શરુ થઇ ગયા આકાશ અંબાણીના લગ્નના સમારોહ, સંગીત સંધ્યામાં ફાલ્ગુની પાઠકના ગીતોના તાલે સૌ કોઈ ઝૂમ્યા

0

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરાના લગ્નના સમારોહ શરુ થઇ ગયા છે. આકાશ અને શ્લોકાના લગ્ન 9 માર્ચના રોજ મુંબઇમાં જ થશે. જે રીતે ઈશા અંબાણીના લગ્નના કેટલાક દિવસો પહેલા લગ્નના સમારોહો શરુ થઇ ગયા હતા એવું જ આકાશના લગ્નમાં પણ જોવા મળી રહ્યું છે.  સોમવારે રાતે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આકાશ અને શ્લોકાના લગ્નના આ સમારોહમાં ગરબા ગાયક ફાલ્ગુની પાઠકે લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું જેમાં આ ગુજરાતી પરિવાર ખૂબ જ નાચ્યો હતો.
ઈશાના લગ્નમાં પણ દાંડિયા નાઈટથી જ લગ્નના સમારોહની શરૂઆત થઇ હતી. થોડા દિવસો પહેલા નીતા અંબાણી અને મુકેશ અંબાણી જાતે આકાશના લગ્નનું પહેલું કાર્ડ આપવા ચેન્નઈ પહોંચ્યા હતા, જ્યા તેઓએ ડીએમકે ચીફ એમ.કે. સ્ટાલીનને પણ આકાશના લગ્નમાં આમંત્રિત કર્યા હતા.આકાશ અને શ્લોકાના લગ્નનો સમારંભ ત્રણ દિવસ સુધી ચાલશે. 9 માર્ચના રોજ, મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં આકાશ તેની જાન લઈને પહોંચશે. તે પછી 10 માર્ચે આકાશ અને શ્લોકાના લગ્નનું સેલિબ્રેશન થશે. આ સેલિબ્રેશન પણ જીયો વર્લ્ડ સેન્ટરમાં જ યોજાશે. તે પછી, 11 માર્ચના રોજ બંનેનું રિસેપશન થશે.આકાશની બેચલર્સ પાર્ટી
હવે, જ્યારે આકાશ લગ્ન કરવા જઇ રહ્યો છે, ત્યારે તેની બેચલર પાર્ટીનો હક તો બને જ છે. અને એમાં પણ અંબાણીના દીકરા હોવ તો આ પાર્ટી ખાસ તો હશે જ. અહેવાલોની માનીએ તો આકાશ તેના મિત્રોને સ્વીત્ઝરલેન્ડમાં બેચલર પાર્ટી આપશે. આકાશના આ પાર્ટીમાં 500 લોકોને આમંત્રિત કર્યા હોવાની વાત સામે આવી છે. જેમને સ્વિટ્ઝર્લૅન્ડ લઇ જવા માટે મુંબઈથી બે ફ્લાઇટ્સ જશે.
આકાશની બેચલર્સ પાર્ટી બે દિવસ સુધી ચાલશે. અહેવાલો અનુસાર, આકાશની બેચલર્સ પાર્ટીમાં બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ સામેલ થશે. એવું સાંભળવામાં આવ્યું છે કે રણબીર કપૂર અને કરણ જોહર પણ તેમની પાર્ટીમાં સામેલ થવા સ્વિટ્ઝર્લૅન્ડ જશે. ખાસ વાત એ છે કે બેચલર્સ પાર્ટી સ્વિટ્ઝર્લૅન્ડમાં સેન્ટ મોર્ટીઝ્મા સેલિબ્રેટ કરવામાં આવશે.

કોણ છે શ્લોકા મહેતાશ્લોકા મહેતા વિશે વાત કરીએ તો, તે હીરાના ઉદ્યોગપતિ રસેલ મહેતાની નાની દીકરી છે. આકાશ અને શ્લોકાએ એક સાથે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, શ્લોકા 2009માં ન્યૂ જર્સીના પ્રિન્સટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગઈ હતી. અને પછી તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી કાયદામાં માસ્ટર્સ કર્યું છે. કૃપા કરીને શ્લોકા પર રોઝી બ્લુ ફાઉન્ડેશનની ડિરેક્ટર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here