આકાશ અંબાણીની સગાઈ પર અનંત અંબાણીની મસ્તી કરતા નજરમાં આવ્યા શાહરુખ ખાન, પોતાની ગર્લફ્રેન્ડ પર આપ્યો આવો ધમાકેદાર જવાબ…

0

બોલીવુડના બાદશાહ એટલે કે શાહરુખ ખાન જે ઇવેન્ટનો હિસ્સો હોય ત્યાં ફન અને મસ્તી ન હોય એવું તે કઈ રીતે બને. શાહરુખનો મજાકિયા અંદાજ એક વાર ફરીથી નજરમાં આવ્યો છે. શાહરુખ જયારે પણ સ્ટેજ પર આવે છે કઈક ને કઈક તો કરી જ જતા હોય છે, જેનાથી સામે બેઠેલી ઓડિયન્સ હસ્યાં વગર રહી ન શકે. એવું જ કઈક ફરીથી થયું અને સામે બેઠેલી ઓડિયન્સ કોઈ મામૂલી ઓડિયન્સ નહિ પણ બી-ટાઉન ના સેલેબ્સ, બિઝનેસ ટાઇકૂન અને પોતાની ફિલ્ડ્સના દિગ્ગ્જ લોકો હતા. અમે મુકેશ અંબાણીના દીકરા આકાશ અને શ્લોકાની સગાઈ પાર્ટીની વાત કરી રહયા છીએ.શાહરુખ અને અંબાણી પરિવારનો રિશ્તો ખુબ જ આત્મીય છે. ગયેલા દિવસોમાં શાહરુખ પરિવાર સાથે આ પાર્ટીમાં પહોંચ્યા હતા. આ દરમિયાન શાહરૂખે સ્ટેજ પર બોલીવુડના બાકીના સેલેબ્સની સાથે પરફોર્મ કર્યું, સાથે જ તેમણે સ્ટેજ પર મુકેશ અંબાણીના બીજા નાના દીકરા અનંત અંબાણીની મસ્તી પણ કરી હતી. શાહરુખ અનંતને તેની ગર્લફ્રેન્ડ વિશે પૂછીને તેની મસ્તી કરતા નજરમાં આવ્યા હતા. જો કે તેના પર જવાબ આપવામાં અનંતે જરા પણ વાર ન લગાડી.

જણાવી દઈએ કે આગળના અમુક સમય પહેલા અનંત અને બિઝનેસ મેન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચેન્ટના અફેરની ચર્ચા થઇ હતી. એવામાં જ્યારે રાધિકાએ આકાશ અને શ્લોકાની એંગેજમેન્ટ પર પરફોર્મ કર્યું તો શાહરૂખને પણ અનંત અંબાણીને છેડવાનો મૌકો મળી ગયો. શાહરૂખે અનંતને રાધિકાના પરફોર્મન્સને રેટ કરવા માટેનું કહ્યું તો તેના પાર અનંતે કહ્યું ,’દસ મિલિયન’. પછી શું, શાહરુખ ને જાણે કે અનંતને છેડવાનો મૌકો મળી ગયો. શાહરુખ અને અનંતનો આ મજેદાર વિડીયો ઇન્ટરનેટ પર તરી રહ્યો છે.

દિલચસ્પ વાત એ છે કે અનંત અને શાહરુખ ખાનની આ બોન્ડિંગ પહેલી વાર નજરમાં નથી આવી, પણ તેની પહેલા પણ રિલાયન્સ ના એક કાર્યક્રમમાં શાહરુખ અને અનંત આવી જ રીતે મસ્તી કરતા નજરમાં આવી ચુક્યા છે. હવે અનંત અને રાધિકા ના રિશ્તા પર અંબાણી પરિવાર ક્યારે લાલ ચાંલ્લો કરે, તેની વાટ છે. સાથે જ આ વીડિયાને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!