આજથી આ 6 રાશિના જાતકોનો ખરાબ સમય પૂર્ણ થયો, વાંચો કોની પર થશે શનિદેવની કૃપા….

0

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો પોતાનું સ્થાન, ગતિ અને ચાલ બદલતા હોય છે તેમનામાં આવેલા આ પરિવર્તનની સીધી અસર જે તે કુંડળી ધારક જાતકના જીવન પર પડે છે. જો ગ્રહોની સ્થિતિ વ્યવસ્થિત હોય તો જે તે જાતકને અનેક ખુશીઓ મળે છે. પણ જો ગ્રહોની સ્થતિ બરાબર ના હોય તો જે તે જાતકને પોતાના જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજ રાતથી છ એવી રાશીઓ છે જેમની પર શનિદેવની કૃપા વરસવાની છે મતલબ હવે તેમનો સારો સમય શરુ થવાનો છે. આ છ રાશિના જાતકોને પોતાની મહેનતનું યોગ્ય ફળ મળશે, ધનની પ્રાપ્તિ થશે અને માનસિક શાંતિ પણ મળશે. તો આવો જાણી લઈએ કઈ એ છ રાશીઓ છે જેમની પર થશે શનિની કૃપા દ્રષ્ટી.

વૃષભ : શનિની કૃપા દ્રષ્ટિના કારણે આજથી તમારા અટકી પડેલા દરેક કર્યો પુરા થશે. તમારા જીવનમાં આજ સુધી જે પણ એવી સમસ્યાઓ હતી જેનું સમાધાન તમે લાંબા સમયથી શોધી રહ્યા છો તો તે પૂર્ણ થશે. તમારો હવેનો સમય શુભ આવવાનો છે. જો તમે કોઈને ઉધાર પૈસા આપેલા છે તો તે જલ્દી જ પરત આવશે. આ રાશિના જાતકોને મુસાફરી કરવાના યોગ પણ બની રહ્યા છે. તમારા દુશ્મનોની પરાજય થશે અને ઘર અને પરિવારને સંબંધિત દરેક સમસ્યા પૂર્ણ થઇ જશે. શનિદેવની કૃપાથી તમારી આર્થીક સ્થિતિ મજબુત થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. તમારા મહત્વના પ્રોજેક્ટમાંથી તમને ધનલાભ થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળવાના યોગ છે.

મિથુન : આ રાશિના જાતકો પર આજ સાંજથી જ શનિદેવની કૃપા દ્રષ્ટી બનશે જેના કારણે તમારો હવે સારો સમય શરુ થવાનો છે. શનિદેવની સારી દ્રષ્ટિના કારણે તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર આવશે એ ફેરફારના કારણે તમને ઘણો ધનલાભ થશે. જે પણ મિત્રો ઘણા સમયથી કોઈ નવું કામ શરુ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે હવેનો સમય ઘણો જ સારો છે. જે પણ નવું કાર્ય હવે તમે કરશો એમાં તમને સફળતા અચૂક મળશે. તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. વ્યવસાય કરતા મિત્રોને પણ ઘણો જ ધનલાભ થશે. તમારા ઘણા સમયથી અધૂરા રહેલા કર્યો પુરા થશે અને શનિદેવની કૃપાથી તમારા જીવનની દરેક સમસ્યા પૂર્ણ થશે.

કન્યા : કન્યા રાશિના જાતકોને આજ સાંજથી જ ઘણીબધી ખુશખબરીઓ મળવાની શરૂઆત થશે. જે પણ પ્રેમીઓ છે તેમને હવેના સમયમાં ઘણો ફાયદો થશે મનગમતા પાત્ર સાથે મેળાપ થઈ શકે છે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાનો અંત આવશે. પૈસાની લેવડદેવડથી તમને ઘણો ધનલાભ થશે. જે મિત્રો નોકરી બદલા માટે વિચારી રહ્યા છે તેમની માટે આ સમય યોગ્ય છે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે. જીવનની દરેક સમસ્યાઓનો અંત આવશે. તમારી મહેનતનું ફળ હવે તમને મળશે. શનિદેવની કૃપાથી તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે.

ધન : આ રાશિના જાતકોને આજ સાંજથી જ શનિદેવની કૃપા મળવા લાગશે. લાંબા સમયથી ચાલી આવતા કોઈ કાર્ય જેમાં વારંવાર કોઈ ને કોઈ વિઘ્ન આવી રહ્યું છે તો એ કાર્ય હવે પૂર્ણ થશે. તમારા દરેક કામ હવે તમે સરળતા થી કરી શકશો. જમીન અને મકાન લેવેચ ના કામમાં બહુ ધનલાભ થશે. તમારી મુલાકાત તમારા કોઈ જુના મિત્રો સાથે થશે જેના લીધે તમારું મન પ્રસન્ન રહેશે. કામ કરવાની બાબતમાં બદલાવ આવી શકે છે જેનાથી તમને બહુ ફાયદો થશે. શનિદેવની કૃપાથી તમને દરેક કામમાં સફળતા મળશે. તમારી આર્થિક પરિસ્થિતિ સધ્ધર થશે.

