આખા ગુજરાતમાં ચોટલા ચોર મચાવે છે ધમાલ – આખિર શું છે મામલો?

ભારતના ઘણા એવા વિસ્તાર માંથી ફોટોસ વાઈરલ થઇ રહ્યા છે કે ફલાની જગ્યાએ ચોટલી કાપી લીધી etc etc પણ હકીકત શું છે ? શું તમે આ વાત પર વિશ્વાસ કરો છો? ચાલો અમે તમને જણાવીને ચોટલા ચોર ના અમુક કિસ્સાઓ..

અમુક લોકો એવું પણ માની રહ્યા છે કે ખોટો ભય ફેલાવવા માટે અમુક લોકો હાથે કરીને આવું કાર્ય કરી રહ્યા છે અને અમુક લોકો માને છે કે ખરેખર કંઇક ચુડેલ જેવું છે.

રાજકોટ, સુરત, ધારી, ભુજમાં ચોટલા કપાવાની એક પછી એક  ઘટના નોંધાઈ છે. ચોટલા કપાવાની ઘટનાઓથી મહિલાઓમાં અફવાની સાથે ભયનું વાતાવરણ ફેલાયું છે

સુરત-ધારીમાં ચોટલો કપાતા મહિલા બેભાન

રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી ચોટલા કપાવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે અને એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે CBI આ કેસ ની તપાસ કરવાની છે.

મીડિયા અહેવાલ અનુસાર અમદાવાદના નારોલ વિસ્તારમાં શુક્રવારે રાત્રે 15 વર્ષની છોકરીની ચોટલી કપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શહેરમાં બીજી ઘટના શીલજ વિસ્તારમાં પણ બની છે, જેમાં એક મહિલાની ચોટલી કપાઈ છે. રાજ્યમાં એક પછી એક બની રહેલી ચોટલી કપાવવાની ઘટનાથી ફેલાયેલા ભયના માહોલને જોતા રાજ્ય સરકારે આ તમામ ઘટનાઓની તપાસ કરવા સીઆઈડી ક્રાઈમને આદેશ આપ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં રહેતો એક પરપ્રાંતિય પરિવાર ગઈ કાલે રાત્રે ઘરના તમામ દરવાજા બંધ કરીને સૂતો હતો તે દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યે 15 વર્ષની કિશોરી અચાનક ઉઠી ગઈ હતી, અને તેણે તેની મમ્મીને પણ ઉઠાડીને તેની ચોટલી કોઈ કાપી રહ્યું છે તેમ કહ્યું હતું. છોકરીની મમ્મીએ જણાવ્યું હતું કે, છોકરી ખૂબ જ ડરી ગઈ હતી, અને જોર-જોરથી રડી રહી હતી. તેની ચોટલી પણ કપાયેલી હતી.

ઘરના તમામ દરવાજા અંદરથી બંધ હોવાથી ઘરમાં આ દરમિયાન કોઈ પ્રવેશ્યું હોય તેવી કોઈ શક્યતા નથી. છોકરીના પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, છોકરી ખૂબ ડરેલી હતી. તે એવું બોલી રહી હતી કે ત્રણ દિવસ પછી હું મરી જઈશ.

મધરાત્રે આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં પણ એકઠા થઈ ગયા હતા, અને પોલીસ બોલાવવામાં આવી હતી. છોકરીએ મીડિયાને જણાવ્યું હતું કે, રાત્રે તે સૂઈ રહી હતી તે વખતે મને લાગ્યું કે કોઈ મારી ચોટલી કાપી રહ્યું છે, અને અચાનક મારી આંખ ખૂલી તો મેં જોયું કે મારી અડધી ચોટી કપાયેલી છે.

અને હવે નીચે આપડે જોઈએ જે ફની ફોટોસ સોશિયલ મીડિયા માં વાઈરલ થઇ રહ્યા છે..

 

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!