આજના આ ફેમસ અને Successful સ્ટાર્સ એક સમયે હતા બૈકડાંસર, દીપીકાથી લઈને શાહીદ કપૂર પણ છે લીસ્ટમાં, જાણો અન્ય વિશે..

0

પરિશ્રમ જ સફળતાની ચાવી છે આ સ્લોગન આપણે બચપનથી સાંભળતા આવ્યા છીએ અને આજે અમે તેમના ઉદાહરણ પણ આપીશું કે પરિશ્રમ વગર કઈ પણ સંભવ નથી, આજે અમે તેવા લોકોની પણ વાત કરશું જેઓએ ખુબ મહેનત કરીને આજે તે સ્તર પર પહોંચી ગયા છે જ્યાં પહોંચવા માટે વર્ષો નીકળી જતા હોય છે. અમે વાત કરી રહ્યા છીએ આજના કિંગ ખાન શાહરૂખ ખાનની જેમને સૈનિક સીરીયલ થકી પોતાની ઓળખ બનાવી હતી, અને આજે તે બોલીવુડના બેતાજ બાદશાહ છે.

વાત કરીએ સુપરસ્ટાર અમિતાબ બચ્ચનની તો તેમણે પણ પહેલા ઘણીવાર રીજેકટ કરી દેવામાં આવ્યા હતા, અને આજે તેમને બોલીવુડનાં બીગ બી નાં નામથી ઓળખવામાં આવે છે. તેવી જ રીતે ન જાણે એવા ઘણા એકટર અને એકટ્રેસેસ છે જેઓએ પોતાના મહેનતનાં બલ પર એક મુકાસ હાંસિલ કર્યો છે. હવે તે ન્યુ કમર્સની વાત કરીએ તો તેઓ એક સમયે બૈકડાન્સર હતા અને આજે તેઓએ ફિલ્મી દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. તમે પણ તેઓના નામ સાંભળશો તો હેરાન જ રહી જાશો.

1. દીપિકા પાદુકોણ:

દીપિકાને આજે કોણ નથી જાણતું. દીપિકા હાલના સમયની સૌથી સફળ અદાકારા માનવામાં આવે છે અને તે પણ પોતાની મહેનતથી જ. તે પોતાના મહેનતના બલ પર આજે આ શિખર પર પહોંચી છે. દીપિકા ફિલ્મ માં આવતા પહેલા બૈકડાન્સરનાં રૂપમાં કામ કરતી હતી અને આજે જુઓ..

2. શાહીદ કપૂર:

શાહિદ પણ પોતાના જીવનમાં ખુબ મહેનતી ઇન્સાન રહ્યો છે. જેમણે ખુદના પરિશ્રમ પર મહેનતથી એક કોરિયોગ્રાફર અધીનસ્ત રહીને કામ કરવાનું શીખ્યું હતું અને આજે શાહિદ તે અદાકારાઓ સાથે કામ કરી રહ્યો છે જેના માટે તે એક સમયે બૈકડાન્સર નાં રૂપમાં કામ કરતો હતો.

3. ડેજી શાહ:

તમને જણાવી દઈએ કે ડેજી શાહની ફિલ્મ ભલે કઈ ખાસ કમાલ ન દેખાડી શકી હોય પણ સલમાન ખાનની ફિલ્મ તેરે નામ માં તે બૈક ડાન્સરનાં રૂપમાં કામ કરી ચુકી છે.

4. સુશાંત સિંહ રાજપૂત:

સુશાંત રાજપૂત એક નાના એવા ટીવી સીરીઅલ દ્વારા આવ્યો હતો. તેમણે બૈક ડાન્સનાં રૂપમાં બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. આજે સુશાંત સિંહ રાજપૂત બોલીવુડના એક કામિયાબ એક્ટરમાં ગણવામાં આવે છે. તેની MS ધોની માં કરેલી એક્ટિંગ લોકોને ખુબ પસંદમાં આવી હતી. પણ એકટર બનવાના પહેલા તે માત્ર ઋત્વિક રોશનની ફિલ્મોમાં બૈકડાંસ કરી ચુક્યો છે.

5. અરશદ વારસી:

સર્કીટની ભૂમિકાથી પ્રસિદ્ધ થયેલા અરશદ વારસીનેં આજે કોંણ નહિ જાણતું હોય. તેનું નામ કોમેડી, સીરીયસ રૂલ્સ માટે જાણવામાં આવે છે. જોલી એલએલ બી જેવી ફિલ્મો બાદ તો જાણે અરશદ સુપર સ્ટાર બની ગયો હતો. સર્કીટ ની ભૂમિકા થકી લોકપ્રિય થયેલો અરશદ વારસી એક બેહતરીન કલાકાર છે. પણ ફિલ્મોમાં નામ કમાયા પહેલા તે પણ બેકડાન્સર તરીકે કામ કરતો હતો.

6. સરોજ ખાન:

સરોજ ખાન મોટા મોટા કલાકારોને પોતાની આંગળીનાં ઇશારા પર નચાવે છે પણ શું તમને ખબર છે સરોજ ખાન એક જમાનામાં એક બેકડાન્સર રહી ચુકી છે. સરોજ ખાન બોલીવુડની સૌથી પ્રસિદ્ધ કોરિયોગ્રાફર માની એક માનવામાં આવે છે. તેમણે 2000 થી વધુ ગીતોને કોરિયોગ્રાફ કરેલું છે, પણ આ કેરિયર બનાવાતા પહેલા તે ઘણી ફિલ્મોમાં બેકડાન્સર તરીકે કામ કરી ચુકેલિ છે. તે ફિલ્મ હાવડા બ્રીજનાં ગીત ‘આઇએ મહેરબાન’ પણ ડાંસ કરી ચુકી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.