આજથી 5000 વર્ષ પહેલા કરેલી 10 ભવિષ્યવાણી આજે થઇ રહી છે સત્ય, વાંચો કોણે અને ક્યારે કરી હતી આ વાતો…

0

શ્રીમદભાગવત પુરાણ હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માંથી એક છે.શ્રીમદભાગવતની રચના આજથી લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં થઈ હતી. આપને જાણીને આશ્ચર્ય થશે કે કલિયુગમાં કઈ કઈ ઘટના થવાની છે એની ભવિષ્યવાણી ભાગવત પુરાણ માં પેહલા જ કરી દેવાઈ હતી. ચાલો જાણીએ ભાગવત પુરાણમાં કરાયેલી કળિયુગની ભવિષ્યવાણી વિશે.

ધર્મ, સત્ય બોલવું, સ્વચ્છતા, સહન શક્તિ, આયુષ્ય, શારીરિક શક્તિ, દયા, યાદશક્તિ બધું જ દિવસે ને દિવસે ઘટતું જશે. કલિયુગમાં જે વ્યક્તિ પાસે જેટલું ધન હશે તેને એટલો જ ગુણવાન માનવામાં આવશે અને કાનૂન અને ન્યાય વ્યવસ્થા એક શક્તિ આધારે લાગુ કરવામાં આવશે. કલિયુગમાં સ્ત્રી-પુરૂષ લગ્ન વગર પણ એકબીજામાં રુચિ મુજબ સાથે રહેશે. વ્યાપાર ની સફળતા છળકપટ પર આધાર રાખશે. કલિયુગમાં બ્રાહ્મણ ફક્ત એક દોરો પહેરીને પોતે બ્રાહ્મણ છે તેવો દાવો કરશે.

કલિયુગમાં જે વ્યક્તિ લાંચ આપવામાં અથવા ધન ખર્ચ કરવામાં સમર્થ નહિ હોય, તેને ન્યાયાલય માં વ્યવસ્થિત ન્યાય મળશે નહીં. જ્યારે સ્વાર્થી અને ચાલાક વ્યક્તિને વિદ્વાન માનવામાં આવશે. કલિયુગમાં લોકો ભૂખ, પ્રેમ, અને બીજી અનેક ચિંતાઓના કારણે દુઃખી રહેશે. કલિયુગમાં વ્યક્તિ ઘણા પ્રકારની બીમારીઓ થઈ ઘેરાયેલો રહેશે. કલિયુગમાં મનુષ્યનું આયુષ્ય ફક્ત ૨૦ કે ૩૦ વર્ષ રહેશે. કલિયુગમાં લોકો દૂરના નદી-તળાવને તીર્થ સ્થાન માનશે પરંતુ જોડે રહેતા માતાપિતાની નિંદા કરશે. માથે લાંબા વાળ રાખવાને સુંદરતા માનવામાં આવશે અને ફક્ત પેટ ભરવું જ લોકોનું લક્ષ રહેશે.

કલિયુગમાં ક્યારેક વરસાદ ના પડે, દુકાળ પડે, ક્યારેક ભયાનક ઠંડી પડે, તો ક્યારેક ભયાનક ગરમી, ક્યારેક આંધી તુફાન આવશે, તો ક્યારેક પુરની પરિસ્થિતિ ઉભી થાય. આવી પરિસ્થિતિથી લોકો હેરાન થશે અને મનુષ્યનો નાશ થતો જશે. કલિયુગમાં જે વ્યક્તિ પાસે ધન નહિ હોય, તે વ્યક્તિ અધર્મી, અપવિત્ર, અને બેકાર માનવામાં આવશે. કલિયુગમાં લગ્ન ફક્ત બે વ્યક્તિઓ વચ્ચે સમાધાન તરીકે રહેશે અને લોકો ફક્ત સ્નાન કરવાને અંતરાત્મા શુદ્ધ થઈ ગઈ તેવું માનશે.

કળિયુગમાં ધાર્મિકકાર્ય ફક્ત લોકોને સારું દેખાડવા માટે અને દેખાડો કરવા માટે કરવામાં આવશે. ધરતી ભ્રષ્ટ લોકોથી ભરાય જશે અને સત્તા માટે લોકો એકબીજાને મારશે. દુષ્કાળ અને વધારે પડતા કરને કારણે લોકો ઘર છોડીને રસ્તા અને પહાડોમાં રહેવા મજબૂર થઈ જશે. સાથેજ લોકો પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફૂલ અને બીજ ખાવા માટે મજબૂર થઇ જશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here