કુંભ : આ રાશિના જાતકો પર આજ રાતથી શનિદેવની કૃપા દ્રષ્ટી પ્રાપ્ત થશે. તમને તમારા કામથી સંતોષ થશે. નોકરી કરતા મિત્રોને ધનલાભ થશે અને સાથે સાથે પ્રમોશન પણ મળવાના ચાન્સ છે. વેપારી મિત્રોને પણ આ સમય દરમિયાન ઘણો ધનલાભ થશે. પહેલા કરેલા કામોથી તમને ધન પ્રાપ્ત થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સફળતા મેળવવા માટેના અનેક અવસરો આવશે. અચાનક મળેલી સફળતાથી તમારું જીવન બદલાઈ જશે. તમારો આવનારો સમય ઘણો જ સારો રહેશે. માતા પિતા તરફથી તમને સંપૂર્ણ સહકાર મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબુત થશે અને શનિદેવની કૃપાથી તમારા દરેક કાર્ય પૂર્ણ થશે.

મીન : મીન રાશિના જાતકોને અચાનક મળેલા ધનલાભથી ઘણો ફાયદો થશે તેમના જીવનમાં ઘણા બદલાવ આવશે. તમને ભવિષ્યમાં ફાયદો થાય એવા ઘણા અવસર સામે ચાલીને આવશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેમાંથી તમને અનેક લાભ મળશે. તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવેલા કામમાં તમને સફળતા મળશે એ કામ માટે તમારી વાહ વાહ પણ થશે. તમને અચાનક કોઈ ખુશખબરી મળવાના યોગ છે. શનિદેવની કૃપાથી તમે ધારેલું કામ પાર પાડી શકશો.

આવો હવે જાણીએ કે આ છ રાશિ સિવાયના રાશિઓ માટે હવેનો સમય કેવો રહેશે.

મેષ : આ રાશિના જાતકો માટે આવનારો સમય મિક્સ ફળદાયી હશે. આત્મવિશ્વાસ વધશે પરંતુ તમારે જમીન લેવેચ જેવા બીજા દલાલી વાળા કામોમાં સાવધાની રાખવી જોઇશે. નોકરી કરતા મિત્રોએ પોતાનું કામ સમયસર પૂરું કરવું જોઈએ નહીતો ઉપરી અધિકારીઓ સાથે બોલાચાલી થઇ શકે છે. મનમાં કોઈને કોઈ વાત વિષે ચિંતા રહેશે. સમાજમાં તમારું નામ વધશે. પરિવારમાં નાની નાની તકરાર થવાના યોગ છે. તમારી વાણી અને વર્તન પર કાબુ રાખો.

કર્ક : કર્ક રાશિના જાતકો આવનારો સમય શુભ સાબિત થશે. તમે ધરેલા કાર્ય કરી શકશો. તમને અનેક સમસ્યાના સમાધાન મળશે. પૈસાની બાબતમાં તમે સાવધાન રહેજો. નકામી અને ફાલતું વસ્તુઓ પાછળ ખર્ચ કરવાનું ટાળો. બચત કરવા માટે શરૂઆત કરો. આવનારો સમય ફાયદાકારક છે તમારા સ્વાસ્થ્ય માટે ખાવા પીવામાં થોડી તકેદારી રાખજો.

સિંહ : મનમાં સતત નકારાત્મક વિચારો આવશે. જેની પર તમે બહુ જ વિશ્વાસ કરો છો એ તમને દગો કરશે. વિદ્યાર્થી મિત્રોએ ભણવામાં દયાન આપવાની જરૂરત છે. વેપારી મિત્રોને વ્યવસાયમાં મુસાફરીના યોગ છે. આવનારા સમયમાં તમારું ધારેલું કામ ના થવાથી તમે દુખી થઇ જશો.

તુલા : આ રાશિના જાતકોમાં જેમના લગ્ન બાકી છે તેઓના લગ્ન યોગ બની રહ્યા છે. બાકીના મિત્રોનાને પોતાના જીવનસાથી પાસેથી સપોર્ટ મળશે. અટકેલા કામોનો અંત આવશે. જે મિત્રો સતત પોતાનો સમય મોજ શોખમાં પૂર્ણ કરે છે તેઓએ કામ અને વેપારમાં ધ્યાન આપવાની જરૂરત છે. રોકાણ કરવા માટેના ઘણા બધા રસ્તાઓ આવશે પણ રોકાણ માટે આ સમય યોગ્ય નથી. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષિક : આ રાશિના જાતકોએ પોતાના કામમાં હજી પણ વધારે ધ્યાન આપવાની જરૂરત છે. તમે તમારા ભવિષ્યને સુધારમાં માટેના નવા કાર્ય વિચારીને કરી શકો છો. તમારી સમસ્યામાં તમને ઉપરી અધિકારી મિત્રોનો સહકાર મળશે. તમારી માતાની તબિયત બગડી શકે છે. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. ઘર અને પરિવારની આર્થીક સ્થિતિ મજબુત થશે.

મકર : આ રાશિના જાતકો માટે આવનારો સમય ઘણીબધી મુસીબતો લઈને આવવાનો છે. કામના ભારણને લીધે માનસિક તાણમાં વધારો થશે. વેપારીઓને મધ્યમ લાભ મળશે. એકંદરે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આવનારા સમયમાં પેટ સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે તમારા ખાવા અને પીવામાં ધ્યાન રાખો. ઘર અને પરિવારમાં શાંતિ બની રહેશે. આર્થિક લાભ પણ મળશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here