્સ માની અમુકે તેમણે ખરીદી છે તો અમુક તેને ગિફ્ટમાં મળી છે. રિપોર્ટ માં એક બીજી ચોંકાવનારી વાત સામે આવી છે કે હાલ વિરાટ ના ખાતામાં માત્ર 3 કરોડ રૂપિયા છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!